વાયરલ(Viral): દુનિયાભરમાં સેલ્ફી અને ફોટા લેવાનો બધાને શોક હોય છે. આવા અનેક રોમાંચક અને મનોરંજક વિડીયો(Funny video) સોશિયલ મીડિયા(Social media) પર દરરોજ જોવા મળે છે, જે ક્યારેક લોકોને હસાવીને હસાવી થકાવી દે છે તો ક્યારેક કેટલાક ચોંકાવનારા વિડીયો જોઇને પગ નીચેથી જમીન સરકી જાય છે. આ દિવસોમાં એક એવો જ વિડીયો વાયરલ(Video viral) થઈ રહ્યો છે, જેને જોઈને તમારી આંખો પણ ફાટી જશે. વાયરલ થઈ રહેલા આ વીડિયોમાં ઘણા લોકો દરિયાની લહેરોમાં વહેતા જોવા મળે છે, જેને જોઈને બધા આશ્ચર્યચકિત થઈ જાય છે.
View this post on Instagram
હાલમાં જ સામે આવેલા આ વિડિયોમાં બીચ પર ઉભેલા લોકો દરિયાના વધતા મોજાઓ સાથે સેલ્ફી લેવાનો પ્રયાસ કરતા જોવા મળે છે, બીજી જ ક્ષણે પાણીના જોરદાર મોજાને કારણે લોકો જમીન પર પડતા જોવા મળે છે. આ દરમિયાન મોજાને તેમની તરફ આવતા જોઈને લોકો પણ ત્યાંથી ભાગવાનો પ્રયાસ કરે છે. વીડિયોમાં, આ મોજા કેટલાય મીટર સુધી ઉછરે છે, જે ઝડપથી વહેતી વખતે લોકોને પોતાના વહેણમાં લઇ લે છે.
આ વીડિયોને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઈન્સ્ટાગ્રામ પર ‘oddly_satisfyiinngg’ નામથી શેર કરવામાં આવ્યો છે. આ વિડિયો ઈન્ટરનેટ પર યુઝર્સ દ્વારા વારંવાર જોવા અને શેર કરવામાં આવી રહ્યો છે. સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલો આ વીડિયો યુઝર્સને દરિયાકાંઠાના વિસ્તારમાં ફરતી વખતે સાવધાન રહેવાનો સંદેશ પણ આપી રહ્યો છે.
અત્યાર સુધી આ વીડિયોને લાખો વ્યૂઝ મળી ચૂક્યા છે. વીડિયો જોયા બાદ યુઝર્સ વિચિત્ર રિએક્શન આપી રહ્યા છે. કેટલાક યુઝર્સ તેને ‘એક ડરામણા સ્વપ્ન’ તરીકે વર્ણવી રહ્યા છે. આ સાથે કેટલાક યુઝર્સ વીડિયોમાં દેખાતા લોકોની ‘સુરક્ષા’ માટે પ્રાર્થના પણ કરી રહ્યા છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.