દેશમાં પેટ્રોલ-ડીઝલ(Petrol-diesel)ના ભાવમાં સતત બીજા દિવસે વધારો થયો છે. આજે ફરી એકવાર ઓઈલ કંપનીઓએ પેટ્રોલ-ડીઝલના ભાવ(Petrol-diesel price hike)માં પ્રતિ લીટર 80 પૈસાનો વધારો કર્યો છે. રાજધાની દિલ્હીમાં પેટ્રોલની કિંમત 97.01 રૂપિયા પ્રતિ લિટર અને ડીઝલની કિંમત 88.27 રૂપિયા પ્રતિ લિટર થઈ ગઈ છે.
રશિયા અને યુક્રેન વચ્ચે ચાલી રહેલા યુદ્ધની અસર વિશ્વભરમાં ઈંધણની કિંમતો પર પડી છે. આંતરરાષ્ટ્રીય બજારમાં છેલ્લા કેટલાક દિવસોમાં કાચા તેલની કિંમતોમાં જોરદાર ઉછાળો જોવા મળી રહ્યો છે. આ જ કારણ છે કે દેશની સરકારી કંપનીઓએ પણ ઈંધણના ભાવમાં વધારો કર્યો છે. આ પહેલા ગઈકાલે પણ પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધારો કરવામાં આવ્યો હતો.
જાણો તમારા શહેરનો ભાવ:
સુરત શહેરમાં પેટ્રોલનો ભાવ 96.73 રૂપિયા પ્રતિ લીટર સુધી પહોંચી ગયો છે. જ્યારે રાજકોટમાં પેટ્રોલનો ભાવ 96.53 રૂપિયા પ્રતિ લીટર સુધી પહોંચી ગયો છે. વડોદરામાં પેટ્રોલનો ભાવ 96.43 રૂપિયા પ્રતિ લીટર સુધી પહોંચી ગયો છે. અમદાવાદમાં પેટ્રોલનો ભાવ 96.51 રૂપિયા પ્રતિ લીટર સુધી પહોંચી ગયો છે. જામનગરમાં પેટ્રોલનો ભાવ 97.14 રૂપિયા પ્રતિ લીટર સુધી પહોંચી ગયો છે.
તે જ સમયે, દેશની રાજધાની મુંબઈમાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં 85 પૈસાનો વધારો થયો છે. અહીં હવે પેટ્રોલની કિંમત વધીને 111.67 રૂપિયા પ્રતિ લીટર અને ડીઝલની કિંમત 95.85 રૂપિયા પ્રતિ લીટર થઈ ગઈ છે.
બીજી તરફ કોલકાતામાં પેટ્રોલની કિંમત 106.34 રૂપિયા પ્રતિ લીટર અને ડીઝલની કિંમત 91.42 રૂપિયા પ્રતિ લીટર થઇ ગઇ છે. આ સિવાય ચેન્નાઈમાં પણ પેટ્રોલની કિંમત 100ની ઉપર છે. અહીં પેટ્રોલ 102.91 રૂપિયા પ્રતિ લીટર અને ડીઝલ 92.95 રૂપિયા પ્રતિ લીટરના ભાવે વેચાઈ રહ્યું છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.