લોકોને કલાકો-કલાકો લાઈનમાં ઉભા છે અને ભાજપ ધારાસભ્ય સત્તાનો દુરુપયોગ કરીને ગણતરીની મીનીટોમાં જ ઓક્સીજીન સીલીન્ડર લઈને થયા ચાલતા

કોરોના દરરોજ હજારો લોકોને પોતાના સકંજામાં લઇ રહ્યો છે અને વધુમાં વધુ લોકો કોરોનાને કારણે મરી રહ્યા છે. આપણે પણ થોડી ગંભીરતા દાખવવાની જરૂર છે…

કોરોના દરરોજ હજારો લોકોને પોતાના સકંજામાં લઇ રહ્યો છે અને વધુમાં વધુ લોકો કોરોનાને કારણે મરી રહ્યા છે. આપણે પણ થોડી ગંભીરતા દાખવવાની જરૂર છે કેમ કે, હાલમાં કોઈ પણ હોસ્પિટલોમાં બેડ અને ઓક્સીજન મળી રહ્યા નથી. હોસ્પિટલની બહાર દર્દીઓની લાઈનો પણ એટલી લાગી છે કે, અમુક દર્દીઓતો હોસ્પિટલ પહોચે એ પહેલા જ મૃત્યુ પામી રહ્યા છે અને અમુક લોકો ઓક્સીજન સીલીન્ડર માટે કલાકો સુધી લાઈન માં ઉભા રહે છે, ત્યારે અમુક નેતાઓ પોતાની પાસે રહેલ સતાના પાવરનો ખોટો ઉપયોગ કરી રહ્યા છે ચાલો જાણીએ સમગ્ર મામલા વિશે….

સમગ્ર દેશમાં ઓક્સિજનની અછતને કારણે ઘણા લોકો મોતને ભેટી રહ્યા છે અને કેટલાક લોકો કલાકો સુધી ઓક્સીજન માટે લાઈનમાં ઉભા રહે છે તો પણ ઘણા લોકોને ઓક્સીજન મળતો નથી, ત્યાં અમુક સત્તામાં રહેલા લોકો પોતાના પાવરનો દુરુપયોગ કરી રહ્યા છે ત્યારે એક ઉતર પ્રદેશના બારાબંકીમાંથી સામે આવી છે. જેમાં રામનગરના ભાજપના ધારાસભ્ય શરદ અવસ્થી લાઈનમાં ઉભા રહ્યા વગર ઓક્સીજન સીલીન્ડર લઈને જતા રહ્યા હતા.

ઉતર પ્રદેશના મુખ્યમત્રી યોગી આદિત્યનાથે સુચના આપી છે કે, ઓક્સીજનનો જથ્થો ફક્ત કોવીડ હોસ્પિટલોને જ જરૂરિયાત મુજબ આપવામાં આવશે, ત્યારે આ સૂચનના ખુલે આમ ધજાગરા ઉડાડતા ભાજપના ધારાસભ્ય જોવા મળી રહ્યા છે.

ઉતરપ્રદેશના બારાબંકી નગરમાં કોતવાલી વિસ્તારમાં સારંગ કરીને એક ઓક્સીજન પ્લાન્ટ આવેલો છે. આ ઓક્સીજન પ્લાન્ટ બહાર લોકો ઓક્સીજન સીલીન્ડર લેવા અને ઓક્સીજન સીલીન્ડરમાં ઓક્સીજન ભરાવવા માટે કલાકો સુધી લાઈનમાં ઉભા રહે છે, અમુક વ્યક્તિને કલાકો સુધી લાઈનમાં ઉભા રહ્યા હોવા છતાં પણ ઓક્સીજન મળતો નથી. ત્યારે તે સમયે ભાજપના ધારાસભ્ય શરદ અવસ્થી પોતાની સત્તાના પવારને કારણે ગાડી ખુલેઆમ આ ઓક્સીજનના પ્લાન્ટની અંદર આવા દે છે અને ગણતરીની મીનીટોમાં જ ઓક્સીજન સીલીન્ડર લઈને નીકળી જાય છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *