ભૂલથી પણ ન વાવતા કોનોકાર્પસ વૃક્ષ, બીમારી અને જળસંકટ નોતરે છે,જુઓ આ વૃક્ષના કારણે થઇ શકે છે આ ગંભીર સમસ્યા

Ban on conocarpus tree: રાજ્યના વન વિભાગે કોનોકાર્પસના રોપા ઉછેર પર પ્રતિબંધ મુક્યો છે. કોનોકાર્પસની આડ અસરોથી લોકોને જાગૃત કરવાનો આદેશ આપી આડકતરી રીતે કોનોકાર્પસને…

Ban on conocarpus tree: રાજ્યના વન વિભાગે કોનોકાર્પસના રોપા ઉછેર પર પ્રતિબંધ મુક્યો છે. કોનોકાર્પસની આડ અસરોથી લોકોને જાગૃત કરવાનો આદેશ આપી આડકતરી રીતે કોનોકાર્પસને દૂર કરવા જણાવ્યું છે. ખાનગી નર્સરીઓના સંચોલકોના અનુમાન મુજબ, મહેસાણા જિલ્લામાં 56 હજારથી વધુ કોનોકાર્પસના (Ban on conocarpus tree) રોપા વૃક્ષ બની ગયા છે.તે બાદ અનેક પાલિકાઓએ આ વૃક્ષ કાપવાન કવાયત હાથ ધરી હતી. પરંતું હજી પણ આ વૃક્ષો જોવા મળે છે. ત્યારે આ રાક્ષસી છોડ ગુજરાતમાં બીજી મહામારી લાવી શકે છે.લોકોના સ્વાસ્થ્યને જોખમમાં મૂકી શકે છે.

સરકારે કોનોકાર્પસ રોપા ઉછેર પર સંપૂર્ણ પ્રતિબંધ લગાવ્યો છે. વન વિભાગના તમામ અધિકારીઓને સ્પષ્ટ સૂચના આપી છે કે, કોનોકાર્પસ નામના વૃક્ષનું વાવેતર અટકાવવામાં આવે તે દિશામાં પગલાં લેવામાં આવે. આવનારા દિવસોમાં કોનોકાર્પસ વૃક્ષનો ઉછેર ન કરવા માટે અભિયાન ચલાવવા માટે પણ કહેવામાં આવ્યું છે.

કોનોકાર્પસ વૃક્ષ પર પ્રતિબંધનું કારણ શું ?
આ વિદેશી પ્રજાતિનું વૃક્ષ છે, કોનોકાર્પસ વૃક્ષને લીધે માનવ શરીરમાં તેની ગંભીર અસર થતી હોવાની વાત સામે આવી છે. આ વૃક્ષના કારણે નાગરિકોમાં શરદી, ઉધરસ, અસ્થમા, એલર્જી વગેરે રોગો થવાની શકતાઓ રહેલી છે. એટલું જ નહિ આ વૃક્ષ વધુ માત્રામાં પાણીનું શોષણ કરે છે અને આસપાસની જમીન પણ ખરાબ કરતા હોવાનું સામે આવ્યું છે.

માનવજીવન પર નકારાત્મક અસર થાય છે
પરિપત્રમાં સરકારે જણાવ્યું હતું કે, ગુજરાત રાજ્યમાં વિદેશી પ્રજાતિના આ વૃક્ષનો વ્યાપ વધી રહ્યો છે. સંશોધન અહેવાલોના મુજબ આ પ્રજાતિના પર્યાવરણ અને માનવજીવન પર નકારાત્મક અસરો ગેરફાયદાઓ ધ્યાને આવેલ છે. તેના મૂળ જમીનમાં ઊંડે સુધી જાય છે અને ખૂબ જ વિકાસ પામે છે. જેથી ઘણા સંદેશાવ્યવહાર કેબલ ઘણી ડ્રેનેજ લાઇન અને પાણીની વ્યવસ્થાને નુકસાન પહોંચાડે છે. આ વૃક્ષમાં શિયાળાની ઋતુમાં ફૂલો આવે છે જેના પરાગરજકો આજુબાજુના વિસ્તારમાં ફેલાય છે જેના કારણે નાગરિકોમાં શરદી ઉધરસ, અસ્થમા, એલર્જી વગેરે રોગો થવાની શક્યતા રહે છે તેવુ જાણવા મળેલ છે.

ભૂગર્ભ જળ શોષી લે છે,મૂળ ઉંડા ઉતરતા હોઇ ડ્રેનેજ,પાણીની લાઇનોને નુકસાન
કોનોકાર્પસ વૃક્ષના અનેક ગેરફાયદા હોવાને કારણે આ વૃક્ષને તાકિદે અટકાવી દેવું હિતાવહ દેખાઇ રહ્યું છે.કોનોકાર્પસવૃક્ષને કારણે અસ્થમાના દર્દીઓને નુકસાન હોવાનું તારણ નીકળ્યું છે. આ વૃક્ષના ફૂલોની પરાગરજને કારણે એલર્જી થતી હોય છે અને શરદી-ઉધરસના કેસો વધતા હોય છે.