ફરી એકવાર વધ્યા પેટ્રોલ-ડીઝલના ભાવ- ગુજરાતના મોટાભાગના શહેરોમાં ભાવ થયા 100ને પાર

આજે ફરી સામાન્ય જનતાને મોંઘવારીનો ઝટકો લાગ્યો છે. પેટ્રોલ અને ડીઝલના ભાવ(Petrol and diesel prices)માં વધારાનો સિલસિલો યથાવત છે. ગુરુવારે 31 માર્ચના રોજ તેલની કિંમતમાં ફરી એકવાર વધારો થયો છે. આ રીતે છેલ્લા 10 દિવસમાં નવમી વખત પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધારો થયો છે. આજે પેટ્રોલ અને ડીઝલ બંનેના ભાવમાં પ્રતિ લીટર 80 પૈસાનો વધારો થયો છે. આ રીતે નવ દિવસમાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં 6.40 રૂપિયાનો વધારો થયો છે.

આ પહેલા બુધવારે 30 માર્ચે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં પ્રતિ લીટર 80 પૈસાનો વધારો કરવામાં આવ્યો હતો. તમને જણાવી દઈએ કે, 22 માર્ચે દેશમાં પેટ્રોલ અને ડીઝલની કિંમતમાં વધારાનો રાઉન્ડ ચાલી રહ્યો છે. રેકોર્ડ 137 દિવસ સુધી સ્થિર રહ્યા બાદ 22 માર્ચે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધારો કરવામાં આવ્યો હતો. ગયા વર્ષે 4 નવેમ્બરથી 21 માર્ચ સુધી બંને ઈંધણના ભાવમાં કોઈ વધારો થયો નથી.

ગુજરાતના મુખ્ય શહેરોમાં આજના પેટ્રોલ અને ડીઝલના ભાવ:
અમદાવાદમાં પેટ્રોલની કિંમત 101.58 રૂપિયા અને ડીઝલની કિંમત 95.80 રૂપિયા છે.
અમરેલીમાં પેટ્રોલની કિંમત 102.94 રૂપિયા અને ડીઝલની કિંમત 97.19 રૂપિયા છે.
આણંદમાં પેટ્રોલની કિંમત 101.25 રૂપિયા અને ડીઝલની કિંમત 95.48 રૂપિયા છે.

ભરૂચમાં પેટ્રોલની કિંમત 101.72 રૂપિયા અને ડીઝલની કિંમત 95.97 રૂપિયા છે.
ભાવનગરમાં પેટ્રોલની કિંમત 103.16 રૂપિયા અને ડીઝલની કિંમત 97.39 રૂપિયા છે.
બોટાદમાં પેટ્રોલની કિંમત 103.15 રૂપિયા અને ડીઝલની કિંમત 97.38 રૂપિયા છે.
દાહોદમાં પેટ્રોલની કિંમત  102.56 રૂપિયા અને ડીઝલની કિંમત 96.79 રૂપિયા છે.

ગાંધીનગરમાં પેટ્રોલની કિંમત 101.77 રૂપિયા અને ડીઝલની કિંમત 96.00 રૂપિયા છે.
જામનગરમાં પેટ્રોલની કિંમત 101.50 રૂપિયા અને ડીઝલની કિંમત 95.73 રૂપિયા છે.
જુનાગઢમાં પેટ્રોલની કિંમત 102.04 રૂપિયા અને ડીઝલની કિંમત 96.28 રૂપિયા છે.
મોરબીમાં પેટ્રોલની કિંમત 101.47 રૂપિયા અને ડીઝલની કિંમત 95.71 રૂપિયા છે.

નવસારીમાં પેટ્રોલની કિંમત 102.04 રૂપિયા અને ડીઝલની કિંમત 96.29 રૂપિયા છે.
પાટણમાં પેટ્રોલની કિંમત 101.69 રૂપિયા અને ડીઝલની કિંમત 95.93 રૂપિયા છે.
રાજકોટમાં પેટ્રોલની કિંમત 101.26 રૂપિયા અને ડીઝલની કિંમત 95.50 રૂપિયા છે.
સુરતમાં પેટ્રોલની કિંમત 101.33 રૂપિયા અને ડીઝલની કિંમત 95.57 રૂપિયા છે.
વડોદરામાં પેટ્રોલની કિંમત 101.23 રૂપિયા અને ડીઝલની કિંમત 95.46 રૂપિયા છે.

આ વધારા બાદ દિલ્હીમાં એક લીટર પેટ્રોલની કિંમત 93.07 રૂપિયા પ્રતિ લીટર અને ડીઝલની કિંમત 93.07 રૂપિયા પ્રતિ લીટર પર પહોંચી ગઈ છે. તેમજ મુંબઈમાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં 84 પૈસાનો વધારો થયો છે. અહીં પેટ્રોલ 116.72 રૂપિયા પર પહોંચી ગયું છે, જ્યારે ડીઝલ 100.94 રૂપિયા થઈ ગયું છે. કોલકાતામાં પેટ્રોલમાં 83 પૈસા અને ડીઝલમાં 80 પૈસાનો વધારો થયો છે, જે બાદ પેટ્રોલની કિંમત 111.35 રૂપિયા અને ડીઝલની કિંમત 96.22 રૂપિયા થઈ ગઈ છે. ચેન્નાઈમાં આજે એક લિટર પેટ્રોલમાં 76 પૈસાનો વધારો નોંધવામાં આવ્યો છે. અને પેટ્રોલ 107.45 રૂપિયા પ્રતિ લીટરના ભાવે વેચાઈ રહ્યું છે. તેમજ ડીઝલ 97.52 રૂપિયામાં વેચાઈ રહ્યું છે.

દેશમાં પેટ્રોલ અને ડીઝલ મોંઘા થવા પાછળનું કારણ: 
તમને જણાવી દઈએ કે પેટ્રોલ અને ડીઝલની કિંમતમાં એક્સાઈઝ ડ્યુટી, ડીલર કમિશન અને અન્ય વસ્તુઓ ઉમેર્યા બાદ તેની કિંમત લગભગ બમણી થઈ જાય છે. વિદેશી વિનિમય દરો સાથે આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડના ભાવ શું છે તેના આધારે પેટ્રોલ અને ડીઝલના ભાવ દરરોજ બદલાય છે.

જાણો તમારા શહેરમાં પેટ્રોલ અને ડીઝલના ભાવ: 
તમને જણાવી દઈએ કે પેટ્રોલ અને ડીઝલના ભાવ દરરોજ બદલાય છે અને સવારે 6 વાગ્યે અપડેટ થાય છે. તમે SMS દ્વારા પેટ્રોલ અને ડીઝલના દૈનિક દર પણ જાણી શકો છો. ઈન્ડિયન ઓઈલના ગ્રાહકો RSP સાથે સિટી કોડ 9224992249 પર મોકલીને અને BPCL ગ્રાહકો RSP લખીને 9223112222 નંબર પર માહિતી મેળવી શકે છે. તેમજ HPCL ઉપભોક્તા 9222201122 નંબર પર HP પ્રાઇસ મોકલીને કિંમત જાણી શકો છો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *