કોમ્પ્યુટર શિક્ષકે તેની વિદ્યાર્થી સાથે એકલતાનો લાભ લઇ આચર્યું દુષ્કર્મ અને…, જાણો ગુજરાતનો આ ચેતવણીરૂપ કિસ્સો

અમદાવાદ(ગુજરાત): આજકાલ વધી રહેલા બળાત્કારના બનાવો દરમિયાન ફરીવાર એક બળાત્કારનો કિસ્સો સામે આવ્યો છે જેમાં કોમ્પ્યુટર ક્લાસીસના માલિકે પોતાની જ વિદ્યાર્થીની પર બળાત્કાર કર્યો હતો.…

અમદાવાદ(ગુજરાત): આજકાલ વધી રહેલા બળાત્કારના બનાવો દરમિયાન ફરીવાર એક બળાત્કારનો કિસ્સો સામે આવ્યો છે જેમાં કોમ્પ્યુટર ક્લાસીસના માલિકે પોતાની જ વિદ્યાર્થીની પર બળાત્કાર કર્યો હતો. પોલીસ દ્વારા બળત્કારી માલિકની ધરપકડ કરીને વધુ તપાસ કરવામાં આવી છે. જાણવા મળ્યું છે કે, શહેરના જમાલપુર વિસ્તારમાં રહેતી 22 વર્ષીય યુવતી દાણીલીમડાના એક કોમ્યુટર ક્લાસીસમાં ટેલીનો કોર્સ શીખવા જતી હતી. આ ક્લાસીસમાં શિક્ષક તરીકે ફરજ બજાવતા ભાવેશ જગદીશભાઈ મહેતા સાથે યુવતીનો સંપર્ક થયો હતો.

ત્યારબાદ યુવતીને પોતાની ઓફિસમાં એકાઉન્ટન્ટ તરીકે નોકરી આપવાની વાત કરી હોવાથી યુવતી ત્યાં નોકરી કરવા માંડી હતી.  આ દરમિયાન, ભાવેશ મહેતાએ યુવતીને બે મહિના સુધી કોઈ કામ કરાવ્યું ન હતું. એક દિવસ બપોરના સમયે યુવતી ઓફિસમાં એકલી હતી ત્યારે ભાવેશે બળજબરી કરી દુષ્કર્મ આચર્યું હતું. બીજી બાજુ ભાવેશની આ હરકતથી યુવતી અર્ધ બેભાન થઈ ગઈ હતી.

મળતી માહિતી મુજબ, અમદાવાદના ખોખરા પોલીસ સ્ટેશનમાં ગયા મહિને નોંધાયેલી દુષ્કર્મની ફરિયાદના આરોપીએ ધરપકડ ટાળવા આગોતરા જામીન મેળવી પોલીસ સમક્ષ હાજર થયા બાદ બદલો લેવાના ઈરાદે ફરિયાદી યુવતીના અંગત પ‌ળોના ફોટા અને ચેટિંગ સોશિયલ મીડિયામાં વાઈરલ કરી દીધા હતા. આ ઘટનાથી ક્ષુબ્ધ બની ગયેલી યુવતી દ્વારા મંગળ‌વારે પોલીસ કમિશનર કચેરીમાં શરીરે કેરોસીન છાંટી આત્મવિલોપન કરવાનો પ્રયાસ પણ કરવામાં આવ્યો હતો.

જોકે, ફરજ પરના પોલીસકર્મીઓ દ્વારા તેને રોકી પૂછપરછ કરતાં તેણે સમગ્ર ઘટના વર્ણવતા તેને સમજાવી મહિલા પોલીસને સોંપવામાં અવી હતી. આ બાબતે ગાયકવાડ હવેલી પોલીસ સ્ટેશનમાં આરોપી વિરુદ્ધ વધુ એક ગુનો દાખલ કરી તેની ધરપકડ કરી કોર્ટમાં રજૂ કરતા કોર્ટ દ્વારા તેને એક દિવસના રિમાન્ડ પર લેવામાં આવ્યો હતો. ત્યારબાદ જેલ ભેગો કર્યો હતો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *