Gujarat Petrol Diesel Price: આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઈલના ભાવમાં સતત વધઘટ થઈ રહી છે. તેના આધારે દેશભરમાં પેટ્રોલ અને ડીઝલના ભાવ નક્કી કરવામાં આવે છે. જો કે, લાંબા સમયથી રાષ્ટ્રીય સ્તરે તેલની કિંમતોમાં કોઈ ફેરફાર થયો નથી. તાજેતરના અપડેટ (Gujarat Petrol Diesel Price) મુજબ આજે એટલે કે 08 ઓક્ટોબર, 2024ના રોજ પેટ્રોલ અને ડીઝલના ભાવમાં કોઈ ફેરફાર થયો નથી. જોકે, રાજ્ય સ્તરે ભાવમાં થોડો ફેરફાર જોવા મળી રહ્યો છે. ત્યારે આવો જાણીએ ગુજરાતના મહાનગરો અને દેશના મહાનગરોમાં પેટ્રોલ અને ડીઝલના ભાવ શું છે.
ક્રૂડ ઓઇલનો ભાવ આસમાને
આજે આંતરરાષ્ટ્રીય બજારમાં કાચા તેલનો ભાવ 80 ડોલરને પાર કરી ગયો છે. બ્રેન્ટ ક્રૂડ આજે બેરલ દીઠ $80.89 પર ટ્રેડ કરી રહ્યું છે, જ્યારે WTI ક્રૂડ પ્રતિ બેરલ $77.16 પર ટ્રેડ થઈ રહ્યું છે. જો આપણે ભારતની વાત કરીએ તો સરકારી ઓઈલ કંપનીઓએ આજે (મંગળવાર), ઓક્ટોબર 08, 2024ના રોજ પણ તમામ મહાનગરોમાં પેટ્રોલ અને ડીઝલના ભાવ સ્થિર રાખ્યા છે.
ગુજરાતના મહાનગરોમાં ઇંધણના ભાવ:
અમદાવાદ:
પેટ્રોલ: ₹94.50
ડીઝલ: ₹90.17
ભાવનગર:
પેટ્રોલ: ₹95.78
ડીઝલ: ₹91.46
જામનગર:
પેટ્રોલ: ₹94.46
ડીઝલ: ₹90.13
રાજકોટ:
પેટ્રોલ: ₹94.29
ડીઝલ: ₹89.98
સુરત:
પેટ્રોલ: ₹94.31
ડીઝલ: ₹90.00
વડોદરા:
પેટ્રોલ: ₹94.09
ડીઝલ: ₹89.76
- ગુગલ ન્યુઝમાં Trishul News Gujarati ની અપડેટ મેળવવા ક્લિક કરો: Trishul News Gujarati
- નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
- વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.
- યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરીને જોતા રહો વિડીયો ન્યુઝ: Trishul News YouTube
- એન્ડ્રોઇડ એપ ડાઉનલોડ કરો: Trishul News Gujarati Android App આઈફોન માટે એપ ડાઉનલોડ કરો: Trishul News Gujarati iPhone App