ફરીથી લોકડાઉનની વાત સાંભળતા જ પાન-મસાલાની દુકાનો પર માવાપ્રેમીઓની ભીડ ઉમટી- સર્જાયા આવા દ્રશ્યો

કોરોના વાયરસના કહેરને રોકવા માટે સમગ્ર દેશભરમાં લાગેલા 25 માર્ચથી લોકડાઉનમાં સરકાર હવે ધીમે ધીમે છૂટ આપી રહી છે. ત્યારે હવે આ તમામની વચ્ચે સોશિયલ મીડિયા પર એક મેસેજ વાયરલ થઈ રહ્યો છે.જેમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે, 15 જૂનથી ફરી એક વાર દેશમાં સંપૂર્ણ લોકડાઉન લાગૂ થશે. તેવી અફવાઓ ફેલાવામાં આવી રહી છે.

હાલ સમગ્ર ગુજરાતમાં કોરોનાનાં કેસો વધતાં ફરીથી સરકાર લોકડાઉન અમલમાં લાવશે તેવી અફવા સોશિયલ મીડિયામાં વાઈરલ થઈ રહી છે. જોકે, વોટ્સએપ પર વાઈરલ થતાં આવાં મેસેજોને લોકો સરળતાથી સાચા માની લે છે. ગુજરાત સરકાર દ્વારા પણ ફરી લોકડાઉન લાગુ નહીં કરાય તેવી ઘણી બધી વખત સ્પષ્ટતા કરી દેવામાં આવી છે. તેમ છતાં પણ લોકોમાં લોકડાઉનનો ભય ફેલાયો છે. આવામાં છોટા ઉદેપુરના નસવાડીમાં ફરી લોકડાઉનની અફવા વાઈરલ થતા પાન-મસાલા લેવા માટે લોકોએ પડાપડી કરી હતી. વેપારી અને ગ્રાહકો વચ્ચે છુટ્ટા હાથની મારામારી પણ થઈ ગઈ હતી.

હાલમાં સમગ્ર ગુજરાતમાં મોટા ભાગના લોકો એક જ સવાલ પુછી રહ્યા છે કે, ફરીથી લોકડાઉન ચાલુ થશે કે નહીં. અને તેની પાછળનું કારણ એક જ છે કે, સોશિયલ મીડિયામાં અમુક અસામાજિક તત્વોએ વાઈરલ કરેલો મેસેજ. તેવામાં છોટા ઉદેપુરના નસવાડીમાં પણ લોકો ફરી લોકડાઉન લાગુ થશે તેવી અફવાઓના ડરથી પાન-મસાલા લેવા માટે હોલસેલનાં વેપારીની દુકાન પર દોડી ગયા હતા.

ત્યાં હાજર લોકોના જણાવ્યા અનુસાર, હોલસેલનાં વેપારીનાં ત્યાંથી લોકો વિમલના થેલાં ભરીને લઈ ગયા હતા. દુકાનદારે લોકોને અનેક વખત સમજાવ્યા છતાં પણ વાઈરલ મેસેજનો ભરોસો કરી કોઈએ પણ દુકાનદારની વાત માની ન હતી. અને ગુટખા લેવા માટે વેપારી સાથે જોર જબરદસ્તી કરવામાં આવી હતી. આ બાદ વેપારી અને ગ્રાહકો વચ્ચે છુટ્ટા હાથની મારામારીનાં દ્રશ્યો પણ સર્જાયા હતા. અને તે પણ મામલતદાર સ્ટાફની સામે જ આ ઘટના સર્જાઈ હતી. અને સ્ટાફ પણ આ બધો તમાશો જોતો રહ્યો હતો. સોશિયલ ડિસ્ટન્સ સહિતનાં નિયમોનાં લીરેલીરા ઉડતા જોવા મળી રહ્યા હતા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.

https://play.google.com/store/apps/details?id=com.trishul.news

અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *