એક ભૂલ, ને સીધા ઊંડી ખીણમાં! જુઓ કેવા કઠણ કલેજે ઉપર પહોચે છે લોકો? નબળા હ્રદયવાળા વિડીયો ન જોતા…

ભારત(India)ના પહાડી વિસ્તારોમાં ખતરનાક રસ્તાઓ છે, જેના પરથી સ્થાનિક લોકો ઘણીવાર પસાર થતા હોય છે. જયારે તે લોકો માટે આવા રસ્તાઓ પરથી પસાર થવું હવે…

ભારત(India)ના પહાડી વિસ્તારોમાં ખતરનાક રસ્તાઓ છે, જેના પરથી સ્થાનિક લોકો ઘણીવાર પસાર થતા હોય છે. જયારે તે લોકો માટે આવા રસ્તાઓ પરથી પસાર થવું હવે સામાન્ય બાબત બની ગઈ છે. પરંતુ જે લોકો આ માર્ગો પરથી પહેલીવાર પસાર થાય છે, તેમના હોશ ઉડી જાય છે. ઉંચી ટેકરીઓની સાથે સાથે, ઊંડી ખીણો પણ પ્રવાસીઓના શ્વાસ રોકી શકે છે. આ માર્ગો પર ટુ વ્હીલર અથવા ફોર વ્હીલર ચલાવવાનો અનુભવ ધરાવતા લોકો જ વાહન ચલાવી શકે છે. આવો જ એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.

આ ઉંચી ટેકરી સુધી પહોંચવું છે ખૂબ મુશ્કેલ:
પહાડો પર દોડતા વાહનો અને સ્થાનિક લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડે છે તેના વીડિયો સોશિયલ મીડિયા પર અપલોડ કરવામાં આવ્યો છે. વાયરલ થયેલા વીડિયોમાં જણાવવામાં આવ્યું છે કે, આ ટ્રક ઉત્તરાખંડ સ્થિત એક ગામ જોહર ખીણમાં મિલમ તરફ જઈ રહ્યો છે. તે વિશ્વના સૌથી ખતરનાક અને અનોખા હિમાલયના રસ્તાઓમાંથી એક છે. મુન્સિયારીથી મિલામ ગ્લેશિયર તરફ 4 દિવસની ટ્રેકિંગ પછી, ત્યાં 20 કિમીનો રસ્તો છે જે રિલકોટથી મિલામને જોડે છે.

અહીં પહોંચવા માટે 3-4 દિવસનું ટ્રેકિંગ કરવું પડે છે: 
વીડિયોના કેપ્શનમાં આગળ લખ્યું છે કે, ‘આ રોડ પર પહોંચવા માટે 3-4 દિવસ સુધી ટ્રેકિંગ કરવું પડે છે અને લગભગ 40-50 કિમીનું અંતર કાપવું પડે છે, કારણ કે આ એકમાત્ર રસ્તો છે અને આ ટ્રક તે રસ્તા પરનું એકમાત્ર પરિવહન છે. આ રોડ પર હેલિકોપ્ટર દ્વારા ટ્રક મોકલવામાં આવ્યો હતો. તમે તમારી કાર કે બાઇક અહીં લઇ જઇ શકતા નથી. ઉદ્યોગપતિ આનંદ મહિન્દ્રાએ પણ આ વીડિયો ટ્વિટર પર શેર કર્યો છે.

આ વીડિયોને શેર કરતા આનંદ મહિન્દ્રાએ તેના કેપ્શનમાં લખ્યું હતું કે, ‘ક્યારેક સોમવારની સવાર તમને અનિશ્ચિતતામાં મૂકી શકે છે, પરંતુ તમારે નિરાશ થયા વિના આખું અઠવાડિયું આ રીતે પસાર કરવું પડશે.’ આ ટ્વીટ સાથે આનંદ મહિન્દ્રાએ #MondayMotivation ના હેશટેગનો પણ ઉપયોગ કર્યો હતો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *