દેશમાં પેટ્રોલના ભાવ અને ડીઝલના ભાવ આસમાને પહોચી ગયા છે. સતત 21 દિવસના વધારા બાદ ગઈકાલે એટલે કે, રવિવારે તેલની કિંમતોમાં વધારો થયો નથી. આજે સોમવારે ફરી એકવાર પેટ્રોલ અને ડીઝલના ભાવમાં નજીવો વધારો થયો છે. સમાચાર એજન્સી એએનઆઈના જણાવ્યા અનુસાર, આજે દિલ્હીમાં પેટ્રોલમાં પ્રતિ લિટર 5 પૈસા અને ડીઝલ પર 13 પૈસા પ્રતિ લીટરનો વધારો થયો છે. જે પછી તમારે રાષ્ટ્રીય રાજધાનીમાં લિટર પેટ્રોલ માટે 80.43 રૂપિયા અને ડીઝલ માટે 80.53 રૂપિયા ચૂકવવા પડશે.
શુક્રવારે પેટ્રોલમાં પ્રતિ લિટર 21 પૈસા અને ડીઝલ પર 17 પૈસા પ્રતિ લીટરનો વધારો કરવામાં આવ્યો હતો. શનિવારે પેટ્રોલ પર પ્રતિ લિટર 25 પૈસા અને ડીઝલ પર 21 પૈસા પ્રતિ લીટરનો વધારો થયો હતો. રવિવારે તેલના ભાવમાં વધારો કરવામાં આવ્યો ન હતો.
શહેર | પેટ્રોલ | ડીઝલ | ||
અમદાવાદ | ૭૭.૯૧ | ૭૭.૮૫ | ||
સુરત | ૭૭.૮૧ | ૭૭.૭૬ | ||
વડોદરા | ૭૭.૯૧ | ૭૭.૮૧ | ||
રાજકોટ | ૭૭.૭૩ | ૭૭.૬૮ | ||
ભાવનગર | ૭૯.૨૨ | ૭૯.૧૪ | ||
જામનગર | ૭૭.૮૨ | ૭૭.૭૫ | ||
જૂનાગઢ | ૭૮.૭૧ | ૭૮.૬૬ | ||
બનાસકાંઠા | ૭૭.૮૧ | ૭૭.૭૭ |
જાણો શું છે આજના ભાવ?
ઈન્ડિયન ઓઇલની વેબસાઇટ અનુસાર, દિલ્હી, કોલકાતા, મુંબઇ અને ચેન્નઇમાં પેટ્રોલનો ભાવ ક્રમશ 80.43 રૂપિયા, 82.10 રૂપિયા, 87.19 રૂપિયા અને 83.63 રૂપિયા પ્રતિ લીટર થયો છે. ચાર મહાનગરોમાં ડીઝલની કિંમત પણ અનુક્રમે વધીને 80.53 રૂપિયા, 75.64 રૂપિયા, 78.83 રૂપિયા અને 77.72 રૂપિયા પ્રતિ લીટર થયો છે.
Delhi: Price of petrol increases to Rs 80.43 (increase by Re 0.05) and that of diesel increases to Rs 80.53 (increase by Re 0.13), a day after there was no change in the prices in the national capital yesterday. pic.twitter.com/yQwiqa5AYG
— ANI (@ANI) June 29, 2020
તમને જણાવી દઈએ કે, 7 જૂનથી 27 જૂન સુધી સતત 21 દિવસ સુધી પેટ્રોલિયમ કંપનીઓએ પેટ્રોલ અને ડીઝલની કિંમતોમાં વધારો કર્યો હતો. આ પહેલીવાર છે જ્યારે દિલ્હીમાં પેટ્રોલ કરતા ડીઝલ મોંઘુ થઈ ગયું છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.
https://play.google.com/store/apps/details?id=com.trishul.news