વધી રહેલા કોરોના કેસથી બચવા આ રાજ્યએ સ્વયં જાહેર કરી લીધું લોકડાઉન

કોરોના સંકટમાં આખા દેશમાં જ્યાં આ સમયે લોકો અનલોક તરફ આગળ વધી રહ્યા છે તો પંજાબમાં ફરી એક વખત લોકડાઉન તરફ આગળ વધી રહ્યું છે.…

કોરોના સંકટમાં આખા દેશમાં જ્યાં આ સમયે લોકો અનલોક તરફ આગળ વધી રહ્યા છે તો પંજાબમાં ફરી એક વખત લોકડાઉન તરફ આગળ વધી રહ્યું છે. જોકે સરકારે અત્યારે અઠવાડિયાના છેલ્લા દિવસો અને કોઈપણ રજાના દિવસોમાં સંપૂર્ણ લોકડાઉનની જાહેરાત કરી છે, જેમાં આવશ્યક સેવાઓ ને છોડી કોઈપણ ને ઘરમાંથી બહાર નીકળવાની પરવાનગી નહીં હોય. એટલે કે શનિવાર અને રવિવારે પંજાબમાં સંપૂર્ણ રીતે લોકડાઉન રહેશે.

ફરી એક વખત પંજાબના બોર્ડરને સીલ કરવામાં આવશે તો પંજાબની રાજધાની અને કેન્દ્રશાસિત પ્રદેશ ચંદીગઢમાં પણ આંતરરાજ્ય બસ સેવાઓ બંધ કરી દેવામાં આવી છે. ફ્લાઇટ તેમજ ટ્રેનથી આવનાર મુસાફરોને હવે 14 દિવસ સુધી ઘરમાં જ રહેવું પડશે. પાછલા કેટલાક દિવસોમાં મોટી સંખ્યામાં કોરોના પોઝિટિવ કેસ આવ્યા છે જે હકીકતમાં ટ્રાવેલ હિસ્ટ્રીના છે.

સાંજે પાંચ વાગ્યે દુકાનો બંધ થશે

તેમજ હરિયાણા પોલીસના અધિકારીએ જણાવ્યું કે રાજ્યનીદુકાનો જે સાંજે સાત વાગ્યે બંધ થઇ જતી હતી તે શનિવારે સાંજે પાંચ વાગ્યે બંધ થઈ જશે. આવશ્યક ચીજવસ્તુઓની દુકાનો સાંજે સાત વાગ્યા સુધી ખુલી રહી શકશે. રેસ્ટોરન્ટ અને દારૂની દુકાન નો રાત્રે ૮ વાગ્યા સુધી ખુલી રહેશે અને રાત્રે 9 વાગ્યા સુધી આવ જા ચાલુ રહેશે.

જણાવી દઈએ કે પંજાબના મુખ્યમંત્રી કેપ્ટન અમરિંદર સિંહના સંકટ સામે લડવા માટે તમામ કોશિશો કરી રહ્યા છે. મુખ્યમંત્રીએ કોરોનાથી લડવા માટે કેટલાક કડક નિર્ણયો લેવાના સંકેત પણ આપ્યા હતા.

મળી રહેલી જાણકારી અનુસાર અલગ અલગ એપાર્ટમેન્ટના અધિકારી અને કોરોનાને લઈને બનાવવામાં આવેલ મંત્રીઓની કમિટી સાથે વીડિયો કોન્ફરન્સ દરમિયાન કેપ્ટન અમરિંદર સિંહ આવનારા દિવસોમાં પંજાબમાં કોરોનાના વધતા કેસની આશંકાને નજરમાં રાખતાં કડક નિર્ણય લેવા માટે તમામ એક્સપર્ટ પાસે સલાહ માંગી હતી.

તેમાં મુખ્ય એ છે કે કેપ્ટન અમરિંદર સિંહ માને છે કે દિલ્હીમાં સતત જે કેસ સામે આવી રહ્યા છે, તેની અસર પંજાબમાં પણ પડી શકે છે. કારણ કે રાષ્ટ્રીય રાજધાનીથી રોજના એવરેજ ૫૦૦થી ૮૦૦ વાહનો પંજાબમાં આવી રહ્યા છે.

એવામાં પંજાબ સરકાર આ વિચાર કરી રહી છે કે દિલ્હી અને અન્ય રાજ્યોમાંથી પંજાબમાં આવી રહેલા લોકો માટે કોરોના ટેસ્ટ ફરજીયાત કરી દેવામાં આવે. જોકે આ વિશે અંતિમ નિર્ણય પંજાબ પોલીસ, સ્વાસ્થ્ય વિભાગ અને મેડિકલ એક્સપર્ટની સલાહ બાદ લેવામાં આવશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.

https://play.google.com/store/apps/details?id=com.trishul.news

અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *