ધનતેરસ પર શુભ મુહૂર્તમાં આ સરળ વિધિથી કરો પૂજા; માતા લક્ષ્મી થશે અતિપ્રસન્ન

Dhanteras 2024: દર વર્ષે કારતક માસના કૃષ્ણ પક્ષની ત્રયોદશી તિથિએ ધનતેરસનો તહેવાર ઉજવવામાં આવે છે. આ દિવસે દેવી લક્ષ્મી અને કુબેરજી સિવાય ભગવાન ધન્વંતરીની પૂજા (Dhanteras 2024) કરવાની પરંપરા છે. ધન્વંતરીને આયુર્વેદના દેવતા અને દેવતાઓના વૈધ માનવામાં આવે છે. ધાર્મિક માન્યતાઓ અનુસાર, કારતક મહિનાના કૃષ્ણ પક્ષની ત્રયોદશી તિથિએ સમુદ્ર મંથનમાંથી ભગવાન ધનવંતરી પ્રગટ થયા હતા. ધનતેરસનો દિવસ ધન્વંતરી ત્રયોદશી અથવા ધન્વંતરી જયંતિ તરીકે પણ ઉજવવામાં આવે છે.

તમને જણાવી દઈએ કે ધનતેરસના દિવસે સોનું, ચાંદી, વાસણો, સાવરણી, ધાણા, ઘર, પિત્તળના વાસણો, દીવા અને વાહનોની ખરીદી કરવામાં આવે છે. કહેવાય છે કે આ દિવસે કોઈપણ નવી શુભ વસ્તુની ખરીદી કરવાથી તેનો લાભ અનેક ગણો વધી જાય છે. આ વર્ષે ધનતેરસનો તહેવાર 29 ઓક્ટોબરે ઉજવવામાં આવશે. તો ચાલો હવે જાણીએ કે ધનતેરસ પર સોનું અને ચાંદી ખરીદવાનો શુભ સમય કયો રહેશે.

ધનતેરસની ધાર્મિક માન્યતા
ધાર્મિક માન્યતા અનુસાર, ધનતેરસના દિવસે ભગવાન ધનવંતરી સમુદ્ર મંથનમાંથી અમૃત કળશ સાથે પ્રગટ થયા હતા.એવું પણ માનવામાં આવે છે કે, ધનતેરસ દરમિયાન દેવી લક્ષ્મીની કૃપા મેળવવા માટે નવી વસ્તુઓ ખરીદવાથી ઘરમાં સૌભાગ્ય, સુખ અને સમૃદ્ધિ આવે છે. એવી ધાર્મિર માન્યતા છે કે, જે લોકો ધનતેરસના તહેવાર પર ભગવાન ધનવંતરીની પૂજા કરે છે, તેમને દરેક પ્રકારના રોગો અને કષ્ટોમાંથી મુક્તિ મળે છે.

ધનતેરસ પૂજાનો શુભ સમય 2024
કારતક કૃષ્ણ પક્ષની ત્રયોદશી તિથિ શરૂ થાય છે – 29 ઓક્ટોબર સવારે 10.31 વાગ્યાથી
કારતક કૃષ્ણ પક્ષની ત્રયોદશી તિથિ સમાપ્ત થાય છે – 30મી ઓક્ટોબર બપોરે 1:15 કલાકે
પ્રદોષ કાલ- 29મી ઓક્ટોબર સાંજે 5.38 થી 8.13 સુધી
વૃષભ સમયગાળો- 30 ઓક્ટોબરે સાંજે 6:31 થી 8:17 સુધી
ધનતેરસની પૂજા માટે શુભ સમય – 29 ઓક્ટોબર સાંજે 6.31 થી 8.13 સુધી

વર્ષ 2024માં ધનતેરસ પર સોનું અને ચાંદી ખરીદવાનો શુભ સમય
આ વર્ષે ધનતેરસ પર સોનું ખરીદવાનો શુભ સમય 29 ઓક્ટોબરના રોજ સવારે 10.31 વાગ્યાથી શરૂ થશે, જે 30 ઓક્ટોબરના રોજ સવારે 6.32 વાગ્યા સુધી ચાલશે. આ સમય દરમિયાન સોનું અને ચાંદી ખરીદવું ખૂબ જ સારું રહેશે.કારતક મહિનામાં કૃષ્ણ પક્ષની ત્રયોદશીના દિવસે ધનતેરસનો તહેવાર ઉજવવામાં આવે છે. આ દિવસથી જ દિવાળીની શરૂઆત થાય છે. આ વર્ષે ધનતેરસનો તહેવાર 29 ઓક્ટોબરે ઉજવવામાં આવશે.