P.P.Savani Manali Tour: 16 વર્ષથી પિતા વિહોણી દીકરીઓની જવાબદારી ઉપાડતું પી.પી.સવાની ગ્રુપ દ્વારા હાલ તા.14 અને 15 ડીસેમ્બર 2024ના રોજ ધામધૂમથી 111 વ્હાલી દીકરીઓને (P.P.Savani Manali Tour) પરણાવી સાસરે વળાવતો ભવ્ય લગ્ન પ્રસંગ “પિયરીયું” યોજવામાં આવ્યો હતો.
જે અંતર્ગત તા. 10/01/2025 ના રોજ દીકરી-જમાઈઓને મનાલી પ્રવાસે રવાના કરવામાં આવ્યા અને બીજું ગ્રુપ તા 18/01/2025 ના રોજ મનાલી પ્રવાસે જશે.
આજ રોજ સવારે 12:30 કલાકે મિતુલ ફાર્મ, વરાછા દીકરી-જમાઈઓ એક સાથે એકત્ર કરી મહેશભાઈ સવાણી દ્વારા પ્રવાસ દરમિયાનનું સીડ્યુલ તેમજ આયોજનની સમજુતી આપવામાં આવી હતી ત્યાર બાદ તમામ દીકરી-કુમારો હળવો નાસ્તો કરાવાવમાં આવ્યો હતો.
એક સરખા ટીશર્ટ પહેરી બપોરે 3:30 કલાકે રેલ્વે સ્ટેશન બસ દ્વારા પહોચાડવામાં આવ્યા અને ત્યાંથી પશ્ચિમ એક્ષપ્રેસમાં બેસાડીને દીકરી-જમાઈઓને ખુશ-ખુશાલ ૧૨ દિવસ મનાલી ફરવા માટે રવાના કરવામાં આવ્યા હતા. અને મનાલીમાં રહેવા (હોટલ) જમવા તેમજ ફરવા માટે વોલ્વો બસ જેવી દરેક વ્યવસ્થા અગાઉથી કરવામાં આવી છે.
- ગુગલ ન્યુઝમાં Trishul News Gujarati ની અપડેટ મેળવવા ક્લિક કરો: Trishul News Gujarati
- નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
- વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.
- યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરીને જોતા રહો વિડીયો ન્યુઝ: Trishul News YouTube
- એન્ડ્રોઇડ એપ ડાઉનલોડ કરો: Trishul News Gujarati Android App આઈફોન માટે એપ ડાઉનલોડ કરો:
- Trishul News Gujarati iPhone App