અમરેલી લેટરકાંડ મુદ્દે MLA કૌશિક વેકરિયા જબરા ભેરવાયા: પાયલ ગોટીના જામીન મંજૂર, જાણો વિગતે

Amreli Payal Bail News: અમરેલીમાં બોગસ લેટરકાંડમાં પાટીદાર યુવતીનું સરઘસ કાઢવા મુદ્દે પાટીદાર રોષે ભરાયો છે. સુરત શહેરમાં પાટીદાર સમાજના આગેવાનોએ રોષ વ્યક્ત કર્યો હતો અને અઠવાલાઇન્સ ખાતે કલેકટરને રજૂઆત કરવામાં આવી હતી. પાટીદાર સમાજે (Amreli Payal Bail News) ભાજપ પર આક્ષેપ કરીને કહ્યું કે ભાજપના ઈશારે દીકરીનું સરઘસ કાઢવામાં આવ્યું હતું. સરઘસ કાઢનાર અધિકારીઓ સામે પણ કાયદાસરની કાર્યવાહી કરવા માગ કરવામાં આવી છે.

હાલ અમરેલી નકલી લેટરપેડ કેસમાં પાટીદાર યુવતી પાયલના જામીન મંજૂર થઈ ગયા છે. બંને પક્ષોની દલીલ સાંભળીને કોર્ટે યુવતીની જામીન અરજી મંજૂર કરી. આ સાથે અમદાવાદમાં NSUI-યુથ કોંગ્રેસ રસ્તા પર ઉતરી વિરોધ પ્રદર્શન કરતા પોલીસ સાથે ઘર્ષણના દ્દશ્યો સર્જાયા હતા. તો સુરતમાં અલ્પેશ કથિરીયાને કોઇએ મિટિંગ કરવા માટે ફાર્મ ના આપતા રસ્તા પર મિટિંગ કરવી પડી છે. આ તકે કથિરીયાએ કહ્યું કે પાટીદાર દીકરીના ન્યાય માટે દરેકે પાર્ટી બાજુમાં મૂકી જોડાવું જોઇએ.

જાણો સમગ્ર ઘટનાક્રમ ?
કૌશિક વેકરીયા સામે આક્ષેપ કરતો પત્ર વાયરલ થયો હતો. જેમાં કૌશિક વેકરીયા પોલીસ પાસેથી 40 લાખનો હપ્તો લેતા હોવાનો પત્રમાં આરોપ હતો. કોંગ્રેસના નેતાઓને મહત્વ આપતા હોવાનો પણ ઉલ્લેખ હતો. ત્યારે અમરેલી તાલુકા પંચાયતના પ્રમુખના નામે પત્ર વાયરલ થયો હતો. પત્ર પોતે ન લખ્યો હોવાનો અમરેલી તાલુકા પંચાયતના પ્રમુખે ખુલાસો કર્યા બાદ કિશોર કાનપરીયાએ ખુલાસા પછી પોલીસે તપાસ હાથ ધરી હતી. જેમાં યુવતી અને ભાજપ નેતા સહિત પોલીસે 4ની ધરપકડ કરવામાં આવી હતી.

ભાજપ નેતા મયુર વઘાસીયા મુખ્ય આરોપી હતો. ત્યારે યુવતીની અડધી રાત્રે ધરપકડ કરાઈ હતી. જેમાં ટાઈપિંગનું કામ કરતી યુવતીએ માત્ર પત્ર ટાઈપ કર્યો હતો. કામના ભાગરૂપે ટાયપિંગ કરનાર યુવતીને પોલીસે આરોપી બનાવીને રિકન્સ્ટ્રક્શનના નામે યુવતી સહિત ચારેય આરોપીનું સરઘસ કાઢ્યું હતું. આ ઘટનામાં યુવતીનું સરઘસ નીકળતા કોંગ્રેસ નેતાઓએ વિરોધ ઉઠાવ્યો હતો. પૂર્વ ધારાસભ્ય પ્રતાપ દૂધાતે મુખ્યમંત્રીને પત્ર લખ્યો હતો. જેમાં રિકન્સ્ટ્રકશનના નામે દીકરીના સરઘસને અયોગ્ય ગણાવ્યું છે.