ડાઉનલોડ કરો અમારી એન્ડ્રોઇડ એપ અને જોડાયેલા રહો દરેક સમાચાર સાથે

વીડિયો મેકિંગ એપ ‘Mitron’ને ભારતીય સમજવાની ભૂલ ન કરી બેસતા, ‘મેડ ઈન પાકિસ્તાન’ છે આ એપ

ચાઈનીઝ શોર્ટ વીડિયો મેકિંગ એપ ટિકટોકનો છેલ્લાં ઘણા સમયથી ભારતીયો દ્વારા વિરોધ થઇ રહ્યો છે. તેને લીધે મેડ ઈન ઈન્ડિયા સ્વદેશી એપ ગણાતી એપ ‘Mitron’ આકર્ષણનું કેન્દ્ર બની છે. એપને પ્લે સ્ટોર પર 50 લાખથી વધારે વખત ડાઉનલોડ કરવામાં આવી છે. મેડ ઈન ઈન્ડિયા હોવાથી અને વડાપ્રધાન મોદીના ફેવરેટ કહી શકાય તેવો શબ્દ ‘મિત્રો’ નામ હોવાથી આ એપની લોકપ્રિયતા વધી છે. પરંતુ એક રિપોર્ટ અનુસાર આ એપ પાકિસ્તાનની એપ ‘ટિકટિક’નું રિબ્રાન્ડેડ વર્ઝન છે. પાકિસ્તાનમાં Qboxus નામની કંપનીના CEO ઈરફાન શેખે આ એપ બનાવી છે.

અત્યાર સુધીના અહેવાલો મુજબ જાણવા મળ્યું હતું કે, ‘Mitron’  એપ IIT રુરકીના વિદ્યાર્થી શિવાંક અગ્રવાલે ડેવલપ કરી છે. પરંતુ લેટેસ્ટ મીડિયા રિપોર્ટ્ અનુસાર, એપ મૂળ પાકિસ્તાનની છે.પાકિસ્તાની શોર્ટ વીડિયો શેરિંગ એપ ટિકટિકના સોર્સ કોડને માત્ર $34 (આશરે 2500 રૂપિયામાં) ઈરફાન દ્વારા વેચી દેવામાં આવ્યો છે.

‘ટિકટિક’ અને ‘મિત્રો’ના સોર્સ કોડ મળતા આવે છે. તેથી શિવાંક અગ્રવાલે માત્ર એપને રિબ્રાન્ડ કરી છે તેમ કહી શકાય પરંતુ એપને ડેવલપ કરી નથી. પાકિસ્તાની કંપની Qboxus દ્વારા Canyon સાઈટ પર ટિકટિકના સોર્સ કોડને સેલ માટે ખુલ્લા મૂકવામાં આવ્યા હતા.

જોકે આ એપની ઓનરશિપ અને પ્રાઈવસી પોલિસી હજું સુધી ક્લિઅર નથી. એપ પર સાઈન અપ કરી રહેલાં યુઝર્સને કોઈ જાણ જ નથી કે તેમનાં ડેટા સાથે શું થવાનું છે. પ્લે સ્ટોર પર આ એપના રિવ્યૂમાં કેટલાક યુઝરે એપમાં બગ અર્થાત ખામી હોવાની પણ વાત જણાવી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.

https://play.google.com/store/apps/details?id=com.trishul.news

અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો.

આ પોસ્ટ માટે તમારું મંતવ્ય અહી લખો: