પહેલાના જમાનામાં આજની જેમ મોબાઈલ ફોન ન હતા જેના કારણે લોકો એકબીજાને સંદેશ મોકલવા માટે કબુતર નો ઉપયોગ કરતા હતા. આવાસ તમે ઘણી જગ્યાએ સાંભળી હશે પરંતુ હીરાની હેરાફેરી માટે પણ કબુતર નો ઉપયોગ કરવો એ કંઈક નવો વિચાર છે આ વિચાર ખૂબ જ જોખમી પણ સાબિત થઈ શકે છે.
દક્ષિણ આફ્રિકામાં અમુક લોકોએ હીરાનો ગેરકાયદેસર વેપાર માટે કબુતર નો ઉપયોગ કર્યો હોવાનું જાણવા મળ્યું છે. પોલીસે એલેક્ઝાન્ડર ની ખાણમાં કામ કરતા 33 કર્મચારીઓની ધરપકડ કરી હતી. આ કર્મચારીઓ ખાંડ માંથી નીકળતા હીરાઓ ચોરી કરીને બીજા સ્થળે પહોંચાડવા માટે કબુતર નો ઉપયોગ કરતા હતા. આવી ફરિયાદ લગભગ એક વર્ષ પહેલા પોલીસ સ્ટેશનમાં નોંધવામાં આવી હતી.
આ ફરિયાદના આધારે પોલીસે છેલ્લા એક વર્ષથી એલેક્ઝાન્ડર ખાણમાં કામ કરતા આ 33 કર્મચારીઓની શોધખોળ કરી રહી હતી. પરંતુ આશરે એક વર્ષ બાદ પોલીસને આ ઘટના અંગે જાણ થઈ. પોલીસના જણાવ્યા અનુસાર આ 33 કર્મચારીઓ પોતાનું કાર્ય પૂર્ણ કર્યા બાદ બહાર નીકળતા સમયે ખિસ્સામાં હીરા લઈને બહાર નીકળતા ન હતા. પરંતુ ખાણમાં જ કબૂતરની ચાંચમાં હીરા ભરેલી પોટલી ભેરવી દેતા હતાં અને બહાર જઈને આ કબૂતર ના ચાંચમાંથી હીરા ભરેલી પોટલી કાઢી લેતા હતા.
પોલીસ સ્ટેશનમાં થયેલી ફરિયાદના આધારે પોલીસ દ્વારા ખાણમાં બંદોબસ્ત વધારી દેવામાં આવ્યો હતો. જેના આધારે કબુતર દ્વારા હીરા બહાર પહોંચાડ્યા હતા તે અંગે જાણ થઈ હતી. પોલીસના જણાવ્યા અનુસાર, કુલ 44 લાખ 40 હજાર ડોલરના હીરા ગાયબ થવાની ફરિયાદ નોંધાય હતી. હાલમાં પોલીસનું માનવું છે કે, આ દરેક હીરા ખાણમાં કામ કરતા 33 કર્મચારીઓ દ્વારા ચોરી કરવામાં આવ્યા હતા.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો.