કોરોનાકાળમાં અનેક લોકોને પોતાની નોકરી ગુમાવવાનો વારો આવ્યો છે. જેને કારણે અનેક લોકોને આર્થિક સંકડામણનો સામનો કરવો પડી રહ્યો છે ત્યારે હાલમાં એક એવી જાણકારી સામે આવી રહી છે કે, જેનાથી તમને આર્થિક રીતે ખુબ મદદ મળશે. અત્યાર સુધીમાં તો માત્ર 2 મિનિટમાં મેગી બનવાનો દાવો કરવામાં આવતો હતો.
હવે ડિઝિટલ ઇન્ડિયાના સમયગાળામાં માત્ર 2 મિનિટમાં કુલ 2 લાખ રૂપિયા સુધીની લૉન પણ મેળવી શકો છો. અહીં નોંધનીય છે કે, દેશની અગ્રણી ડિઝિટલ પેમેન્ટ સર્વિસ પ્લેટફૉર્મ paytm દ્વારા ઇન્સ્ટેંટ પર્સનલ લૉન સર્વિસની શરૂઆત કરવામાં આવી છે. આ સર્વિસ સંપૂર્ણ વર્ષ દરમિયાન ઉપલબ્ધ રહેશે એટલે કે, વર્ષના 365 દિવસ 2 લાખ રૂપિયા સુધીની લોન લઈ શકો છો.
માત્ર 18થી 36 મહિનાની EMI ચુકવવાની રહેશે :
આ સર્વિસ દ્વારા યૂઝર્સને માત્ર 2 મિનિટમાં લૉન મળી જશે. આ સર્વિસથી 2 લાખ રૂપિયા સુધીની ઇન્સટેંટ લૉન મળી શકે છે. આ લૉન ક્રેડિટ સ્કોર તથા શૉપિંગના પેટર્ન આધાર પર મળશે. PAYTM નાં મત મુજબ ગ્રાહક લૉનની રકમને 18થી 36 મહિનાની EMIમાં ચુકવી શકે છે.
ગ્રાહકોને માત્ર 2 મિનિટમાં લૉન આપવા માટે PAYTM કંપનીએ NBFC સાથે કરાર કર્યો છે. કંપનીનું જણાવવું છે કે, આનાથી નોકરી કરતા, નાના વ્યવસાયના માલિકો તેમજ પ્રોફેશનલ્સને આસાનીથી લૉન મળી રહેશે.
કઈ રીતે લઈ શકશો લૉન?
આ લૉન NBFC તેમજ બેંક દ્વારા આપવામાં આવશે. આ પગલું ગ્રાહકોને ઔપચારિક નાણાકીય બજારની પહોંચમાં ‘નવી ક્રેડિટ’ લાવશે. આની સાથે જ શહેરો અને કસબાઓના વ્યક્તિઓને પણ સશક્ત બનાવશે કે, જેમની પાસે પરંપરાગત બેન્કિંગ સંસ્થાઓ સુધીની પહોંચ નથી.
જે લોકો તરત શૉર્ટ ટર્મ લૉન ઇચ્છે છે, આ તેમની તાત્કાલિક જરૂરિયાતોને પૂર્ણ કરશે. ઇચ્છુક ગ્રાહક Paytm એપ્લીકેશનનાં ફાઇનાન્શિયલ સર્વિસ સેક્શનમાં જઇને પર્સનલ લોન ટેબ પર ક્લિક કરીને આગળની પ્રક્રિયા પૂર્ણ કરી શકે છે.
ઇમરજન્સીમાં જરૂરિયાતોને પૂર્ણ કરવા માટે આ સુવિધાનો લાભ ઊઠાવી શકાય છે :
અહીં નોંધનીય છે કે, બીટા ફેઝ વખતે કંપનીએ કુલ 400 સિલેક્ટેડ ગ્રાહકોને લોન આપવામાં આવી છે. પેટીએમ લેન્ડિંગના CEO ભાવેશ ગુપ્તાનું જણાવવું છે કે, પોતાની જરૂરિયાતોને પૂરી કરવા માટે આ સુવિધાનો લાભ ઊઠાવી શકાય છે. હવે આ નવી પહેલથી લોકો તરત જ ઇન્સ્ટેંટ લૉન લઈ શકશે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ: https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle