ચમત્કાર કે ચૂંટણી પ્રચાર: પેટ્રોલ અને ડીઝલના ભાવમાં થશે આટલા રૂપિયાનો ઘટાડો

હાલમાં સરકાર દ્વારા પેટ્રોલ અને ડીઝલના ભાવમાં 5 રૂપિયાનો ઘટાડો કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. આ ઉપરાંત કેફી પીણાં પર પણ 25% નો ઘટાડો કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. પેટ્રોલ અને ડીઝલની કિંમતોમાં ઘટાડો કરવાથી ગ્રાહકોને મોટી રાહત મળી છે.

માનવામાં આવી રહ્યું છે કે, રાજ્યમાં થનાર વિધાનસભા ચૂંટણીને લઈને સરકાર દ્વારા આ નિર્ણય કરવામાં આવ્યો છે. આજે મધરાતથી આ નવા ભાવ લાગુ કરવામાં આવશે. ગ્રાહકોને પેટ્રોલ ડીઝલના ભાવમાં એ સમયે રાહત મળશે જયારે દેશમાં કિંમતો આસમાને છે. અનેક શહેરોમાં તો પેટ્રોલ ડીઝલના ભાવ 100 રૂપિયા સુધી પહોંચ્યા છે.

રાજ્યના નાણામંત્રી હેમંત બિસ્વા સરમા દ્વારા સરકારના આ નિર્ણયની જાણકારી શુક્રવારે વિધાનસભામાં આપવામાં આવી હતી. રાજ્યમાં માર્ચ એપ્રિલમાં વિધાનસભા ચૂંટણી થવા જઈ રહી છે. 2016માં પૂર્ણ બહુમત સાથે સત્તામાં આવનાર ભાજપ સરકાર આ વખતે ફરીથી સરહદી રાજ્યમાં સત્તા પર આવવા તૈયારીઓ કરી રહી છે. પશ્ચિમ બંગાળ, આસામ સહીત 5 રાજ્યોમાં ચૂંટણીઓ આવી રહી છે. બાંગ્લાદેશ ઘૂસણખોરીના મુદ્દાને લઈને સતત ચર્ચામાં રહેતા આસામને ભાજપ માટે પૂર્વોત્તરનું પ્રવેશ માનવામાં આવે છે. હાલમાં ભાજપ ત્રિપુરાથી લઈને અરુણાચલ પ્રદેશ સુધી કોઈ પૂર્વોત્તર રાજ્યમાં સત્તા પર નથી.

સરમાએ કહ્યું હતું કે, આ નિર્ણયથી રાજ્ય સરકારને દર મહિને 80 કરોડ રૂપિયાનું નુકશાન થશે. તેમણે કહ્યું કે, જયારે કોરોના સંકટ પોતાની ચરમસીમાએ હતો ત્યારે અમે પેટ્રોલ ડીઝલના ભાવ પર ટેક્સમાં વધારો કર્યો હતો. હવે સ્થિતિ નિયંત્રણમાં છે અને હેલ્થ સેક્ટર પર ભારણ ઓછું થયું છે. એવામાં સરકાર દ્વારા ટેક્સમાં કાપ મુકવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. તેમને કહ્યું કે, આ નિર્ણય પછી ગુજરાત બાદ આસામ દેશમાં સૌથી સસ્તું પેટ્રોલ આપણા રાજ્ય બની જશે. આ ઉપરાંત ડીઝલની વાત કરીયે તો હિમાચલ પ્રદેશ, હરિયાણા અને ઉત્તર પ્રદેશ પછી આસામ ચોથા ક્રમે આવશે.

નાણામંત્રી હેમંત બિસ્વા દ્વારા શુક્રવારે વિધાનસભામાં રૂપિયા 60,784 કરોડનું વોટ એન એકાઉન્ટ રજૂ કરવામાં આવ્યું હતું અને પેટ્રોલ-ડીઝલ પરનો વધારાનો કેસ પાછો ખેંચી લીધો હતો. ત્યારબાદ આસામમાં લિટર દીઠ પેટ્રોલ 5 રૂપિયા સસ્તુ થશે.

નાણાં પ્રધાણ દ્વારા ચાલુ નાણાકીય વર્ષના પ્રથમ 6 મહિના માટે 60,784.03 રૂપિયાનું વોટ ઓન એકાઉન્ટ રજૂ કરવામાં આવ્યું હતું. નાણાં પ્રધાને માહિતી આપી હતી કે, આસામની જીએસડીપી રૂપિયા 2,02,080.85થી વધીને રૂપિયા 2,48,796.15 થઈ ગઈ છે. આ વર્ષ 2016 થી 2017 અને 2019 થી 2020ના વર્ષના આંકડા છે. આ સમયગાળા દરમિયાન વાર્ષિક વિકાસ દર 7.11 હતો જ્યારે દેશનો વિકાસ દર આ ગાળામાં 6.11 ટકા હતો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ:  https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *