સામાન્ય જનતાના ખિસ્સા થશે ખાલીખમ: ગુજરાતના આ શહેરમાં પેટ્રોલ થયું 100ને પાર- જાણો આજનો ભાવ

ગુજરાત(Gujarat): આંતરાષ્ટ્રીય ક્રૂડ ઓઈલ(International crude oil)ના વધતા ભાવની અસર દેશની સાથે સાથે અનેક રાજ્યોમાં પણ જોવા મળી રહી છે. ઈંધણના ભાવ(Fuel prices) વધારાને લઈને હવે ગુજરાત રાજ્યમાં પણ તેલ કંપની(Oil company)ઓ દ્વારા ભાવ વધારો કરવામાં આવ્યો છે. જેને લઈને હવે ઈંધણના ભાવોમાં દિવસેને દિવસે સતત વધારો જોવા મળી રહ્યો છે. એક તરફ મોંઘવારીનો માર સામાન્ય જનતા સહન કરી રહી છે. ત્યારે બીજી બાજુ પેટ્રોલ અને ડીઝલ(Petrol diesel price hike)ના ભાવમાં ધરખમ ભાવ વધારો થતા જનતાને મુશ્કેલી વેઠવાનો વારો આવી ગયો છે.

રાજ્યના આ શહેરમાં ઈંધણના ભાવ થયા 100 રૂપિયાને પાર:
ગુજરાત રાજ્યના અનેક શહેરમાં પેટ્રોલ અને ડીઝલના ભાવ 100 રૂપિયાને પાર થઇ ચુક્યા છે. ત્યારે આજે રાજ્યના અમદાવાદમાં પણ પેટ્રોલ અને ડીઝલમાં વધારો થતા પેટ્રોલના ભાવ 100 રૂપિયાને પાર પહોંચ્યા છે જેને લઈને સામાન્ય જનતાને મોટો ઝટકો લાગ્યો છે. જો વાત કરવામાં આવે તો પેટ્રોલના ભાવમાં 29 પૈસાનો તોતિંગ વધારો ઝીંકવામાં આવ્યો છે. જ્યારે ડીઝલના ભાવમાં પણ રૂપિયા 38 પૈસાનો તોતિંગ વધારો કરવામાં આવ્યો છે. પેટ્રોલ બાદ હવે ડીઝલના ભાવમાં પણ સતત વધારો થતા ડીઝલ પણ થોડા જ દિવસોમાં 100 રૂપિયા પહોંચી જાય તો નવાઈ નહિ. હાલ શહેરમાં ડીઝલના ભાવ પ્રતિ લીટર 98.90 રૂપિયા સુધીની સપાટીએ પહોંચી ગયા છે.

આંતરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ-ઓઈલના ભાવમાં થયો વધારો:
આંતરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ-ઓઈલના વધતા જતા ભાવની અસરને પગલે રાજ્યના અનેક શહેરોમાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ખુબ જ વધારો જોવા મળી રહ્યો છે ત્યારે રાજકોટમાં પેટ્રોલના ભાવ 99.96 રૂપિયા પ્રતિ લીટર તો ડીઝલનો ભાવ 99.14 રૂપિયા પ્રતિ લીટર જોવા મળી રહ્યો છે. આજે પેટ્રોલનો ભાવમાં 29 પૈસાનો વધારો કરવામાં આવ્યો છે જયારે તો ડિઝલના ભાવમાં 38 પૈસાનો તોતિંગ વધારો કરવામાં આવ્યો છે. જ્યારે ભાવનગરમાં પેટ્રોલ-ડીઝલનો ભાવ 100 રૂપિયાને પાર પહોંચી ગયો છે. ભાવનગર શહેરમાં હાલ પેટ્રોલનો 101.73 રૂપિયા પ્રતિ લીટર છે જ્યારે ડીઝલનો ભાવ પ્રતિ લીટર રૂપિયા 100.58 આસમાની સપાટીએ પહોંચી ગયો છે.

પેટ્રોલના ભાવમાં થઇ રહ્યો છે સતત વધારો:
રાજ્યના સુરતમાં પેટ્રોલના ભાવ 99.97 રૂપિયા પ્રતિ લીટર અને ડીઝલનો ભાવ 98.85 રૂપિયા પ્રતિ લીટર, તો જામનગરમાં પેટ્રોલનો ભાવ 99.97 રૂપિયા પ્રતિ લીટર અને ડીઝલનો ભાવ 98.84 રૂપિયા પ્રતિ લીટર પર પહોંચ્યો છે, સાથે વડોદરામાં પણ પેટ્રોલનો ભાવ 100ને પાર પહોંચી ગયો છે અને ડીઝલનો ભાવ 98.93 થઇ ગયો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *