ગુજરાતમાં હાલ વિધાનસભાની ચુંટણીના ભણકારા સંભળાઈ રહ્યા છે. ત્યારે દરેક પાર્ટીએ પોતાનો પ્રચાર ચાલુ કરી દીધો છે. પરંતુ જેમ જેમ વિધાનસભાની ચુંટણી નજદીક આવતી જાય છે તેમ તેમ પાર્ટીઓના અંદરોઅંદર ડખા જોવા મળી રહ્યા છે. એ પછી ભાજપ હોય… આપ હોય… કે પછી કોંગ્રેસ હોય. દરેક નેતાઓ એકબીજા પર આક્ષેપ કરવામાં બાકાત નથી.
હાલમાં ભાજપ ગુજરાતમાં શાસનપક્ષ તરીકે છે. સુરતમાં લીંબાયત વિધાનસભાનું રાજકારણ હાલમાં ગરમાયુ છે. લીંબાયત વિધાનસભની વાત કરવામાં આવે તો હાલમાં ધારાસભ્ય તરીકે સંગીતા પાટીલ બી.જે.પી. પાર્ટીમાંથી સત્તા પર છે. ત્યારે તેમના પાર્ટી સાથે સંકળાયેલા વ્યક્તિ પી.વી.એસ. શર્માના સોસીયલ મીડિયા પર વાયરલ કરેલ મેસેજથી જાણે લીંબાયતમાં મોટો ભૂકંપ આવ્યો હોય તેવો માહોલ સર્જાઈ ગયો છે.
કોણ છે પી.વી.એસ. શર્મા પી.વી.એસ. શર્મા પહેલા ઇન્કમ ટેકસ ડીપાર્ટમેન્ટમાં સરકારી નોકરી કરતા હતા. તેઓ રીટાયર્ડ થયા પછી રાજકારણમાં એન્ટ્રી કરી હતી. પહેલા તેઓ સુરત શહેર ભાજપમાં ઉપ પ્રમુખ તરીકેનો હોદો ધરાવતા હતા, અને હાલમાં તેઓ પાર્ટીમાં કાર્યકર્તા તરીકે પાર્ટી સાથે સંકળાયેલા છે. કહેવાય છે કે પાર્ટીના સ્થાનિક ચુટાયેલા નેતાઓના કામ નથી કરતા તેવા સાચા સત્યની અવાજ ઉઠાવતા પી.વી.એસ. શર્માને સુરત શહેર ઉપ પ્રમુખના હોદા પરથી દુર કરી દીધા હતા.
પી.વી.એસ. એવી કઈ પોસ્ટ કરી કે લીંબાયતમાં રાજકારણ ગરમાઈ ગયું
પી.વી.એસ. શર્માએ આજે પોતાની ફેસબુક આઈડી પર એક પોસ્ટ લીંબાયત વિધાનસભાને લઈને કરી હતી. તેઓએ લખ્યું હતું કે, ‘શું લીંબાયતના લોકો જમીન પચાવી પાડનાર લોકોથી આઝાદ થવા માંગે છે? શું લીંબાયતના લોકો ગુંડાગીરી બંધ કરી સુખી જીવન જીવવાનું ઈચ્છે છે? લીંબાયતમાં ભયનો માહોલ છે તેને દુર કરવાનું ઈચ્છો છો? વધુમાં લખ્યું હતું કે, આવી આર્થીક મંદીમાં લીંબાયતના લોકોને એક એવા નેતાની જરૂર છે જે લોકોની સમસ્યાને સારી રીતે સમજે અને તેનું નિરાકરણ લાવે.’ આ પોસ્ટ પછી થોડાક સમય બાદ એક બીજી પોસ્ટ કરીને લખ્યું હતું કે, દોસ્તો તીર સાચા નિશાન પર લાગ્યું છે, લીંબાયતમાં હલચલ થઇ ગઈ છે. જાણવા મળ્યું છે કે, લીંબાયત વિરોધી ગેંગ, હપ્તાખોર , જમીન પહચાવનારાઓ દારૂના અડ્ડા ચલાવવામાં સાથ આપનારાઓ બધા ભેગા થયા છે.
આ પોસ્ટ પછી રાજકારણમાં ગરમાવો આવી ગયો છે, સવાલ એ થાય છે લીંબાયત માટે લોકોની સમસ્યા જાણી શકતા હોય તેવા વ્યક્તિની જરૂર છે તો શું લીંબાયત વિધાનસભાના ધારાસભ્ય સંગીતા પાટીલે ૫ વર્ષ સુધી લોકોના કામ નથી કર્યા? પછી એ પી.વી.એસ. શર્મા પોતે સિગ્નલ આપી રહ્યા છે કે લોકોની સમસ્યા જાણનાર વ્યકિત એટલે હું પોતે તેઓ જ લીંબાયત વિધાનસભામાં ઉમેદવારી નોધાવવાની તો નથી વિચારી રહ્યા.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.