અફઘાનિસ્તાનમાં તાલીબાનોએ પોતાનો સંપૂર્ણ કબજો કરી લીધો છે જે બાદ અફગાનિસ્તાનમાં ખુબ જ ખરાબ પરિસ્થિતિ સર્જાઈ છે. ખાસ કરીને અફગાનિસ્તાનના એરપોર્ટ પર લોકોની ખુબ જ ભીડ જોવા મળી રહી છે. ભીડને કાબુમાં લેવા માટે અમેરિકી સૈનિકો દ્વારા ફાયરીંગ પણ કરવામાં આવ્યું હતું. એટલી ગંભીર પરિસ્થિતિ પેદા થઇ છે કે, એરપોર્ટ પર કોઈ વીઝા પણ ચેક નથી કરી રહ્યું.
બીજી બાજુ તાલીબાને એવું કહ્યું છે કે, લોકો 17 ઓગસ્ટ સવારના 8 વાગ્યા સુધી પોતાના ઘરમાં જ રહે. કાબુલ એરપોર્ટ પરથી તમામ કોમર્શિયલ ફ્લાઈટ પણ બંધ કરી દેવામા આવી છે. તેમ છતા પણ લોકો દેશ છોડીને ભાગી રહ્યા છે બેંકોમાંથી રૂપિયા ઉપાડીને ચારેય બાજુ દોડી રહ્યા છે જેને લીધે ચારેય બાજુ અફરાતફરીનો માહોલ સર્જાયો છે. ઘણા લોકો તેમના વીઝા બનાવવા માટે તેમના દેશના દૂતાવાસ પર ચક્કર લગાવી રહ્યા છે.
આ પ્રકારની ખરાબ પરિસ્થિતીને જોતા અમેરિકા, બ્રિટેન અને ફ્રાંન્સ જેવા મોટા દેશો પણ ખુબ જ હેરાન પરેશાન થઇ રહ્યા રહ્યા છે. અફઘાનિસ્તાન તેમના નાગરીકોને અફઘાનિસ્તાનથી બહાર નિકાળવા માટે સ્પેશિયલ ફ્લાઈટની સેવા આપી રહ્યા છે. ભારતે પણ ગત રવિવારે એટલે કે ગઈ કાલે જ અફઘાનિસ્તાનમાંથી આપણા નાગરિકોને બહાર કાઢ્યા હતા.
Another Saigon moment: chaotic scenes at Kabul International Airport. No security. None. pic.twitter.com/6BuXqBTHWk
— Saad Mohseni (@saadmohseni) August 15, 2021
અફઘાનિસ્તાનના કાબુલમાં તાલિબાનેએ કબજો કરી લીધો છે. રાષ્ટ્રપતિ અશરફ ગની અને ઉપરાષ્ટ્રપતિ અમીરુલ્લાહ સાલેહ સહીત અન્ય કેટલાય નેતાઓ પોતાના નજીકના સાથીઓ સાથે દેશ છોડીને ચાલ્યા ગયા છે. ત્યારબાદ તાલિબાનોએ રાષ્ટ્રપતિ ભવન પર કબજો કરી લીધો હતો. આ પરિસ્થિતિના મોડી રાત્રે અનેક વીડિયો પણ સામે આવ્યા છે. તાલિબાનીઓ કાબુલના માર્ગો પર નજરે પડ્યા હતા. તાલિબાન નેતા મુલ્લા બરાદરે તમામ લોકોની સુરક્ષાની બાંહેધરી આપી છે અને બરાદરે કહ્યું કે, થોડા દિવસમાં બધુ નિયંત્રણમાં લઈ લેવામાં આવશે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.