સરકારી તેલ કંપનીઓએ આજે ગ્રાહકોને મોટી રાહતના સમાચાર આપ્યા છે. સતત દિવસો સુધી પેટ્રોલના ભાવમાં વધારા પછી આજે પેટ્રોલના ભાવ સ્થિર રહ્યો છે. ગઈકાલે પેટ્રોલના ભાવમાં 13-17 પૈસાનો વધારો કરવામાં આવ્યો હતો. ડીઝલની કિંમતમાં આજે સતત 19 મો દિવસ છે, જેમાં કોઈ વધારો થયો નથી. ગયા મહિને, પેટ્રોલના ભાવ સ્થિર હતા, ડીઝલના ભાવ નવા કિર્તિમાન સ્થાપિત કરી રહ્યા હતા. જુલાઈમાં ડીઝલના ભાવમાં 10 વખત વધારો થયો હતો. જેમાં 1.60 રૂપિયા પ્રતિ લીટરના વધારો નોંધવામાં આવ્યો હતો. જણાવી દઇએ કે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં એક્સાઈઝ ડ્યુટી, ડીલર કમિશન અને અન્ય વસ્તુઓ ઉમેર્યા પછી તેની કિંમત લગભગ બમણી થાય છે.
જાણો તમારા શહેરમાં તેલના ભાવ
દિલ્હીમાં આજે 19 ઓગસ્ટના પેટ્રોલ-ડીઝલ બન્નેના ભાવ સ્થિર છે. પેટ્રોલ કાલના ભાવ 80.90 રૂપિયા પ્રતિ લીટર અને ડીઝલ પણ કાલના ભાવ 73.56 રૂપિયા પ્રતિ લીટરના હિસાબથી વેચાઈ રહ્યા છે.
મુંબઈમાં પેટ્રોલ-ડીઝલના ભાવ સ્થિર છે. પેટ્રોલના ભાવ 87.58 રૂપિયા પ્રતિ લીટર અને ડીઝલના ભાવ 80.11 રૂપિયા પ્રતિ લીટર છે. કોલકતામાં પેટ્રોલ-ડીઝલની કિંમત સ્થિર છે. પેટ્રોલ 82.43 રૂપિયા પ્રતિ લીટર છે અને ડીઝલ ગઇ કાલના ભાવ 77.06 રૂપિયા પ્રતિ લીટર છે.
ચેન્નઈમાં પેટ્રોલ 83.99 રૂપિયા પ્રતિ લીટર અને ડીઝલ ગઇ કાલના ભાવ 78.86 રૂપિયા પ્રતિ લીટરના હિસાબથી વેચાય રહ્યું છે. બેંગ્લોરમાં ગઇ કાલે પેટ્રોલના ભાવમાં 83.52 રૂપિયા પ્રતિ લીટર ડીઝલ ગઇકાલે 77.88 રૂપિયા પ્રતિ લીટરના હિસાબથી આજે પણ વેચાઈ રહ્યુ છે.
તમને જણાવી દઈએ કે પેટ્રોલ અને ડીઝલની કિંમતોની દરરોજ સમીક્ષા કરવામાં આવે છે. સવારે 6 વાગ્યે નવી કિંમતો બહાર પાડવામાં આવે છે. તમે SMS દ્વારા પેટ્રોલ અને ડીઝલની કિંમત પણ જાણી શકો છો, આ માટે તમે IOC ગ્રાહકોને 9224992249, RSP, BPCL ગ્રાહકોને 9223112222 RSP અને HPCL ગ્રાહકોને 9222201122 પર HPPRICE મોકલી શકો છો.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ: https://t.me/trishulnews