મોંઘવારીના મોરચે સામાન્ય લોકો માટે સારા સમાચાર છે. સરકારી તેલ કંપનીઓએ આજે એટલે કે 26 ફેબ્રુઆરીના રોજ પેટ્રોલ અને ડીઝલના નવા દરો જાહેર કર્યા છે. આંતરરાષ્ટ્રીય બજારોમાં ક્રૂડ ઓઈલની વધતી કિંમતો વચ્ચે દેશમાં ત્રણ મહિનાથી વધુ સમયથી પેટ્રોલ અને ડીઝલના ભાવમાં કોઈ ફેરફાર થયો નથી. જયારે સરકારી ઓઈલ કંપનીઓએ સતત 115 દિવસ સુધી ઈંધણના ભાવમાં કોઈ ફેરફાર કર્યો નથી. આજે એટલે કે 26 ફેબ્રુઆરીના રોજ પેટ્રોલની કિંમત યથાવત છે. આજે પણ પેટ્રોલ અને ડીઝલના ભાવમાં કોઈ ફેરફાર ન થતા ગ્રાહકોને મોટી રાહત મળી છે. તમને જણાવી દઈએ કે 03 નવેમ્બરે એક્સાઈઝ ડ્યુટીમાં ઘટાડા બાદ પેટ્રોલ અને ડીઝલ રાષ્ટ્રીય સ્તરે સ્થિર છે.
દેશના મોટા શહેરોમાં પેટ્રોલ અને ડીઝલના ભાવ:
દિલ્હીમાં પેટ્રોલની કિંમત 95.41 રૂપિયા છે જ્યારે ડીઝલની કિંમત 86.67 રૂપિયા પ્રતિ લીટર છે. મુંબઈમાં પેટ્રોલની કિંમત 109.98 રૂપિયા અને ડીઝલની કિંમત 94.14 રૂપિયા પ્રતિ લીટર છે. કોલકાતામાં પેટ્રોલની કિંમત 104.67 રૂપિયા છે જ્યારે ડીઝલની કિંમત 89.79 રૂપિયા પ્રતિ લીટર છે. તેમજ ચેન્નાઈમાં પણ પેટ્રોલ 101.40 રૂપિયા પ્રતિ લિટર અને ડીઝલ 91.43 રૂપિયા પ્રતિ લિટર છે. જયારે બેંગ્લોરમાં પેટ્રોલની કિંમત 100.58 રૂપિયા છે જ્યારે ડીઝલની કિંમત 85.01 રૂપિયા પ્રતિ લીટરના ભાવે વેચાણ થઇ રહ્યું છે.
દેશમાં પેટ્રોલ અને ડીઝલ મોંઘા હોવાનું કારણ…
તમને જણાવી દઈએ કે પેટ્રોલ અને ડીઝલની કિંમતમાં એક્સાઈઝ ડ્યુટી, ડીલર કમિશન અને અન્ય વસ્તુઓ ઉમેર્યા બાદ તેની કિંમત લગભગ બમણી થઈ જાય છે. વિદેશી વિનિમય દરો સાથે આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડના ભાવ શું છે તેના આધારે પેટ્રોલ અને ડીઝલના ભાવ દરરોજ બદલાય છે.
જાણો તમારા શહેરમાં પેટ્રોલ અને ડીઝલના ભાવ:
તમને જણાવી દઈએ કે પેટ્રોલ અને ડીઝલના ભાવ દરરોજ બદલાય છે અને નવા દરો સવારે 6 વાગ્યે અપડેટ થાય છે. તમે SMS દ્વારા પેટ્રોલ અને ડીઝલના દૈનિક દર પણ જાણી શકો છો. ઈન્ડિયન ઓઈલના ગ્રાહકો RSP સાથે સિટી કોડ 9224992249 પર મોકલીને અને BPCL ગ્રાહકો RSP લખીને 9223112222 નંબર પર માહિતી મેળવી શકે છે. તેમજ HPCL ઉપભોક્તા 9222201122 નંબર પર HP પ્રાઇસ મોકલીને કિંમત જાણી શકે છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.