ગુરુવાર એટલે કે, 13 મે 2021 ના રોજ પેટ્રોલ અને ડીઝલના ભાવમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી. છેલ્લા ત્રણ દિવસથી ભાવ સતત વધી રહ્યા હતા. ઓઇલ માર્કેટિંગ કંપનીઓએ ચૂંટણીઓ પૂરી થયા પછી છેલ્લા 10 દિવસમાંત દિવસ રિટેલ ઇંધણના ભાવમાં વધારો કર્યો છે. પરંતુ બુધવારે આંતરરાષ્ટ્રીય ક્રૂડ માર્કેટમાં વધારો થવા છતાં તેની અસર ઘરેલુ ભાવો પર જોવા મળી નથી.
છેલ્લાં બે મહિનાથી સ્થિર રહેલા ભાવો 2 મેના રોજ પાંચ રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણીનાં પરિણામો પછી વધવા લાગ્યા હતા. 2 મે પછીથી કુલ સાત દિવસ માટે પેટ્રોલ-ડીઝલની કિંમતોમાં વધારો કરવામાં આવ્યો છે અને આ સાત દિવસોમાં પેટ્રોલ 1.68 રૂપિયા અને ડીઝલ 1.88 રૂપિયા મોંઘુ થઈ ગયું છે.
આ ઉપરાંત દેશમાં ચાર ક્ષેત્ર જેવા કે, મધ્યપ્રદેશના ભોપાલ અને અનુપપુર, રાજસ્થાનમાં શ્રીગંગાનગર અને મહારાષ્ટ્રના પરભણીમાં પેટ્રોલની કિંમત 100ની પાર થઇ ગઈ છે. ગયા સપ્તાહના મંગળવારથી ઓઇલ કંપનીઓએ સતત ઘણા દિવસો સુધી કિંમતોમાં વધારો કર્યો છે. જો કે, આજે ગુરુવારે આ જોડાણ સમાપ્ત થઈ ગયું છે અને આજે તેલના ભાવમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી.
મે મહિનામાં પહેલો તડાકો
મે મહિનામાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં આ પહેલો તડાકો જોવા મળ્યો છે. બધાં ને એવી આશા હતી કે હવે પેટ્રોલ અને ડીઝલના ભાવ માં ઘટાડો જોવા મળશે પરંતુ ઉલટા ભાવ વધવા લાગ્યા છે. એપ્રિલ મહિના માં લોકો ને રાહત મળી હતી. 15 એપ્રિલ અગાઉ પેટ્રોલ-ડીઝલના ભાવમાં છેલ્લે 30 માર્ચના રોજ ફેરફાર જોવા મળ્યો હતો. ત્યારે દિલ્હીમાં પેટ્રોલ 22 પૈસા અને ડીઝલ 23 પૈસા નો ઘટાડો જોવા મળ્યો હતો. માર્ચ મહિનામાં પેટ્રોલ 61 પૈસા સસ્તુ થયું હતું અને ડીઝલના ભાવમાં 60 પૈસા ઘટાડો થયો હતો. માર્ચ મહિનામાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં 3 વાર ઘટાડાનું સૌથી મોટું કારણ ગ્લોબલ માર્કેટમાં ક્રૂડ ઓઈલ ના જથ્થા માં નબળાઈ જોવા મળી હતી.
ઘણા બધાં શહેરોમાં પેટ્રોલનો ભાવ 101 ને વટી ગયો હતો
આ અગાઉ ફેબ્રુઆરી મહિના માં પેટ્રોલ અને ડીઝલ 16 વાર મોંઘુ થયું હતું રાજસ્થાનના શ્રીગંગાનગરમાં પેટ્રોલ હવે 100 રૂપિયા પાર છે. આજના વધારા બાદ રેટ 101.89 રૂપિયા પ્રતિ લીટર છે. જ્યારે મધ્ય પ્રદેશના અનુપપૂરમાં રેટ 101.15 રૂપિયા પ્રતિ લીટર છે. મધ્ય પ્રદેશના જ નાગરાબંધ (Nagarabandh) માં પેટ્રોલ 101.70 રૂપિયે પ્રતિ લીટર વેચાઈ રહ્યું છે. રીવામાં પણ પેટ્રોલનો ભાવ 100.79 રૂપિયા પ્રતિ લીટર છે. જ્યારે છિંદવાડામાં પેટ્રોલ 100.42 રૂપિયા પ્રતિ લીટર છે.
નોંધપાત્ર વાત એ છે કે, પાંચ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં વિધાનસભાની ચૂંટણીને કારણે ઓઇલ કંપનીઓએ લગભગ બે મહિનાથી 27 ફેબ્રુઆરીથી તેલના ભાવમાં કોઈ ફેરફાર કર્યો ન હતો. પરંતુ ચૂંટણી સમાપ્ત થયા પછી, ગયા અઠવાડિયે, પેટ્રોલમાં ભાવ વધારો શરુ થઇ ગયો હતો. આ પછી છેલ્લા એક અઠવાડિયામાં પેટ્રોલ 1.68 રૂપિયા પ્રતિ લિટર સુધી મોંઘુ થઈ ગયું છે. એ જ રીતે સાત દિવસમાં ડીઝલની કિંમત પ્રતિ લિટર 1.88 રૂપિયા થઈ ગઈ છે.
જાણો આજના નવા ભાવ?
જો આપણે દેશના મેટ્રો શહેરોની વાત કરીએ તો દિલ્હીમાં પેટ્રોલની કિંમત પ્રતિ લીટર રૂ.92.05 છે. તે જ સમયે, ડીઝલ 82.61 રૂપિયા પ્રતિ લિટર વેચાઇ રહ્યું છે. મુંબઈની વાત કરીએ તો પેટ્રોલ 98.36 રૂપિયા પ્રતિ લિટર અને ડીઝલ 89.75 રૂપિયા પ્રતિ લિટર વેચાઇ રહ્યું છે. ચેન્નઈમાં પેટ્રોલ 93.84 રૂપિયા પ્રતિ લિટર અને ડીઝલ 87.49 રૂપિયા પ્રતિ લિટર વેચાઇ રહ્યું છે. કોલકાતામાં પેટ્રોલની કિંમત 92.16 રૂપિયા અને ડીઝલની કિંમત પ્રતિ લિટર 85.45 રૂપિયા છે.
જાણો તમારા શહેરના આજના ભાવ?
દેશમાં દરરોજ સવારે 6 વાગ્યે તેલના ભાવમાં સુધારો કરવામાં આવે છે કારણ કે ક્રૂડ ઓઇલના ભાવ અને વિદેશી વિનિમય દર અનુસાર દેશમાં દરરોજ પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ફેરફાર થાય છે. દેશના દરેક પેટ્રોલ પમ્પ પર દરરોજ સવારે 6 વાગ્યાથી આ નવા ભાવો લાગુ થાય છે.
તમે SMS દ્વારા તમારા ફોન પરથી દરરોજ પેટ્રોલ અને ડીઝલના ભાવ જાણી શકો છો. આ માટે, તમે ઇન્ડિયન ઓઇલ એસએમએસ સેવા હેઠળ મોબાઇલ નંબર 9224992249 પર SMS મોકલી શકો છો. તમારો સંદેશ કંઈક આ પ્રમાણે હશે: RSP<સ્પેસ> પેટ્રોલ પંપકોડ. તમે સાઇટની મુલાકાત લઈને તમારા વિસ્તારનો RSP કોડ ચકાસી શકો છો. આ સંદેશ મોકલ્યા પછી, લેટેસ્ટ કિંમતની માહિતી તમારા ફોનમાં આવશે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.