અહિયાં હોળી-ધૂળેટીમાં એકબીજા પર રંગો નાખનારને કરવા પડે છે લગ્ન- જાણો ક્યાંની છે આ અનોખી પરંપરા

ભારતમાં વિવિધ તહેવારોની ઉજવણી થાય છે. દરેક તહેવારોનું અલગ અલગ જ મહત્વ અને પ્રાધાન્ય છે. આવો જ એક તહેવાર હોળી અને ધૂળેટી છે. આ તહેવારની…

ભારતમાં વિવિધ તહેવારોની ઉજવણી થાય છે. દરેક તહેવારોનું અલગ અલગ જ મહત્વ અને પ્રાધાન્ય છે. આવો જ એક તહેવાર હોળી અને ધૂળેટી છે. આ તહેવારની જેટલી વાતો કરીએ તેટલી ઓછી છે. તમને ખબર હશે કે, આ તહેવારમાં એકબીજા પર રંગો ઉડાવી આ તહેવારની ઉજવણી કરવામાં આવે છે. પરંતુ ઝારખંડમાં આ તહેવારને એક ખાસ રીતે જ ઉજવવામાં આવે છે. અહિયાંની અનોખી પરંપરા દેશભરમાં પ્રખ્યાત છે.

દેશમાં એવી પણ જગ્યાઓં છે જ્યાં રંગોથી હોળી રમાંતી નથી. હકીકતમાં આવુ પરંપરાને કારણે થાય છે જેને આદિવાસી લોકો વર્ષોથી અનુસરી રહ્યા છે. આ ખાસ પરંપરા ઝારખંડના જમશેદપુરની છે. આ આદિવાસીઓ દ્વારા ઘણાં વિસ્તારોમાં હોળીના તહેવારોની શરૂઆત થઇ ગઈ હતી. પરંતુ આ આદિવાસી વિસ્તારમાં તમને હોળી ધૂળેટીના દિવસે ક્યાય રંગ જોવા નહિ મળે. જમશેદપૂરમાં રંગને બદલે પાણીથી હોળીનો તેહવાર મનાવવમાં આવે છે.

આ આદિવાસી વિસ્તારના લોકોની એવી માન્યતા છે કે, જો કોઈ છોકરો કે છોકરી રંગથી હોળી રમે અથવા જો કોઈ એક બીજા પર રંગ ફેકે તો તેઓએ એકબીજા સાથે લગ્ન કરવા પડે છે. આ જ કારણ છે કે આ સમાજના લોકો રંગોથી હોળી નથી રમતા. આ પ્રથા ઘણા વર્ષોથી આદિવાસી સમુદાયમાં ચાલી રહી છે. ઘણાં વર્ષોથી આ સમુદાયમાં આ પરંપરા ચાલતી આવે છે.

હોળી દરમિયાન આદિવાસી વિસ્તારના લોકો એકબીજા પર પાણી રેડીને હોળી રમે છે અને આ દરમિયાન તેઓ તેમના પરંપરાગત વસ્ત્રો પહેરે છે. આ સમુદાયમાં હોળી 17 માર્ચ 2019 થી રમાઈ રહી છે. ટૂંકમાં અહીયાની પમ્પરા અનુસાર અહીયાના લોકો ફક્ત પાણીથી હોળીનો તહેવાર ઉજવે છે, જો કોઈ રંગોનો ઉપયોગ કરે તો તેમને એકબીજા સાથે લગ્ન કરવા પડે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *