લોકોની માવા-ફાકી ની તલપ દુર કરવા એવી જગ્યાએ છુપાવીને વેચવા નીકળ્યો ગલ્લાવાળો પણ ભારે પડ્યું- જાણો

કોરોનાવાઇરસને લઇને દેશભરમાં 21 દિવસનું લોકડાઉન છે, ત્યારે સરકાર દ્વારા આવશ્યક ચીજવસ્તુ માટે સરકાર દ્વારા છૂટછાટ આપવામાં આવી છે. કેટલાક લોકો આ છૂટછાટનો દૂરુપયોગ કરતા પકડાયા છે. ગતરોજ દૂધના કેનમાં 135 માવા વેચવા નીકળેલા વ્યક્તિની પોલીસે ઝડપી પાડીને તેની ગાડીની તપાસ કરતા તેના દૂધના કેનમાંથી માવા મળી આવતા પોલીસે આ યુવાન વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરીને તેની ધરપકડ કરી હતી.

કોરોના વાઇરસને લઇને સરકર દ્વારા 21 દિવસ નું લોકડાઉન આપવામાં આવ્યું છે ત્યારે વ્યસનીઓ પોતાની તલપ વગર રહી શકતા નથી. ત્યારે આવા સમયે આવા લોકો મોઢે માગ્યા રૂપિયા આપીને  વ્યસન કરતા હોય છે. ત્યારે આવી તક વેપારી પણ ઝડપી લેતા હોય છે, ત્યારે આવા લોકોને દુકાન આવશ્યક ચીજવસ્તુમાં નહિ આવતી હોવાથી બંધ રાખવામાં આવી છે.

વ્યસનીઓ પોતાની જરૂર પુરી કરવા વેપારીને કહે છે અને વેપારી તમામ વસ્તુ તેમની સુધી પહોંચાડતા હોય છે. ત્યારે સરકાર દ્વારા આ સમયે આવશ્યક ચીજવસ્તુ ની છૂટછટો આપી છે ત્યારે આ તકનો લાભ ઉઠાવીને લોકો વ્યસનની વસ્તુની હેરા ફેરી કરતા મળી આવ્યા છે.

આ દરમિયાન સુરત શહેરના કાપોદ્રા પોલીસ મથક વિસ્તારમાંથી એક શખ્સ દૂઘનું કેન મોટર સાયકલ પર બાંધીને પસાર થઈ રહ્યો હતો. આ શખ્સે તેનું દૂધનું કેન વ્યવસ્થિત રીતે બાંધ્યુ નહોતું. તે વ્યક્તિએ માસ્ક પણ પહેર્યુ નહોતું તેથી પોલીસને શંકા ગઈ હતી. પોલીસે આ શખ્સને રોકીને દૂધના કેનની તલાશી લેતા પોલીસ પણ ચોકી ગઈ હતી. દૂધના કેનમાંથી મોટી સંખ્યામાં કાચી-135ના માવા મળી આવ્યા હતા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.

https://play.google.com/store/apps/details?id=com.trishul.news

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *