વેક્સીન કેટલો સમય સુધી કોરોનાથી બચાવી શકે? આ હકીકત દરેક ભારતીયને જાણવી ખુબ જરૂરી છે- જાણો અહીં

અત્યારે ચાલતા કોરોનાકાળ દરમિયાન ગુજરાત સહિત દેશના અનેક રાજ્યમાં કોરોના ફરી માથું ઊંચકી રહ્યો છે તેવું લાગી રહ્યું છે. આ દરમિયાન જૂનાગઢથી એક ચિંતાજનક સમાચાર સામે આવ્યા છે. અહીં મેડિકલ કોલેજમાં પ્રથમ વર્ષમાં અભ્‍યાસ કરતો એક વિદ્યાર્થી વેક્સિનના બે ડોઝ લીધા બાદ પણ કોરોના સંક્રમિત થયો હોવાનું જાણવા મળ્યું છે. આ સમયે વેક્સિન પર સવાલ ન ઉઠાવતા, આપણે આ મુખ્ય પાંચ વાત સમજવી ખુબ જ જરૂરી છે.

વેક્સિન શરીરમાં શું કામ કરે છે?
વેક્સિન વ્યક્તિને ગંભીર બીમારીથી બચાવવાનું કામ કરે છે. શરીરમાં ગયા બાદ તે વાઇરસ સામે લડે છે અને તેનું સંક્રમણ અટકાવે છે. આ ઉપરાંત ઈમ્યુનિટી વધારવાનું પણ કામ કરે છે. પરંતુ આ માટે તેને 10થી 15 દિવસનો સમય લાગે છે. આ દરમિયાન જો સાવધાની રાખવામાં ન આવે તો સંક્રમિત થવાના ચાન્સ વધવાની શક્યતા છે.

વેક્સિન લીધા પછી કોઈ વ્યક્તિ સંક્રમિત થાય તો શું?
આ વાતને આપણે જૂનાગઢના વિદ્યાર્થીને ધ્યાનમાં રાખીને જ સમજીએ. જાણવા મળ્યું છે કે, વેક્સિનના બે ડોઝ બાદ પણ તે સંક્રમિત થયો છે. આ વિદ્યાર્થી હવે વાઇરસનો કેરિયર છે. તે બીજા સુધી વાઇરસને ફેલાવતા રોકી શકશે નહીં. જેમણે વેક્સિન નથી લીધી તેમના માટે આ વિદ્યાર્થી ખતરો સાબિત થઈ શકે છે.

વેક્સિન લીધા પછી કેટલો સમય સુરક્ષિત રહી શકાય?
અલગ-અલગ સ્ટડી અનુસાર વેક્સિન લીધા બાદ 6 મહિના સુધી જે-તે વ્યક્તિ સુરક્ષિત છે. પણ જો કોઈ વ્યક્તિને કોરોના થઈ ગયો છે તો તે 7 મહિના સુધી સુરક્ષિત છે. કારણ કે, બીમારી પછી શરીરમાં ઉત્પન થતાં એન્ટી બોડી વેક્સિનની તુલનાએ વધુ દિવસ સુધી અસર કરે છે.

વેક્સિન લીધા પછી જીવનું જોખમ કેટલું?
જાણવી દઈએ કે, વેક્સિનને કારણે જીવનું જોખમ લગભગ ટળી જાય છે. મોટા ભાગે દર્દીમાં કોઈ લક્ષણ દેખાતા નથી, અથવા તો સામાન્ય બીમાર થાય છે. જૂનાગઢના આ વિદ્યાર્થી સાથે પણ કંઈક આવું જ થયું છે.

વેક્સિન લીધા પછી શું ધ્યાન રાખવું જોઈએ?
રિપોર્ટ પ્રમાણે વેક્સિનના બે ડોઝના 10થી 15 દિવસ બાદ જ સંક્રમણનો ખતરો ટળે છે. આ 10-15 દિવસ દરમિયાન માસ્ક પહેરવું જરૂરી છે. સાથેસાથે સોશિયલ ડિસ્ટન્સ જાળવવું પણ ખુબ અનિવાર્ય છે.

જૂનાગઢની ઘટના પરથી આપણે શું શીખવાનું?
આ ઘટના પરથી જાણવા મળ્યું કે, ડરવાનું બિલકુલ નથી ફક્ત સજાગ થવાનું છે. વેક્સિન લીધા પછી કે કોરોનાથી સાજા થયા પછી પણ કોવિડના નિયમોનું પાલન કરવું જરૂરી છે. જેથી આપણે પણ સુરક્ષિત રહીએ અને બીજા લોકો પણ સુરક્ષિત રહે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે… લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ:  https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *