પ્રવાસી મજૂરો(Migrant Workers)ને તેમના ઘરે લઈ જવા માટે, મજૂરો માટે શ્રમિક એક્સપ્રેસ ચાલુ કરવામાં આવી છે, તો ઘણા પ્રવાસી મજૂરો રસ્તે પગપાળા ઘરે જવાનો પ્રયાસ કરી રહ્યા છે. પરંતુ મજૂરોની દુર્દશાનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે, જેમાં કેટલાક લોકો બિહારના કટિહાર સ્ટેશન પર બિસ્કીટ માટે લડતા નજરે પડે છે. આ વીડિયોને બોલીવુડ ડાયરેક્ટર ઓનીરે(Onir) દ્વારા શેર કરવામાં આવ્યો છે અને ઓનિર (બોલીવુડ ડિરેક્ટર)એ સરકાર પર કટાક્ષ કર્યો છે.
“Aatma Nirbhar Bharat” ??? https://t.co/VX2GOVrdXJ
— Onir (@IamOnir) May 14, 2020
બિહારના કટિહાર રેલ્વે સ્ટેશનનો આ વીડિયો બોલિવૂડ ડિરેક્ટર ઓનીર એ શેર કર્યો છે. ઓનિરે આ વીડિયો શેર કરતા લખ્યું છે કે, ‘આત્મનિર્ભર ભારત.’ આ વિડિઓ પર ઘણી પ્રતિક્રિયાઓ છે, અને આ જોઈને, ગ્રાઉન્ડ લેવલે શું સ્થિતિ છે તે પણ દેખાડવામાં આવી છે.
ગુરુવાર સુધી ભારતમાં સંક્રમીતો કોવિડ-19 પોઝીટીવની કુલ સંખ્યા 78,003 પર પહોંચી ગઈ છે. આરોગ્ય મંત્રાલયે(Health Ministry) જાહેર કરેલા આંકડા મુજબ, દેશમાં કોરોનાવાયરસને કારણે અત્યાર સુધી 2549 લોકોનાં મોત નીપજ્યાં છે જ્યારે સંક્રમીતો લોકોની સંખ્યા 78,003 પર પહોંચી ગઈ છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.
https://play.google.com/store/apps/details?id=com.trishul.news