મોંઘવારી તો કમર તોડી નાખશે: પેટ્રોલ-ડીઝલની કિંમતમાં ફરી એક વાર થયો વધારો- જાણો આજનો લેટેસ્ટ ભાવ

દેશમાં મોંધવારી(Inflation)નો માર સતત વધી રહ્યો છે. સાથે કોરોના જેવી જીવલેણ બીમારીએ પણ લોકોની કમર તોડી નાખી છે. ત્યારે પેટ્રોલ ડીઝલના ભાવ(Petrol diesel prices)માં પણ સતત વધારો નોંધાઈ રહ્યો છે જેને લીધે તેની અસર સામાન્ય જનતા પર પડી રહી છે. ત્યારે ફરી એક વખત ડીઝલના ભાવમાં ભડકો થયો છે.

દેશમાં ફરી એકવાર ડીઝલના ભાવમાં વધારો થયો છે. શુક્રવારે એટલે જે આજ રોજ 24 સપ્ટેમ્બર, 2021 દરમિયાન બે મહિનાથી વધુ સમય પછી દેશમાં ડીઝલના ભાવમાં ફરી એકવાર વધારો થયો છે. આજે ઓઈલ માર્કેટિંગ કંપનીઓ(Oil marketing companies)એ ડીઝલમાં 20 થી 22 પૈસા પ્રતિ લીટરનો વધારો કર્યો છે. જોકે, પેટ્રોલના ભાવ સ્થિર રાખવામાં આવ્યા છે.

રાજધાની દિલ્હીમાં ડીઝલ 88.62 રૂપિયા પ્રતિ લીટરથી વધીને 88.82 રૂપિયા પ્રતિ લીટર થયું છે. તે જ સમયે, મુંબઈમાં ડીઝલની કિંમત 96.19 રૂપિયા પ્રતિ લીટરથી વધીને 96.41 રૂપિયા પ્રતિ લીટર થઈ ગઈ છે. જો આપણે એક વખત ક્રૂડ ઓઈલના ભાવ પર નજર કરીએ તો ગઈકાલે તેમાં ઘટાડો થયો હતો. આંતરરાષ્ટ્રીય તેલ ધોરણ બ્રેન્ટ ક્રૂડ 0.12 ટકા ઘટીને 76.10 ડોલર પ્રતિ બેરલ થયું છે.

તમને જણાવી દઈએ કે અગાઉ 15 જુલાઈ, 2021 ના ​​રોજ ડીઝલના ભાવમાં વધારો કરવામાં આવ્યો હતો. ત્યારબાદ પેટ્રોલ 15 પૈસા મોંઘુ થયું. પરંતુ ત્યાર બાદ પેટ્રોલ-ડીઝલની કિંમતો પર બ્રેક લાગી હતી. ઓગસ્ટ-સપ્ટેમ્બરમાં પણ થોડા દિવસો માટે ઈંધણના ભાવમાં ઘટાડો પણ થયો હતો.

આજના પેટ્રોલ-ડીઝલના ભાવ શું છે?
દિલ્હીમાં પેટ્રોલ – ₹ 101.19 પ્રતિ લિટર; ડીઝલ – ₹ 88.82 પ્રતિ લિટર ભાવ છે. મુંબઈમાં પેટ્રોલ -₹ 107.26 પ્રતિ લિટર; ડીઝલ – ₹ 96.41 પ્રતિ લિટર ભાવ છે. કોલકાતામાં પેટ્રોલ – ₹ 101.62 પ્રતિ લિટર; ડીઝલ – ₹ 91.92 પ્રતિ લિટર ભાવ છે. ચેન્નઈમાં પેટ્રોલ – ₹  98.96 રૂપિયા પ્રતિ લિટર; ડીઝલ – ₹ 93.46 પ્રતિ લિટર ભાવ છે.

બેંગલુરુમાં પેટ્રોલ -₹ 104.70 પ્રતિ લિટર; ડીઝલ – ₹ 94.27 પ્રતિ લિટર ભાવ છે. ભોપાલમાં પેટ્રોલ -₹ 109.63 પ્રતિ લિટર; ડીઝલ – ₹ 97.65 પ્રતિ લિટર ભાવ છે. લખનઉમાં પેટ્રોલ -₹ 98.30 રૂપિયા પ્રતિ લીટર, ડીઝલ – ₹ 89.23 રૂપિયા પ્રતિ લીટર ભાવ છે. પટનામાં પેટ્રોલ – ₹ 103.79 પ્રતિ લિટર; ડીઝલ -₹ 94.80 પ્રતિ લિટર ભાવ છે. ચંડીગમાં પેટ્રોલ – ₹ 97.40 પ્રતિ લિટર; ડીઝલ -₹ 88.56 રૂપિયા પ્રતિ લિટર ભાવ છે.

અહી ઉલ્લેખનીય છે કે, દરરોજ સવારે 6 વાગ્યે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ફેરફાર થાય છે. સવારે 6 વાગ્યે નવી કિંમતો લાગુ થઇ જાય છે. પેટ્રોલ તથા ડીઝલની કિંમતમાં ડીલર કમિશન, એક્સાઈઝ ડ્યૂટી અને અન્ય વસ્તુઓ જોડ્યા બાદ તેમના ભાવ બમણા થઈ જાય છે. આંતરરાષ્ટ્રીય બજારોમાં ક્રુડ ઓઈલનો ભાવ શું છે તેને આધારે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ફેરફાર થાય છે. જેના માપદંડોને આધારે પેટ્રોલના ભાવ અને ડીઝલના ભાવ નક્કી કરવાનું કામ તેલ કંપનીઓ કરે છે.

પેટ્રોલ-ડિઝલનો ભાવ તમે SMS દ્વારા પણ જાણી શકો છો. ઇંડિયન ઓઇલની વેબસાઇટ અનુસાર તમારે RSP અને તમારા શહેરનો કોડ લખીને 9224992249 નંબર મોકલવાનો રહેશે. જયારે બીપીસીએલ ગ્રાહકો RSP લખીને 9223112222 પર મેસેજ મોકલવાનો રહેશે અને એચપીસીએલ ગ્રાહકો HPPrice લખીને 9222201122 પર મેસેજ કરીને પેટ્રોલ-ડિઝલનો ભાવ જાણી શકશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *