PBKSના કરોડો રૂપિયા પાણીમાં; પંજાબના આ ખેલાડીએ 7 મેચમાં કર્યા માત્ર 48 રન…

IPL 2025 PBKS: ઈન્ડિયન પ્રીમિયર લીગમાં શનિવારે કોલકાતા નાઈટ રાઈડર્સ અને પંજાબ કિંગ્સ વચ્ચે રમાયેલી મેચ વરસાદને કારણે ધોવાઈ ગઈ હતી. બંને ટીમોને (IPL 2025 PBKS) એક-એક પોઈન્ટ મળ્યો હતો. પરંતુ આ મેચમાં ગ્લેન મેક્સવેલ ફરી ફ્લોપ રહ્યો હતો.

KKR સામે પણ ફ્લોપ
મેક્સવેલે KKR સામે આ વખતે બેટથી ફક્ત 7 રન બનાવ્યા અને વરુણ ચક્રવર્તીએ તેને ક્લિનબોલ્ડ કરી દીધો. આ વખતે પણ આઈપીએલ દરમિયાન મેક્સવેલનું બેટ શાંત રહ્યું છે. ઉલ્લેખનીય છે કે આઈપીએલની હરાજીમાં આ વખતે પંજાબે તેને 4.2 કરોડ રૂપિયાની મોટી રકમ આપી હતી. જેથી ટીમને તેની બેટિંગ અને બોલિંગના ઓલરાઉન્ડર પરફોર્મન્સનો ફાયદો મળી શકે. પરંતુ મેક્સવેલ બેટ અને બોલ બંનેથી બિનઅસરકારક રહ્યો. આ વખતે મેક્સવેલનું પરફોર્મન્સ સતત કંગાળ રહ્યું છે. મેક્સવેલ ખાસ કરીને સ્પિનરો સામે ખરાબ રીતે નિષ્ફળ રહ્યો છે. બેટિંગની વાત કરીએ તો તેણે અત્યાર સુધી 0, 30, 1, 3, 7, 7 રનની ઇનિંગો જ રમી છે.

વરુણ ચક્રવર્તી સામે સતત ફ્લોપ
આ સિઝનમાં મેક્સવેલ માટે સૌથી મોટી ચિંતાનો વિષય સ્પિનરો રહ્યા છે. ખાસ કરીને વરુણ ચક્રવર્તીની સામે તે ખરાબ રીતે નિષ્ફળ જાય છે. IPLમાં વરુણે 8 મેચમાં મેક્સવેલને 5 વખત બોલ્ડ કર્યો છે. આ દરમિયાન મેક્સવેલે 33 બોલનો સામનો કર્યો હતો. તે આ વખતે આઈપીએલમાં ફક્ત 48 જ રન કરી શક્યો છે.

પંજાબ કિંગ્સનું શાનદાર પ્રદર્શન
બીજી તરફ, પંજાબ કિંગ્સની ટીમ હાલમાં 9 મેચમાં 5 જીત સાથે સારું પ્રદર્શન કરી રહી છે. આ વખતે પણ તેમના બેટ્સમેનોએ સારો સ્કોર બનાવ્યો. PBKS પાસે હાલમાં 9 પોઈન્ટ છે અને ટીમ પોઈન્ટ ટેબલમાં ટોપ-4 માં રહે છે. જો બાકીની મેચોમાં ગ્લેન મેક્સવેલનું ફોર્મ સુધરશે તો પંજાબ કિંગ્સ માટે ટોપ-4માં પોતાનું સ્થાન સુરક્ષિત કરવું મહત્વપૂર્ણ રહેશે. કારણ કે હવે પ્લેઓફ માટેની દોડ પહેલા કરતાં વધુ ઝડપી અને કઠિન બનશે.

પ્રથમ બેટિંગ કરતા, પંજાબ કિંગ્સે સારી શરૂઆત કરી, જેમાં પ્રિયાંશે 35 બોલમાં 69 રન બનાવ્યા. પ્રિયાંશે આ સિઝનની શરૂઆતમાં ચોથી સંયુક્ત સૌથી ઝડપી IPL સદી ફટકારી હતી. પ્રભસિમરને 49 બોલમાં 83 રન બનાવ્યા. ૧૨મી ઓવર સુધી KKRના બોલરો નિષ્ફળ રહ્યા. વૈભવ અરોરા (2/34), વરુણ ચક્રવર્તી (1/39) અને આન્દ્રે રસેલે (1/27) વિકેટ લીધી હતી.