પેટ્રોલ-ડીઝલ(Petrol-diesel)ના વધતા દરને ઘટાડવા માટે કેન્દ્રની મોદી સરકાર(Modi government)ફરી એકવાર એક્શનમાં આવી છે. મોદી સરકાર સામાન્ય લોકોને પેટ્રોલ અને ડીઝલ(Petrol-diesel price relief)ની મોંઘવારી(Inflation)માં રાહત આપવાનું વિચારી રહી છે. જો કે આ રાહત અસ્થાયી ધોરણે જ આપવામાં આવશે.
મીડિયા રિપોર્ટ્સ અનુસાર, પેટ્રોલિયમ અને કુદરતી ગેસ મંત્રાલય તેલ પરની એક્સાઇઝ ડ્યુટીને લઈને નાણાં મંત્રાલય સાથે ચર્ચા કરી રહ્યું છે. જો પેટ્રોલિયમ અને નાણા મંત્રાલય વચ્ચેની આ ચર્ચા સફળ થશે તો પેટ્રોલ અને ડીઝલના ભાવમાં તાત્કાલિક ઘટાડો થઇ શકે છે. તમને જણાવી દઈએ કે ગયા વર્ષે નવેમ્બરમાં પણ કેન્દ્ર સરકારે પેટ્રોલ અને ડીઝલ પરની એક્સાઈઝ ડ્યુટીમાં ઘટાડો કર્યો હતો.
જાણો અત્યારે કેટલી એક્સાઈઝ ડ્યુટી લાગે છે:
તમને જણાવી દઈએ કે નવેમ્બર 2021માં પણ કેન્દ્રએ ઇંધણ પરની એક્સાઈઝ ડ્યુટીમાં ઘટાડો કર્યો હતો. તે સમયે સરકારે પેટ્રોલમાં 5 રૂપિયા પ્રતિ લીટર અને ડીઝલ પર 10 રૂપિયાનો ઘટાડો કર્યો હતો. જે બાદ કેટલાક રાજ્યોએ અહીં વેટમાં પણ ઘટાડો કર્યો હતો. કેન્દ્ર સરકારના આ પગલાને કારણે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં 10 રૂપિયા સુધીનો ઘટાડો થયો છે. નાણા મંત્રાલયે ગયા વર્ષે લોકસભામાં એક લેખિત જવાબમાં કહ્યું હતું કે, સરકાર એક્સાઇઝ ડ્યુટીમાંથી પેટ્રોલ પર પ્રતિ લિટર રૂ. 27.90 અને ડીઝલ પર રૂ. 21.80 પ્રતિ લિટર કમાણી કરી રહી છે.
LPG ગેસ સિલિન્ડરના ભાવ વધી શકે છે!
સરકાર સાથે જોડાયેલા સૂત્રોના જણાવ્યા અનુસાર કોમર્શિયલ એલપીજી ગેસ સિલિન્ડરની કિંમતમાં ફરી એકવાર વધારો જોવા મળી શકે છે. સૂત્રોએ જણાવ્યું કે સરકાર એલપીજીની કિંમતો પર નજીકથી નજર રાખી રહી છે. જો કે કોમર્શિયલ એલપીજી ગેસ સિલિન્ડરની કિંમતમાં કેટલો વધારો થશે તે હજુ નક્કી નથી. રિપોર્ટ અનુસાર, સરકાર ઘરેલુ LPG સિલિન્ડર(14.2 Kg Domestic LPG Cylinder)ની કિંમતમાં સ્થિરતા સુનિશ્ચિત કરવાનો પ્રયાસ કરી રહી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.