કિસ હંમેશા પ્રેમનું પ્રતીક માનવામાં આવે છે પરંતુ શું તમે જાણો છો કે કિસ કરવાથી પણ સેકશુઅલી ટ્રાન્સમીટેડ ઇન્ફેકશન થઇ શકે છે. આપણે સૌ જાણીએ છીએ કે સમગ્ર વિશ્વમાં 6 જુલાઈ ઇન્ટરનેશનલ કિસિંગ ડે ની ઉજવણી કરવામાં આવે છે અને આ દિવસે કપલ્સ કિસ કરીને પોતાનો પ્રેમ વ્યક્ત કરે છે.
હર્પીસ સિલ્પલેક્સ વાયરસના કારણે થતો સંક્રમિત રોગ છે.આ ગંભીર રોગ એક બીજા વ્યક્તિ ના સંપર્ક થી સ્કીનમાં ઝડપી રીતે ફેલાય છે. આ સંક્રમણ બે રીતે ફેલાય છે.ઓરલ હર્પીસ કિસ ના કારણે ઝડપથી ફેલાય છે. તેના સૌથી સામાન્ય લક્ષણ મોઢામાં અથવા જનનાંગો પણ નાની સફેદ અથવા લાલ ફોડલી છે.કેટલીક વખત ફોડલીમાંથી લોહી નીકળી શકે છે.
હર્પીસ નો બીજો પ્રકાર HSV-2 છે જેને જેનીટેલ હર્પીસ પણ કહેવાય છે.જોકે આ ગંભીર રોગ સેકશુઅલ સંપર્ક થી ફેલાય છે પરંતુ આ રોગ કિસ ના માધ્યમથી ફેલાવાની શક્યતા છે.HSV-2 ના લક્ષણ પણ HSV-1 જેવા છે.આ બંને હર્પીસ ની સારવાર સંપૂર્ણ રીતે શકય નથી.જો તમારી ઈમ્યૂન સિસ્ટમ મજબૂત છે તો સારવાર થઈ શકશે.
CMV એક વાયરસ સંક્રમિત છે. તે લાળ ના સંપર્કમાં આવવાથી થઈ શકે છે. આ સિવાય લોહી, વીર્ય, સ્તન દ્વારા પણ ફેલાય છે. તેને સેક્શુઅલી ટ્રાન્સમિટેડ ઇન્ફેક્શન એટલા માટે કહેવામાં આવે છે કેમ કે ઓરલ અને જનનાંગ ના સંપર્ક થી ફેલાય છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.