લોકો જોતા રહ્યા…અને ભાઈએ તેની સગી બહેનની ગળું દબાવી કરી હત્યા, જુઓ LIVE વિડીયો

Meerut Murder Case: મેરઠના ઈંચોલી પોલીસ સ્ટેશન વિસ્તારના એક ગામમાં ઓનર કિલિંગની ઘટના સામે આવી છે. જ્યાં તેની સગીર બહેનના પ્રેમ પ્રકરણથી નારાજ મોટા ભાઈએ તેને ઘરમાં માર માર્યો હતો. જે બાદ બહેન ઘરેથી ભાગી ગઈ હતી ત્યારે તેનો ભાઈ પણ તેની પાછળ ગયો હતો જે બાદ ફરીથી(Meerut Murder Case) માર માર્યો અને પછી ગળું દબાવીને હત્યા કરી નાખી હતી. આ દરમિયાન ભીડ મુખપ્રેક્ષક બનીને જોતી રહી અને લગભગ અડધા કલાક પછી કોઈએ ડાયલ-112 ને જાણ કરી. ઇંચોલી પોલીસે લાશને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપી હતી. આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.

શું છે સમગ્ર મામલો?
ઇંચોલી પોલીસ સ્ટેશન હેઠળના ગામમાં એક મુસ્લિમ પરિવાર રહે છે. આઠ બહેનો અને ભાઈઓમાં સૌથી નાની બહેનને હિન્દૂ સમાજના યુવક સાથે અફેર ચાલતું હતું. થોડા મહિના પહેલા યુવતી તે યુવક સાથે જતી રહી હતી. પોલીસે બંનેને શોધી કાઢીને યુવકને જેલમાં મોકલી આપ્યો હતો. યુવતી હવે ફરી એ જ યુવક સાથે રહેવાની જીદ કરી રહી હતી. આ બાબતે ઘરમાં ઘણો વિવાદ થયો હતો. આખી રાત લડાઈ ચાલુ રહી. બુધવારે સવારે પણ યુવતીને ખરાબ રીતે મારવામાં આવી હતી. યુવતી મોકો મળતા જ ઘરેથી ભાગી ગઈ હતી. ભાગીને તે ગામના મુખ્ય રસ્તા પર પહોંચી, જ્યાં તેના ભાઈએ તેને પકડી લીધી. મોટા ભાઈએ છોકરીને રસ્તા વચ્ચે ખરાબ રીતે માર માર્યો અને તેની બહેનની હત્યા કરી.

છોકરી મૃત્યુ પામી
સૂત્રોનું માનીએ તો ભાઈ ગામના મુખ્ય માર્ગ પર સગીર બહેનને મારતો હતો. અવાજ સાંભળીને આસપાસના લોકો ઘટનાસ્થળે એકત્ર થઈ ગયા હતા. પરંતુ બાળકીને બચાવવા માટે કોઈએ પહેલ કરી ન હતી. ભાઈએ બહેનને માર મારી તેનું ગળું દબાવી દીધું હતું. થોડો સમય સહન કર્યા બાદ બહેનનું ઘટનાસ્થળે જ મોત થયું હતું. ભીડમાંથી કોઈ છોકરીને બચાવવા આગળ ન આવ્યું.

પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી
ભાઈની ક્રૂરતાનો અહીં અંત નહોતો. બહેનની હત્યા કર્યા બાદ ભાઈ ઘરે ગયો અને બહેનની લાશ ગામના વચ્ચેના રસ્તા પર પડી રહી. થોડા સમય બાદ ગામમાંથી કોઈએ 112 નંબર પર પોલીસને ફોન કરીને સમગ્ર ઘટનાની જાણકારી આપી. પોલીસે તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી લાશનો કબજો મેળવીને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો હતો.

આરોપી ભાઈની ધરપકડ
તમને જણાવી દઈએ કે બાળકીનું ઘર ઘટના સ્થળથી લગભગ 100 ડગલાં દૂર છે. બહેનની હત્યા કર્યા બાદ ભાઈ ઘરે આરામથી બેઠો હતો. પોલીસે આરોપી ભાઈને કસ્ટડીમાં લઈ કાર્યવાહી શરૂ કરી છે. નવાઈની વાત એ છે કે આ હત્યાકાંડને ઘણા લોકોએ પોતાની આંખે જોયો હતો. પરંતુ જ્યારે પોલીસ દ્વારા પૂછવામાં આવ્યું ત્યારે કોઈ વ્યક્તિ જુબાની આપવા માટે આગળ ન આવ્યું. ઘણા લોકો પોલીસની સામે બોલવાનું ટાળતા જોવા મળ્યા હતા. પોલીસે આ મામલે FIR નોંધી છે.