અનૈતિક સંબંધોની આશંકાને લીધે પરિવારનો માળો વિખેરાયો: બે બાળક સહિત 5 લોકોની થઈ નિર્મમ હત્યા

સામુહિક આપઘાત તથા હત્યાના બનાવોમાં સતત વધારો થતો જઈ રહ્યો છે. નજીવી બાબતમાં અથવા તો અન્ય કોઈ કારણસર લોકો કોઈપણ વ્યક્તિની હત્યા કરી નાંખતા હોય છે. દિલ્હીની પાસે આવેલ ગુરુગ્રામમાં મકાન માલિકે પોતાની પુત્રવધૂ તથા ભાડુઆતની વચ્ચે અનૈતિક સંબંધોની આશંકા થઈ હતી.

જેને કારણે 5 લોકોની નિર્દયી રીતે હત્યા કરી દેવામાં આવી છે. મૃત પામેલ લોકોમાં 2 મહિલાઓ, 2 બાળકો તેમજ એક પુરુષનો સમાવેશ થાય છે. એવું જાણવા મળી રહ્યુ છે કે, ઘટના બાદ મકાન માલિક જાતે જ પોલીસ મથકમાં પહોંચીને આત્મસમર્પણ કરી દીધું છે.

આ ઘટના ગુરુગ્રામમાં આવેલ રાજેન્દ્ર પાર્ક થાણાની છે. મંગળવારે સવારમાં પોલીસ મથકમાં પહોંચેલ એક વ્યક્તિએ પોલીસને કહ્યું હતું કે, તેણે 5 લોકોની હત્યા કરી છે. પોલીસને આ વાત જાણીને આશ્વર્ય થયું હતું તેમજ તાત્કાલિક ઘટનાસ્થળ પર જઈને જોવામાં આવ્યું તો હકીકતમાં વ્યક્તિએ પોતાની પુત્રવધુ, ભાડુઆત, ભાડુઆતની પત્ની તેમજ 2 બાળકોની હત્યા કરી નાંખી હતી.

ત્યારબાદ પોલીસ દ્વારા વ્યક્તિની ધરપકડ કરવામાં આવી છે. પોલીસ દ્વારા હાલમાં આ મામલાની તપાસમાં લાગી ગઈ છે. પોલીસના જણાવ્યા પ્રમાણે આરોપી જણાવે છે કે, તેમને આશંકા હતી કે, તેની પુત્રવધૂ તથા ભાડુઆતની વચ્ચે અનૈતિક સંબંધ હતા.

જેને કારણે ગુસ્સાના લીધે તેણે આ ઘટનાને અંજામ આપ્યો હતો. પોલીસ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે, આ વ્યક્તિએ જે પ્રમાણે નિવેદન આપ્યુ છે તેની તપાસ કરવામાં આવશે તેમજ આગળ કાર્યવાહી હાથ ધરવામાં આવશે. આમ, આ સંપૂર્ણ ઘટનાને અંજામ આપ્યો હતો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *