હાથ વગરના બાળકે મોમાં પેન્સિલ પકડીને બનાવ્યું સોનું સુદનું ચિત્ર, જુઓ વિડીયો

કોરોનાકાળમાં ઘણાં લોકોને પોતાની નોકરી ગુમાવવાનો તો કેટલાંક લોકોને આપઘાત કરવાનો વારો આવ્યો છે ત્યારે આવા કપરાં સમયમાં અનેક જરૂરિયાતમંદ લોકોની મદદ કરવાં માટે પ્રખ્યાત…

કોરોનાકાળમાં ઘણાં લોકોને પોતાની નોકરી ગુમાવવાનો તો કેટલાંક લોકોને આપઘાત કરવાનો વારો આવ્યો છે ત્યારે આવા કપરાં સમયમાં અનેક જરૂરિયાતમંદ લોકોની મદદ કરવાં માટે પ્રખ્યાત અભિનેતા સોનુ સુદ મસીહા બનીને સામે આવ્યો છે. આની સાથે જ સોશિયલ મીડિયા પર ખુબ એક્ટિવ રહે છે.

લોકોની મદદ કરવાં માટે સતત આગળ રહેતો હોય છે તથા લોકો પણ તેની પ્રશંસા કરતાં થાકતા નથી તેમજ પોતાનાં અંદાજમાં ભાવનાઓ વ્યક્ત કરતાં હોય છે. આવા સમયમાં સોશિયલ મીડિયા પર સોનૂ સૂદ દ્વારા એક વીડિયો શેર કરવામાં આવ્યો છે કે, જેને જોયા પછી તે ભાવૂક થઇ ગયો છે.

આ વીડિયોમાં એક દિવ્યાંગ બાળક પોતાના મોંથી પેઇન્ટ બ્રશ પકડીને સોનૂ સૂદનું ચિત્ર બનાવી રહ્યો છે. સોનૂ સૂદ દ્વારા તેનાં ઇન્સ્ટાગ્રામ પેજ પર એક વીડિયો શેર કરવામાં આવ્યો છે. બાળકોની ધગશ જોયા પછી તેની ભાવનાઓ વ્યક્ત કરી રહ્યો છે. વીડિયો શેર કરતાં જણાવે છે કે, હૃદય સ્પર્શી, આપની સાથે  ખુબ ઝડપથી જ મુલાકાત થશે પ્રેમાળ બાળક.

સોનૂ સૂદનો આ અંદાજ તેનાં ફેન્સને ખુબ પસંદ આવી રહ્યો છે. સોનૂની આ પોસ્ટ ખુબ ઝડપથી વાયરલ થઇ રહી છે. કમેન્ટ બોક્સમાં ફેન્સ જ્યાં આ બાળકોની વખાણ કરી રહ્યાં છે તો સોનૂ સૂદનાં પણ એટલાં જ વખાણ થઇ રહ્યાં છે. જેમાં આ માસૂમે એક અકસ્માતમાં તેનાં બંને હાથ-પગ ગુમાવી દીધા હતાં.

9 વર્ષીય નાના બાળકનું નામ મધુ કુમાર છે. મધુ તેલંગાણામાં આવેલ મેડલ જિલ્લાનો રહેવાસી છે. તેની કહાની સૌનાં હૃદયસ્પર્શી છે. હાથ અને પગ બંને ગુમાવવા છતા મધુ મોંથી પેઇન્ટ બ્રશનો ઉપયોગ કરીને તેનાંથી શાનદાર ચિત્ર દોરે છે. જે ખુબ પ્રશંસનીય છે.

 

View this post on Instagram

 

A post shared by Sonu Sood (@sonu_sood)

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ:  https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *