આ બીમારી થવાથી સિક્કા ખાવા લાગે છે લોકો, ડોક્ટરે પેટમાંથી બહાર કાઢ્યા 33 સિક્કા

Schizophrenia Swallowe Coin: હિમાચલ પ્રદેશના વિલાસપુર જિલ્લાના ઘુમારવીના એક પ્રાઇવેટ હોસ્પિટલમાં યુવકના પેટમાંથી 33 સિક્કાઓ કાઢવામાં (Schizophrenia Swallowe Coin) આવ્યા છે. યુવકના પરિજનો તેને હોસ્પિટલ લઈ ₹31 જાન્યુઆરીના રોજ પહોંચ્યા હતા. યુવકના પેટમાં દુખાવાની ફરિયાદ હતી.

હોસ્પિટલ પહોંચ્યા બાદ ડોક્ટરે યુવકના અલગ અલગ રિપોર્ટ કરાવ્યા હતા. ત્યારબાદ તેની એન્ડોસ્કોપી પણ કરવામાં આવી હતી પછીથી સામે આવ્યું હતું કે પેટમાં ઘણા બધા સિક્કાઓ છે. એવામાં ઓપરેશન કરી 33 સિક્કા ડોક્ટરે બહાર કાઢ્યા હતા.

ડોક્ટરે જણાવ્યું કે યુવકના પેટમાંથી કુલ 300 રૂપિયાની કિંમતના 33 સિક્કા કાઢવામાં આવ્યા છે. જેમાં પાંચ રૂપિયાના 2 સિક્કા, 10 રૂપિયાના 27 સિક્કા અને 20 રૂપિયાનો 1 સિક્કો હતો. ડોક્ટર અંકુશએ જણાવ્યું કે આ યુવકને સીઝોફ્રેનિયા નામની બીમારી છે.

31 જાન્યુઆરીના રોજ યુવકને પેટમાં દુખાવો ઉપડ્યો હતો. એટલા માટે પરિવારના લોકો તેને રેઇનબો હોસ્પિટલ લઈ આવ્યા હતા. અહીંયા ડોક્ટરોએ લક્ષણોના આધારે એક્સ-રે અને એન્ડોસ્કોપી કરી. ત્યારબાદ દર્દીના પેટમાં એબડોમિનલ સ્કેન કરતાં સામે આવ્યું હતું કે 247 સિક્કા ગ્રામ સિક્કા છે. ત્યારબાદ 3 ફેબ્રુઆરીના રોજ ઓપરેશન કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો.

ડોક્ટરોના જણાવ્યા અનુસાર સીઝોફ્રેનિયા નામની બીમારી જેના લીધે તેને સિક્કા ગળવાની આદત છે.