અહિયાં માત્ર 87 રૂપિયામાં મળે છે ઘરનું ઘર- લોકો બિસ્તરા પોટલા બાંધી થયા રવાના

રોમ: વિશ્વના ઘણા શહેરોમાં સતત વધતી જતી વસ્તીને કારણે જીવન જીવવું ખૂબ મોંઘુ થઈ ગયું છે અને લોકોને રહેવા માટે હજારો રૂપિયા ખર્ચવા પડે છે. જો કે, આ દરમિયાન, ઇટાલીમાં એક ગામ છે, જ્યાં એક ઘર માત્ર 1 યુરો એટલે કે લગભગ 87 રૂપિયામાં મળે છે. આ સાથે, મૈન્ઝા શહેર હવે રોમના લેટિયમ ક્ષેત્રનું પહેલું શહેર બની ગયું છે જેણે એક યુરોમાં ઘર વેચવાનું શરૂ કર્યું છે.

ઇટાલીમાં ચાલતા આ પ્રોજેક્ટનું લાંબા ગાળાનું લક્ષ્ય ગામડાઓનું પુનર્વસન અને દેશના દૂરના વિસ્તારોમાં પ્રવાસન આકર્ષવાનું છે. આગામી સમયમાં મેઈન્ઝા શહેરમાં ડઝનબંધ મકાનો વેચાણ માટે મૂકવામાં આવશે. મકાનોના વેચાણ માટેની અરજીઓ 28 ઓગસ્ટના રોજ બંધ થશે અને ઘરો ખરીદદારોને ટૂંક સમયમાં ઉપલબ્ધ કરાવાશે.

મોટાભાગના લોકો ઇટાલીની રાજધાની રોમની ઝગઝગાટની આસપાસ ઘર ઇચ્છતા હતા, આ તેમના માટે સારો વિકલ્પ છે. યોજનાની વેબસાઈટ અનુસાર, માત્ર 87 રૂપિયામાં વેચાઈ રહેલા આ મકાનો રોમથી લગભગ 70 કિમી દક્ષિણ-પૂર્વમાં સ્થિત છે. જો કે, આ ઘરોના ખરીદદારોએ કેટલીક શરતો સ્વીકારવી પડશે અને તેઓએ મકાનોનું નવીનીકરણ કરવું પડશે અને ત્યાં જ રહેવું પડશે. તેઓએ ત્રણ વર્ષમાં આ કરવાનું છે. આ માટે તેમને 5000 યુરો એટલે કે લગભગ 4.35 લાખ રૂપિયા ડિપોઝિટ ગેરંટી તરીકે ચૂકવવા પડશે, જે રિનોવેશનનું કામ પૂર્ણ થયા બાદ પરત કરવામાં આવશે.

મેઈન્ઝાના મેયર ક્લાઉડિયો સ્પાર્ડુટ્ટીએ જણાવ્યું હતું કે, અમે આ યોજના ગામડાઓને પુનર્જીવિત કરવાના હેતુથી શરૂ કરી છે. આપણે હાલના માલિકો અને મકાનોના સંભવિત ખરીદદારોનો સંપર્ક કરીને આ યોજના પૂર્ણ કરવી પડશે. અમે તેને અમારી વેબસાઇટ પર ચોક્કસ જાહેર સૂચના દ્વારા મૂકી છે, જેથી આ બધું ખૂબ પારદર્શક રીતે થઈ શકે. તેમણે કહ્યું છે કે, કોઈપણ વ્યક્તિ યોજનાની વેબસાઈટ પર જઈને આ યોજના માટે અરજી કરી શકે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *