હાલમાં કોરોના થી બચવા માટે માસ્ક પહેરવું ખૂબ જ જરૂરી બની ગયું છે. હેલ્થ એક્સપર્ટ પણ ડબલ માસ્ક પહેરવાની સલાહ આપી રહ્યા છે. એવામાં માસ્ક તમારા દાંતને ખરાબ કરી શકે છે.
વિનીતા રામચંદ્રએ જણાવ્યું કે ક્યારે લાંબા સમય સુધી કે પછી ડબલ માસ્ક પહેરી રાખવાથી મોઢું સુકાય જાય છે અને ડીહાઇડ્રેશન થવા લાગે છે.ડો. નીતા એ કહ્યું કે લોકો પોતાના મોઢે થી શ્વાસ લેતાં હોય છે માસ્ક લગાવવાના કારણે શ્વાસ લેવાની ગતિ ધીમી થઈ જાય છે જેના કારણે મોઢું સુકાવા લાગે છે. માસ્ક લગાવ્યા બાદ લોકો ઘણી વાર પાણી પીવાનું અવગણતા હોય છે. જેને કારણે મોઢામાં અનેક નાના-નાના બેક્ટેરિયા પેદા થવા લાગે છે. જેના કારણે મોઢામાંથી દુર્ગંધ આવવા લાગે છે.
ડો. વિમલા જણાવે છે કે માસ્ક લગાવવાના કારણે મોઢામાં દુર્ગંધ, દાંત કે પેઢા માં ગંભીર બીમારીઓ થઈ શકે છે.માસ્ક લગાવનાર લોકો અને માસ્ક ન લગાવનાર લોકો વચ્ચે તુલનાત્મક અધ્યયન જરૂરી છે. આ સમયે આવા અભ્યાસ સંભવ નથી કારણ કે માસ્ક વિના કોરોના થી સફેદ થવાનું જોખમ ન ઉઠાવી શકાય.
તેઓ જણાવે છે કે બ્રાઝિલના ડોક્ટરઓએ આ તપાસ કરવા માટે ઓનલાઇન સર્વે કર્યો હતો કે શું લોકો મહામારી દરમિયાન ડેન્ટિસ્ટ પાસે જઈ રહ્યા છે.જર્નલ કોમ્યુનિટી એન્ડ પ્રિવેન્ટિવ ડેન્ટિસ્ટ્રી માં છપાયેલી સ્ટડીમાં જણાવ્યા અનુસાર માસ્ક ની અસર ઓરલ હાઇજન પર થઈ રહી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.