ભગવાનના નામે લોકોને કાયમ છેતરવામાં આવતા હોય છે, એવા તમામ સાચા-ખોટા કિસ્સાઓ તમે સાંભળ્યા હશે. પરંતુ રાજસ્થાનના ધોલપુર જિલ્લામાં આવો જ એક હેરાન કરી દેનાર કિસ્સો સામે આવ્યો છે. જેને સાંભળીને તમે ચોંકી જશો. અહીંયા ભગવાનના નામે રેશનકાર્ડ બનાવી ગરીબ મજૂરોનું રેશન લુંટવામાં આવી રહ્યું છે.
રાજસ્થાનના ધોલપુર જિલ્લામાં ભગવાનના નામ ઉપર રેશનકાર્ડ બનાવેલા છે. છેલ્લા ત્રણ ચાર વર્ષોથી ભગવાનના નામે બનેલા ખોટા રેશનકાર્ડથી રેશન પણ લેવામાં આવી રહ્યું છે. આ મામલો ધોલપુર જિલ્લાના મરહોલી ગામનો છે. જ્યાં એક ઠાકોરજી નું મંદિર છે. મંદિરમાં ભગવાન શાલીગ્રામ, રામ, લક્ષ્મણ, સીતા, મહાદેવ અને પૂજારીના નામે રેશનકાર્ડ બનેલા છે.
જ્યારે ગામવાળા રેશન લેવા માટે પહોંચ્યા તો ડીલરે બાયોમેટ્રિક પર અંગૂઠો લગાવ્યો. પછી કહ્યું કે તમારા અંગૂઠા નથી મળી રહ્યા. એટલા માટે તમને રેશન નહીં મળે. ત્યારબાદ કેટલા ગ્રામીણો ઈ મિત્ર સેન્ટર પહોંચ્યા.જ્યાં તેમણે પોતાના રાશન કાર્ડની તપાસ કરાવી એ દરમિયાન તેમને ખબર પડી કે કઈ રીતે ભગવાનના નામે રેશનકાર્ડ બનાવવામાં આવ્યા છે.
ત્યાર બાદ ગ્રામજનોએ ઈ મિત્ર સેન્ટર પાસે મંદિરવાળા રેશન કાર્ડની કૉપી લીધી. ત્યારબાદ તેઓ જિલ્લા કાર્યાલય પર ગયા. ત્યાં તેમણે ફરિયાદ કરી. ભગવાનના નામના રેશનકાર્ડ જોઈ જિલ્લા અધિકારીઓ પણ ચોંકી ગયા.તેમણે તાત્કાલિક તેના પર તપાસ બેસાડી બે દિવસમાં ક્ષેત્રિય નિરીક્ષક પાસેથી તપાસનો રિપોર્ટ રજૂ કરવાનો આદેશ આપ્યો. જિલ્લા અધિકારીનું કહેવું છે કે આ મામલે જે કોઈ પણ દોષી હશે તેને છોડવામાં નહીં આવે.
ગ્રામીણોએ આરોપ લગાવ્યો છે કે ડીલર નીનુઆં રામ, શિલાદેવી, લોકેશ અને રમાકાંત શર્માએ પ્રશાસનના કર્મચારીઓ સાથે સાંઠગાંઠ કરી ઠાકોરજીના નામથી જ રેશન કાર્ડ બનાવ્યા છે. ત્યારબાદ બીજા ડીલરો પણ આ ગોરખધંધા માં પડી ગયા.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.
https://play.google.com/store/apps/details?id=com.trishul.news