11.52 રૂપિયા મોંઘુ થયું પેટ્રોલ, અહીં ક્લિક કરી જાણો તમારે ત્યાં કેટલા છે ભાવ?

હાલ દેશમાં પેટ્રોલના ભાવ 100 ને પાર કરી ચુક્યા છે. છેલ્લા દિવસો ની અપડેટ જોઈએ તો છેલ્લા ૧૨ દિવસમાં ૧૧ જેટલું પેટ્રોલ મોંઘું થઈ ગયું છે. રાહતના સમાચાર તો એ છે કે સરકારી ઓઇલ કંપની a.aja ના દિવસે એટલે કે તારીખ 25 7 21 ના રોજ પેટ્રોલ-ડીઝલની કિંમતમાં કોઇ પણ વધારો કર્યો નથી અને મોટાભાગના શહેરોમાં પેટ્રોલ-ડીઝલની કિંમત સ્થિર છે. સાથે સાથે જ ઇન્ટરનેશનલ માર્કેટમાં પણ આ અઠવાડિયે કાચા તેલની કિંમતમાં વધારો થતો ગયો છે. છેલ્લા 8 દિવસથી સ્થાનિક માર્કેટમાં ઈંધણની કિંમતોમાં કોઇ લાંબો ફેરફાર જોવા મળ્યો નથી. દેશની રાજધાની દિલ્હીમાં પેટ્રોલની કિંમત ૧૦૪.84 રૂપિયા અને ડીઝલની કિંમત 89.87 રૂપિયા છે.

આ વર્ષે પેટ્રોલ-ડીઝલના ભાવ આસમાન આંબી લીધું છે. ખાસ કરીને મે મહિના પછી પેટ્રોલ અને ડીઝલની કિંમતમાં સતત વધારો થઈ રહ્યો દેખાઈ આવ્યો છે. છેલ્લા 42 દિવસની વાત કરીએ તો પેટ્રોલ લગભગ 11.52 રૂપિયા જેટલું મોંઘું થઈ ગયું છે. સૂત્રો દ્વારા જણાવ્યું છે કે મે મહિનાથી જુલાઈ મહિના વચ્ચે ઇંધણના ભાવમાં સતત વધારો નોંધાયો હતો અને છેલ્લા ૧૨ દિવસની જો વાત કરીએ તો પેટ્રોલ અને ડીઝલના ભાવમાં 11.52 રૂપિયા પ્રતિ લિટરનો વધારો નોંધાયો છે.

ગુજરાતના મુખ્ય ચાર શહેરોના ભાવ

અમદાવાદની વાત કરીએ તો આજે પેટ્રોલની કિંમત 98.54 રૂપિયા અને ડીઝલની કિંમત 96.71 રૂપિયા પ્રતિ લીટર છે.

સુરત શહેરની વાત કરીએ તો આજના દિવસે પેટ્રોલની કિંમત 98.39 રૂપિયા અને ડીઝલની કિંમત 96.59 પ્રતિ લીટર છે.

વડોદરા શહેરની વાત કરીએ તો આજે પેટ્રોલની કિંમત 98.09 રૂપિયા અને ડીઝલની કિંમત 96.25 રૂપિયા પ્રતિ લીટર છે.

રાજકોટ શહેરની વાત કરીએ તો આજે પેટ્રોલની કિંમત 98.25 રૂપિયા અને ડીઝલની કિંમત 96.45 રૂપિયા પ્રતિ લીટર છે.

દેશના 19 રાજ્યોમાં પેટ્રોલ રૂપિયાને પાર પહોંચ્યો છે. જે પૈકી દેશની રાજધાની દિલ્હી મહારાષ્ટ્ર તમિલનાડુ પશ્ચિમ બંગાળ આંધ્રપ્રદેશ તેલંગાણા રાજસ્થાન કર્ણાટક ઉત્તરપ્રદેશ મધ્યપ્રદેશ હરિયાણા જમ્મુ-કાશ્મીર ઓરિસ્સા અદા કેરલ પંજાબ બિહાર સિક્કિમ અને નાગાલેન્ડ નો સમાવેશ થાય છે.

તમારે ત્યાં કેટલો ભાવ છે જાણો આ રીતે…
સામાન્ય રીતે પેટ્રોલ-ડીઝલના ભાવ દરરોજ બદલાતા રહે છે. જો તમારે પેટ્રોલ-ડીઝલના દરરોજ ના ભાવ જાણવા હોય તો એસએમએસ કરીને પણ જાણી શકાય છે. ઇન્ડિયન ઓઇલના ગ્રાહક RSP સાથે તમારા શહેરનો કોડ લખી 9224992249 પર મોકલી ને જાણકારી મેળવી શકાય છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *