PaniPuri Viral Video: પાણીપુરીનું નામ સાંભળતા જ મોંઢામાં પાણી આવી જવુ સ્વાભાવિક છે. આ ખૂબ જ જોરદાર ફૂડ સ્ટ્રીટ હોય છે. મહિલાઓની સાથે-સાથે હવે પુરુષો પણ ખૂબ આનંદથી પાણીપુરી ખાતા હોય છે. તેનો ખાટો-મીઠો, ચટપટો સ્વાદ દરેકને પોતાની તરફ ખેંચે છે. ત્યારે વડોદરાનો પાણીપુરીવાળાનો એક વીડિયો સામે આવ્યો છે. જેમાં દેખાઇ રહ્યુ છે કે, પાણીપુરીની(PaniPuri Viral Video) લારીવાળા બે યુવાનો પગથી બટાકા ધોતો હોય તેવું દેખાઇ રહ્યુ છે. આ સાથે રોડની નીચે કાદવવાળા ગંદાપાણીમાં બટાકા પડી જાય છે તે પણ તે ઉઠાવીને અંદર નાંખી દે છે.
પગથી બટાકા ધોઇ રહ્યા છે
પાણીપુરીનો ચટકો કરતા પહેલા લોકોએ આ ચોંકાવનારી માહિતી વાંચવી જરૂરી છે. શહેરના દાંડિયાબજાર રોડ પર પાણીપુરીના લારીવાળા દ્વારા ફૂટપાથ પર ખુલ્લેઆમ એક તપેલામાં પાણી નાંખીને પગથી બટાકા ધોતા હોવાનો વીડિયો વાયરલ થઇ રહ્યો છે.મોટાભાગના ગુજરાતીઓને પાણીપુરી ખાવાનો શોખ હોય છે, એ પણ બહારની પાણીપુરી. ત્યારે હાલ વડોદરાનો પાણીપુરીવાળાનો એક વીડિયો સામે આવ્યો છે. જેમાં દેખાઇ રહ્યુ છે કે, પાણીપુરીની લારીવાળા બે યુવાનો પગથી બટાકા ધોતો હોય તેવું દેખાઇ રહ્યુ છે. આ સાથે રોડની નીચે કાદવવાળા ગંદાપાણીમાં બટાકા પડી જાય છે તે પણ તે ઉઠાવીને અંદર નાંખી દે છે.
કોર્પોરેશનનું આરોગ્ય વિભાગ દોડતું થયું
ચટાકેદાર પાણીપુરીની લારીઓનો મોટો વ્યવસાય છે. પાણીપુરીની લારીઓ ચલાવનાર ગંદકીથી ઉભરાતા સ્લમ વિસ્તારમાં રહેતા હોય છે. તેઓ ગંદકી વચ્ચે જ પાણીપુરીની તમામ સામગ્રી તૈયાર કરતા હોવાની હકિકત અનેકવાર સામે આવી છે. મનપા દ્વારા અનેક વખત કાર્યવાહી કરવામાં આવે છે,
પાણીપુરી ખાવાના શોખીનો, વડોદરાનો આ વીડિયો જોઈને પાણીપુરી ખાવાનું ભૂલી જશો#Vadodara #Panipuri #Gujarat #News #Trending #Newsupdates #Video #BreakingNews #LatestNews #trishulnews pic.twitter.com/lUnEoSMO07
— Trishul News (@TrishulNews) January 25, 2024
પરંતુ તેમ છતાં તેની કોઇ અસર થતી નથી. અને શહેરમાં ભેળસેળવાળી ચીજવસ્તુનું ખુલ્લેઆમ વેચાણ થતું રહે છે. આ સ્થિતી વચ્ચે શહેરના દાંડિયા બજાર રોડ પર પાણીપુરીના લારીધારક દ્વારા ફૂટપાથ પર ખુલ્લેઆમ તપેલામાં પગથી બટાકા ધોતા હોવાનો વીડિયો વાયરલ થયો છે. જેના કારણે કોર્પોરેશનનું આરોગ્ય વિભાગ દોડતું થયું હતું. તો બીજી તરફ વીડિયો વાયરલ થતા જ લારી બંધ કરી લારીધારક ફરાર થઇ ગયો હતો.આરોગ્ય વિભાગ દ્વારા આ બાબતે ચેકિંગ કરવામાં આવ્યું હતું અને કાર્યવાહી હાથ ધરી હતી.
જયપુરનો પાણીપુરીવાળો થયો હતો વાયરલ
થોડાસમય પહેલા જયપુરની પાણીપુરીનો પણ એક વીડિયો વાયરલ થયો હતો. જેમા લારી પર પાણીપુરી વેચતા દુકાનદાર નેટિજન્સથી ટીકાનો સામનો કરવો પડ્યો હતો. આ શખ્સ ભીડભાડવાળી ત્રિપોલિયા બજારમાં પાણીપુરી વેચતી વખતે ડાંસ કરી રહ્યો હતો. વીડિયોમાં સ્ટ્રીટ વેન્ડરે પોતાના હાથમાં કંઈ પહેર્યું નથી અને ગંદા હાથ પાણીમાં નાખીને આપી રહ્યો છે. ત્યાર બાદ તે પુરીમાં સ્ટફીંગ પણ એજ હાથે કરતો જાય છે અને ડાંસ કરીને ગ્રાહકોને પાણીપુરી આપે છે. વીડિયોમાં વિક્રેતા પોતાના હાથથી નાખને ખંજવાળી રહ્યો છે અને પાણીમાં એજ હાથ નાખી રહ્યો છે. તો વળી એજ હાથથી પાણીપુરી ખવડાવી રહ્યો છે. તો વળી એજ હાથથી તે પાણી ચાખતો હોય તેવું દેખાઈ રહ્યો છે. આ બધું જોઈને કોઈને પણ પાણી પુરી ખાવાનું મન નહીં થાય.
- ગુગલ ન્યુઝમાં Trishul News Gujarati ની અપડેટ મેળવવા ક્લિક કરો: Trishul News Gujarati
- નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
- અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો.
- વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લaખી મેસેજ કરો.
- યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરીને જોતા રહો વિડીયો ન્યુઝ: Trishul News YouTube