Petrol Diesel Price: આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઈલના ભાવમાં સતત વધઘટ થઈ રહી છે. તેના આધારે દેશભરમાં પેટ્રોલ અને ડીઝલના ભાવ નક્કી (Petrol Diesel Price) કરવામાં આવે છે. જોકે, લાંબા સમયથી રાષ્ટ્રીય સ્તરે તેલની કિંમતોમાં કોઈ ફેરફાર થયો નથી. ત્યારે આજે એટલે કે 25 માર્ચના 2025ના રોજ પેટ્રોલ અને ડીઝલના ભાવમાં કોઈ ફેરફાર થયો નથી. જ્યારે રાજ્ય સ્તરે ભાવમાં થોડો ફેરફાર જોવા મળી શકે છે. ત્યારે આવો જાણીએ ગુજરાતના મહાનગરો અને દેશના મહાનગરોમાં પેટ્રોલ અને ડીઝલના ભાવ શું છે
દેશના મહાનગરોમાં પેટ્રોલ અને ડીઝલના ભાવ
દિલ્હીમાં પેટ્રોલનો ભાવ 94.72 રૂપિયા અને ડીઝલનો ભાવ 87.67 રૂપિયા પ્રતિ લિટર છે.
મુંબઈમાં પેટ્રોલનો ભાવ 104.21 રૂપિયા અને ડીઝલનો ભાવ 89.97 રૂપિયા પ્રતિ લિટર છે.
કોલકાતામાં પેટ્રોલનો ભાવ 103.94 રૂપિયા અને ડીઝલનો ભાવ 91.76 રૂપિયા પ્રતિ લિટર છે.
ચેન્નાઈમાં પેટ્રોલનો ભાવ 100.75 રૂપિયા અને ડીઝલનો ભાવ 92.39 રૂપિયા પ્રતિ લિટર છે.
ડીઝલના ભાવ અહીં તપાસો
ભારતમાં પેટ્રોલ અને ડીઝલના ભાવ આંતરરાષ્ટ્રીય ક્રૂડ ઓઇલના ભાવ પર આધારિત છે. ભારતીય ઓઇલ માર્કેટિંગ કંપનીઓ આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઇલના ભાવની સમીક્ષા કર્યા પછી દરરોજ પેટ્રોલ અને ડીઝલના ભાવ નક્કી કરે છે. ઇન્ડિયન ઓઇલ, ભારત પેટ્રોલિયમ અને હિન્દુસ્તાન પેટ્રોલિયમ તેલ કંપનીઓ દરરોજ સવારે 6 અલગ અલગ શહેરો માટે પેટ્રોલ અને ડીઝલના ભાવની માહિતી અપડેટ કરે છે.
ગુજરાતના આ શહેરોમાં પેટ્રોલ ડીઝલના ભાવ
અમદવાદમાં પેટ્રોલનો ભાવ 94.47 રૂપિયા અને ડીઝલનો ભાવ 90.14 રૂપિયા પ્રતિ લિટર છે.
ભાવનગરમાં પેટ્રોલનો ભાવ 96.10 રૂપિયા અને ડીઝલનો ભાવ 91.77 રૂપિયા પ્રતિ લિટર છે.
જામનગરમાં પેટ્રોલનો ભાવ 94.50 રૂપિયા અને ડીઝલનો ભાવ 90.18 રૂપિયા પ્રતિ લિટર છે.
રાજકોટમાં પેટ્રોલનો ભાવ 95.7 રૂપિયા અને ડીઝલનો ભાવ 90.87 રૂપિયા પ્રતિ લિટર છે.
સુરતમાં પેટ્રોલનો ભાવ 94.37 રૂપિયા અને ડીઝલનો ભાવ 90.06 રૂપિયા પ્રતિ લિટર છે.
વડોદરામાં પેટ્રોલનો ભાવ 94.28 રૂપિયા અને ડીઝલનો ભાવ 89.96 રૂપિયા પ્રતિ લિટર છે.
દરરોજ બદલાય છે પેટ્રોલ ડીઝલના ભાવ
પેટ્રોલ અને ડીઝલના ભાવ દરરોજ સવારે 6 વાગ્યે અપડેટ થાય છે. એક્સાઈઝ ડ્યુટી, ડીલર કમિશન અને વેટ ઉમેર્યા પછી, તેમની કિંમતો મૂળ કિંમત કરતાં લગભગ બમણી થઈ જાય છે. આ કારણે આંતરરાષ્ટ્રીય બજારમાં નાના ફેરફારોની પણ સીધી અસર ભારતીય ગ્રાહકો પર પડે છે.ઇંધણના ભાવમાં આ વધારાથી સામાન્ય માણસના ખિસ્સા પર વધારાનો બોજ પડી શકે છે. હવે જોવાનું એ રહેશે કે આગામી દિવસોમાં વૈશ્વિક બજારમાં તેલના ભાવ કઈ દિશામાં જાય છે અને સ્થાનિક બજાર પર તેની શું અસર પડે છે.
- ગુગલ ન્યુઝમાં Trishul News Gujarati ની અપડેટ મેળવવા ક્લિક કરો: Trishul News Gujarati
- નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
- વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.
- યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરીને જોતા રહો વિડીયો ન્યુઝ: Trishul News YouTube
- એન્ડ્રોઇડ એપ ડાઉનલોડ કરો: Trishul News Gujarati Android App આઈફોન માટે એપ ડાઉનલોડ કરો: Trishul News Gujarati iPhone App