હાલમાં મોદી સરકાર દ્વારા બહાર પાડવામાં આવેલ કૃષિ કાયદાને લઈ એકબાજુ દિલ્હી બોર્ડર પર દેશના અસંખ્ય ખેઉતો તેમજ બીજી બાજુ સરકાર સામ-સામે છે. સરકારની સાથે અનેક વખત વાતચીત કરવાં છતાં પણ મામલો થાળે પડી રહ્યો નથી.
8 ડિસેમ્બરનાં રોજ ભારત બંધ બાદ ખેડૂતો હવે મોટું પ્રદર્શન કરવાની તૈયારીમાં રહ્યાં છે. 12 ડિસેમ્બરનાં રોજ ખેડૂત સંગઠનો સમગ્ર દેશમાં બધાં જ ટોલ પ્લાઝાને ફ્રી કરવાની વાત જણાવી રહ્યા છે. ખેડૂત નેતા દર્શન પાલનું જણાવવું છે કે, 12 તારીખે કોઈપણ ટોલ પ્લાઝા પર કોઈ ટેક્સ આપવામાં આવશે નહી.
ટોલ પ્લાઝા ફ્રી કરાવવાથી સરકારને શું નુક્સાન થશે? તેને એ ઉદાહરણથી સમજો કે, સપ્ટેમ્બર મહિનામાં જ્યારે કુલ 3 કાયદાઓ બન્યા ત્યારે પંજાબ-હરિયાણા બોર્ડર પર ખેડૂતોએ પ્રદર્શન કર્યું હતું. આ પ્રદર્શનથી માત્ર 50 દિવસોમાં ટોલ પ્લાઝાથી મળનાર રેવન્યૂમાં કુલ 150 કરોડ રૂપિયાનું નુક્સાન થયું હતું.
લોકડાઉન વખતે જ્યારે 25 માર્ચથી 20 એપ્રિલ સુધી ટોલ ફ્રી હતો, ત્યારે NHAI (નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઈન્ડિયા)ને કુલ 1,822 કરોડ રુપિયાના રેવન્યુ લોસ થવાનું અનુમાન રહેલું છે. NHAI હાઈવે પર ટોલ પ્લાઝાથી મળનાર ટોલ ટેક્સનો હિસાબ રાખવામાં આવે છે.
દરરોજ કુલ 73 કરોડ રૂપિયા કરતાં વધુ ટોલ ટેક્સ ભરાય છે :
NHAI ના જણાવ્યા પ્રમાણે માર્ચ 2020 સુધીમાં સમગ્ર દેશમાં કુલ 566 ટોલ પ્લાઝા હતા. સમગ્ર દેશમાં હાઇવેની લંબાઈ કુલ 29,666 કિમી હતી. લંબાઈમાં ગત વર્ષ કરતાં કુલ 10% વધારો થયો છે. વર્ષ 2019-’20 એટલે કે એપ્રિલ 2019થી લઈને માર્ચ 2020 સુધી હાઇવે પર બનાવવામાં આવેલ ટોલ પ્લાઝાથી NHAIએ કુલ 26,851 કરોડ રૂપિયાનો ટોલ ટેક્સ વસૂલવામાં આવ્યો હતો.
આનો અર્થ છે કે, દર મહિને અંદાજે 2,238 કરોડ રૂપિયા તેમજ દરરોજ કુલ 73.5 કરોડ રૂપિયાનો ટોલ ટેક્સ વસૂલવામાં આવે છે. જો કે, દરેક કિમી મુજબ આ ટેક્સ કલેક્શન વર્ષ 2018-19 કરતાં ખુબ ઓછું હતું. વર્ષ 2019-20માં NHAIએ તમામ કિમી પર કુલ 90.5 લાખ રૂપિયાનો ટેક્સ વસૂલ્યો હતો.
વર્ષ 2018-’19માં કુલ 24,997 કિ.મી કુલ 24,396 કરોડ રૂપિયાનો ટેક્સ મળ્યો હતો. વર્ષે દર કિમી પર કુલ 97.5 લાખ રૂપિયા મળ્યા હતા. આ નાણાંનો ઉપયોગ હાઇવેના સમારકામ તથા જાળવણી માટે કરવામાં આવે છે. જેટલી મોટી ગાડી હોય એટલો વધારે ટેક્સ વસુલવામાં આવે છે.
ટોલ ટેક્સની સરકારની કમાણી માત્ર 7 વર્ષમાં કુલ 38% વધી :
આ વર્ષ દરમિયાન 5 માર્ચનાં રોજ લોકસભામાં ટોલ ટેક્સની વસૂલાત અંગે પ્રશ્નો પૂછવામાં આવ્યા હતા. માર્ગ પરિવહન તથા રાજમાર્ગ મંત્રી નીતિન ગડકરી દ્વારા આ અંગે જવાબ આપવામાં આવ્યો હતો. તેમણે કહ્યું હતું કે, વર્ષ 2019-’20માં સરકારે ટોલ ટેક્સ દ્વારા કુલ 7,321 કરોડ રૂપિયાની કમાણી કરી છે. આ આંકડા 29 ફેબ્રુઆરી સુધીના જ છે.
જો કે, આ કમાણી છેલ્લાં 2 વર્ષ કરતાં ખુબ ઓછી હતી. સરકારે વર્ષ 2017માં કુલ 8,631 કરોડ તથા વર્ષ 2018માં કુલ 9,188 કરોડ રૂપિયાની કમાણી કરી હતી. ટોલ ટેક્સ દ્વારા સરકારની આવક છેલ્લાં માત્ર 7 વર્ષમાં કુલ 38% વધી છે. વર્ષ 2013-’14માં સરકાર દ્વારા કુલ 5,294 કરોડ રૂપિયાની કમાણી કરી હતી.
NHAIએ વધુ ટેક્સ વસૂલ્યો, તો સરકારની કમાણી કેવી રીતે ઓછી થઈ :
હાલમાં મોટાભાગની પબ્લિક-પ્રાઇવેટ પાર્ટનરશિપ અથવા PPP મોડેલ પર બનાવવામાં આવી રહી છે એટલે કે, હાઇવે પર સરકારના અથવા કોઈપણ ખાનગી સંસ્થાના પૈસા લાગે છે. હવે જ્યારે હાઇવે તૈયાર થાય છે ત્યારે તેનું સમારકામ તેમજ ખર્ચ કાઢવા માટે ટોલ ટેક્સની વસૂલાત કરવામાં આવે છે. ટેક્સનો અમુક ભાગ સરકારને જાય છે તેમજ અમુક ભાગ હાઇવે બનાવતી કંપનીઓ અને ખાનગી એજન્સીઓને જાય છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ: https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle