વૈશ્વિક સ્તરે કાચા તેલના ભાવમાં ઘટાડો હોવા છતાં ઘરેલુ બજારમાં ડીઝલના ભાવમાં સતત વધારો થઈ રહ્યો છે. છેલ્લા 19 દિવસથી ડીઝલ અને પેટ્રોલના ભાવ વધી રહ્યા છે. ડીઝલના ભાવમાં સતત વધારો થઇ રહ્યો છે અટકવાનું નામ લઇ રહ્યા નથી. આજે ફરી એકવાર ડીઝલની કિંમત રેકોર્ડ ઉંચાઇ પર પહોંચી ગઇ છે. ઓઇલ કંપનીએ ઇંધણના ભાવમાં 19મા દિવસે સતત વધારાનો રેકોર્ડ બનાવી દીધો છે.
19માં દિવસે ડીઝલમાં 14 પૈસા જ્યારે પેટ્રોલમાં 16 પૈસાનો વધારો ઝીંકાયો છે. જ્યારે છેલ્લા 19 દિવસની વાત કરીએ તો ડીઝલની કિંમતમાં કુલ 10.62 રૂપિયા પ્રતિ લિટર અને પેટ્રોલમાં 8.66 રૂપિયા પ્રતિ લિટરનો વધારો નોંધાયો છે. ઓઇલ માર્કેટિંગ કંપનીએ ભાવમાં વધારો કર્યો છે. કંપનીએ 19મા દિવસે ફરી એકવાર પેટ્રોલના ભાવમાં 14 પૈસાનો વધારો કર્યો છે જ્યારે ડીઝલના ભાવમાં 16 પૈસાનો વધારો કર્યો છે.
પહેલીવાર ડીઝલનો ભાવ 80 રૂપિયાને પાર:
ગુરુવારે એટલે કે, આજે સરકારી તેલ કંપનીઓએ ફ્યુલની કિંમતોમાં વધારો કર્યો છે. દિલ્હીમાં પેટ્રોલના ભાવ 16 પૈસા વધીને 79.76 રૂપિયા પ્રતિ લિટરે પહોંચ્યા છે. જ્યારે ડીઝલમાં 14 પૈસાનો વધારો થતા ભાવ 80.02 રૂપિયા પ્રતિ લિટરે બોલાઈ રહ્યાં છે. આ સાથે દેશના ઇતિહાસમાં પહેલીવાર ડીઝલના ભાવ 80 રૂપિયાને પાર પહોંચ્યા છે. દિલ્હી શું આખા દેશમાં આવું પહેલીવાર થયું છે કે ડીઝલના ભાવ 80ને પાર પહોંચ્યા છે.
ગુજરાતમાં આજના પેટ્રોલ અને ડિઝલના ભાવ:
ગુજરાત રાજ્યની વાત કરીએ તો પ્રમુખ શહેરોમાં પેટ્રોલ અને ડિઝલના ભાવમાં છેલ્લા 19 દિવસમાં જંગી વધારો જોવા મળ્યો છે. અમદાવાદમાં તો પ્રતિ લિટર પેટ્રોલ 77.40 રૂપિયા અને ડીઝલ 77.33 રૂપિયા બોલાઈ રહ્યાં છે. જ્યારે સુરતમાં પેટ્રોલ 77.32 રૂપિયા અને ડીઝલ 77.27 રૂપિયા પ્રતિ લિટરે બોલાઈ રહ્યા છે. આ સિવાય રાજકોટમાં પેટ્રોલ 77.21 રૂપિયા અને ડીઝલ 77.16 રૂપિયા પ્રતિ લિટર ભાવ છે. વડોદરામાં પેટ્રોલ 77.07 રૂપિયા અને ડીઝલ 77.01 રૂપિયા પ્રતિ લિટર ભાવ છે. જામનગરમાં પેટ્રોલ 77.36 રૂપિયા અને ડીઝલ 77.24 રૂપિયા પ્રતિ લિટર ભાવ છે. જૂનાગઢમાં પેટ્રોલ 78.14 રૂપિયા અને ડીઝલ 78.08 રૂપિયા પ્રતિ લિટર આ ઉપરાંત, ભાવનગરમાં પેટ્રોલ 78.70 રૂપિયા અને ડીઝલ 78.64 રૂપિયા પ્રતિ લિટર ભાવ બોલાઈ રહ્યા છે.
દરરોજ સવારે 6 વાગે બદલાય છે પેટ્રોલ અને ડીઝલના ભાવ:
દરરોજ સવારે છ વાગે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ફેરફાર થાય છે. સવારે છ વાગ્યાથી નવા ભાવ લાગૂ થાય છે. પેટ્રોલ તથા ડીઝલના ભાવમાં એક્સાઇઝ ડ્યૂટી ડીલર કમીશન અને અન્ય વસ્તુઓ ઉમેર્યા બાદ તેનો ભાવ લગભગ બમણો થઇ જાય છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.
https://play.google.com/store/apps/details?id=com.trishul.news