આજે દેશમાં પેટ્રોલની કિંમત(The price of petrol)માં પ્રતિ લીટર 50 પૈસા અને ડીઝલની કિંમત(The price of diesel)માં 55 પૈસા પ્રતિ લીટરનો વધારો થયો છે. એક અઠવાડિયા કરતાં ઓછા સમયમાં દૈનિક ભાવમાં સુધારો ફરી શરૂ થયા પછી, કિંમતોમાં એકંદરે રૂ. 3.70-3.75 પ્રતિ લિટરનો વધારો થયો છે.દિલ્હીના ફ્યુઅલ ટેલર્સની સૂચના અનુસાર, દિલ્હી(Delhi)માં પેટ્રોલની કિંમત હવે 98.61 રૂપિયા પ્રતિ લિટરની સરખામણીએ 99.11 રૂપિયા પ્રતિ લિટર હશે, જ્યારે ડીઝલની કિંમત 89.87 રૂપિયા પ્રતિ લિટરથી વધીને 90.42 રૂપિયા થઈ ગઈ છે. દેશભરમાં દરોમાં વધારો કરવામાં આવ્યો છે અને સ્થાનિક ટેક્સના આધારે દરેક રાજ્યમાં કિંમતો બદલાય છે.
મુંબઈમાં પેટ્રોલની કિંમત 53 પૈસા વધીને 113.88 રૂપિયા પ્રતિ લીટર થઈ ગઈ છે. તેમજ ડીઝલ 58 પૈસા વધીને 98.13 રૂપિયા પ્રતિ લીટર થઈ ગયું છે. કોલકાતામાં પેટ્રોલની કિંમતમાં 52 પૈસાનો વધારો થયો છે અને પેટ્રોલની કિંમત 108.53 રૂપિયા પ્રતિ લીટર થઈ ગઈ છે. અહીં ડીઝલની કિંમત 56 પૈસા વધીને 93.57 રૂપિયા પ્રતિ લીટર થઈ ગઈ છે. જ્યારે ચેન્નાઈમાં પેટ્રોલની કિંમત 57 પૈસા વધીને 105 અને ડીઝલની કિંમત 63 પૈસા વધીને 95.10 રૂપિયા પ્રતિ લીટર થઈ ગઈ છે.
22 માર્ચના રોજ સાડા ચાર મહિનાના લાંબા અંતર પછી પ્રથમ વખત કિંમતોમાં વધારો કરવામાં આવ્યો હતો, ત્યારબાદ અત્યાર સુધીમાં પાંચ વખત કિંમતોમાં વધારો કરવામાં આવ્યો છે. અગાઉના તમામ ચાર પ્રસંગોએ, ભાવમાં પ્રતિ લિટર 80 પૈસાનો વધારો કરવામાં આવ્યો હતો. જૂન 2017 માં દૈનિક ભાવમાં સુધારો શરૂ થયો ત્યારથી આ એક દિવસનો સૌથી તીવ્ર વધારો હતો. છ દિવસમાં પેટ્રોલના ભાવમાં 3.70 રૂપિયા પ્રતિ લિટર અને ડીઝલના ભાવમાં 3.75 રૂપિયા પ્રતિ લિટરનો વધારો થયો છે.
ગુજરાતના મુખ્ય શહેરોમાં આજના પેટ્રોલ અને ડીઝલના ભાવ:
અમદાવાદમાં પેટ્રોલની કિંમત 99.10 રૂપિયા અને ડીઝલની કિંમત 93.28 રૂપિયા છે.
અમરેલીમાં પેટ્રોલની કિંમત 100.44 રૂપિયા અને ડીઝલની કિંમત 94.65 રૂપિયા છે.
આણંદમાં પેટ્રોલની કિંમત 99.16 રૂપિયા અને ડીઝલની કિંમત 93.35 રૂપિયા છે.
ભરૂચમાં પેટ્રોલની કિંમત 99.50 રૂપિયા અને ડીઝલની કિંમત 93.69 રૂપિયા છે.
ભાવનગરમાં પેટ્રોલની કિંમત 100.10 રૂપિયા અને ડીઝલની કિંમત 94.29 રૂપિયા છે.
બોટાદમાં પેટ્રોલની કિંમત 100.03 રૂપિયા અને ડીઝલની કિંમત 94.22 રૂપિયા છે.
દાહોદમાં પેટ્રોલની કિંમત 99.87 રૂપિયા અને ડીઝલની કિંમત 94.06 રૂપિયા છે.
ગાંધીનગરમાં પેટ્રોલની કિંમત 98.96 રૂપિયા અને ડીઝલની કિંમત 93.15 રૂપિયા છે.
જામનગરમાં પેટ્રોલની કિંમત 98.47 રૂપિયા અને ડીઝલની કિંમત 92.66 રૂપિયા છે.
જુનાગઢમાં પેટ્રોલની કિંમત 99.83 રૂપિયા અને ડીઝલની કિંમત 94.04 રૂપિયા છે.
મોરબીમાં પેટ્રોલની કિંમત 99.23 રૂપિયા અને ડીઝલની કિંમત 93.43 રૂપિયા છે.
નવસારીમાં પેટ્રોલની કિંમત 99.49 રૂપિયા અને ડીઝલની કિંમત 93.69 રૂપિયા છે.
પાટણમાં પેટ્રોલની કિંમત 98.60 રૂપિયા અને ડીઝલની કિંમત 92.81 રૂપિયા છે.
રાજકોટમાં પેટ્રોલની કિંમત 99.50 રૂપિયા અને ડીઝલની કિંમત 93.69 રૂપિયા છે.
સુરતમાં પેટ્રોલની કિંમત 99.24 રૂપિયા અને ડીઝલની કિંમત 93.45 રૂપિયા છે.
વડોદરામાં પેટ્રોલની કિંમત 98.76 રૂપિયા અને ડીઝલની કિંમત 92.94 રૂપિયા છે.
વલસાડમાં પેટ્રોલની કિંમત 99.71 રૂપિયા અને ડીઝલની કિંમત 93.92 રૂપિયા છે.
ઉત્તર પ્રદેશ અને પંજાબ સહિત પાંચ રાજ્યોમાં, વિધાનસભા ચૂંટણીની પ્રક્રિયા શરૂ થાય તે પહેલાં, 4 નવેમ્બર, 2021 થી પેટ્રોલિયમ ઉત્પાદનોની કિંમતો સ્થિર રહી હતી. જો કે આ સમયગાળા દરમિયાન ક્રૂડ ઓઈલની કિંમત વધીને 30 ડોલર પ્રતિ બેરલ થઈ ગઈ હતી. 10 માર્ચે વિધાનસભા ચૂંટણીના પરિણામોની જાહેરાત સાથે જ પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધારો થવાની સંભાવના હતી, છતાં પણ પેટ્રોલિયમ કંપનીઓએ થોડા દિવસની રાહ જોઈ હતી. એવું કહેવામાં આવી રહ્યું છે કે, હવે પેટ્રોલિયમ માર્કેટિંગ કંપનીઓ તેમના નુકસાનની ભરપાઈ કરી રહી છે. ભારત તેની તેલની જરૂરિયાતને પહોંચી વળવા માટે આયાત પર 85 ટકા નિર્ભર છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.