Health tips: બારમાસીનો છોડ દરેક જગ્યાએ જોવા મળશે. આ છોડમાં બારેમાસ ફૂલ ખેલેલા રહે છે તેના કારણે જ તેનું નામ બારમાસી રાખવામાં આવ્યું છે. પરંતુ તમે એ વાત નહીં જાણતા હોય કે આ છોડ શરીરની બીમારીઓને પણ દૂર કરી શકે છે. તો આજે જાણી લો કે આ ફૂલના કયા કયા ફાયદા છે. આ ફૂલને ખાઈ પણ શકાય છે. તેનાથી રોગ પ્રતિકારક (Health tips) શક્તિ વધે છે અને તેના કારણે વ્યક્તિ ઝડપથી બીમાર પડતી નથી.
આ રીતે બ્લડ સુગર ઘટાડે છે
અહીં, NCBI એટલે કે અમેરિકન નેશનલ સેન્ટર ફોર બાયોટેક્નોલોજી ઇન્ફોર્મેશન જર્નલમાં પ્રકાશિત થયેલા અભ્યાસમાં દાવો કરવામાં આવ્યો છે કે, બારમાસી ફૂલના પાંદડાના રસથી બ્લડ સુગરને નોંધપાત્ર રીતે ઘટાડી શકાય છે. ઉંદરો પર હાથ ધરવામાં આવેલા તેમના અભ્યાસમાં, આંધ્ર યુનિવર્સિટી અને સિડની યુનિવર્સિટીના સંશોધકોએ ડાયાબિટીક ઉંદરોને ઘણા જૂથોમાં વિભાજિત કર્યા અને પછી તેમને બારમાસી પાંદડામાંથી કાઢેલો રસ પીવડાવ્યો હતો. ત્યારપછી ઘણાં દિવસો સુધી આ ઉંદરોની પ્રવૃત્તિઓ અને સ્વાસ્થ્ય વિશે માહિતી લેવામાં આવી હતી. થોડા દિવસોના અભ્યાસ પછી બારમાસી ફૂલના પાંદડામાંથી આશ્ચર્યજનક પરિણામો બહાર આવ્યા હતા.
રસ સીધો સ્વાદુપિંડને સક્રિય કરે છે
અભ્યાસમાં જાણવા મળ્યું છે કે, બારમાસી ફૂલના પાનનો રસ ડાયાબિટીસ ધરાવતા અને ન હોય તેવા બંને ઉંદરોમાં બ્લડ સુગરને ઝડપથી ઘટાડે છે. બારમાસી ફૂલના પાંદડામાં હાજર સંયોજન સ્વાદુપિંડમાં હાજર બીટા કોષોને સીધા સક્રિય કરે છે. આ બીટા કોષો ઇન્સ્યુલિન બનાવે છે. એટલે કે જ્યારે બીટા કોષો સ્વસ્થ થઈ ગયા, ત્યારે ઈન્સ્યુલિન પણ આપોઆપ ઉત્પન્ન થવા લાગ્યું.
બારમાસીના 3 ફૂલને અડધા કપ પાણીમાં કાઢીને પલાળી દેવા. આ પાણીમાંથી ફૂલને કાઢી અને સવારે ખાલી પેટ તેને પી જવું. તેનાથી ડાયાબિટીસ ઘટે છે. આ પ્રયોગ નિયમિત 10 દિવસ કરવાથી લાભ થશે.
જો મધમાખી કે અન્ય જીવજંતુ કરડી જાય તો પણ આ ફૂલનો ઉપયોગ દવા તરીકે કરી શકાય છે. આ ફૂલને પીસી અને તેનો રસ કાઢી ડંખ પર લગાવી દેવો. કોઈ જુનો ઘા હોય તો તેના પર પણ આ ફૂલના રસને દવા તરીકે લગાડવો. તેનાથી ઘામાં ઝડપથી રુઝ આવશે. ચહેરા પરના ખીલને દૂર કરવા માટે પણ આ ફૂલ ઉપયોગી સાબિત થાય છે. ખીલ પર આ ફૂલનો રસ લગાડવાથી ચહેરા પરના ખીલના ડાઘ દૂર થાય છે.
બારમાસીનો ઉપયોગ કેવી રીતે કરવો?
બારમાસી પાંદડાને સૂકવીને તેનો પાવડર બનાવી લો. ત્યારપછી તેને એર ટાઈટ કન્ટેનરમાં રાખો. સવારે ઉઠતાંની સાથે જ એક ગ્લાસ પાણી અથવા શાકભાજીના જ્યૂસમાં બારમાસી પાંદડામાંથી બનાવેલો એક ચમચી પાવડર નાખીને પીવો. આખા દિવસ દરમિયાન બ્લડ સુગર વધશે નહીં. એટલું જ નહીં, તે કોલેસ્ટ્રોલને પણ વધવા દેતું નથી. જો તમને પાઉડર પસંદ ન હોય તો સવારે બારમાસી પાન ચાવવા અથવા તેના પાંદડામાંથી ચા બનાવીને પીવો. સવારે ખાલી પેટ તેને પીવાથી ઘણાં ફાયદા થશે. જોકે બારમાસીનું સેવન કરતા પહેલાં ડૉક્ટરની સલાહ લો તો સારું રહેશે.
- ગુગલ ન્યુઝમાં Trishul News Gujarati ની અપડેટ મેળવવા ક્લિક કરો: Trishul News Gujarati
- નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
- અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો.
- વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લaખી મેસેજ કરો.
- યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરીને જોતા રહો વિડીયો ન્યુઝ: Trishul News YouTube