સ્માર્ટ મીટરમાં શા માટે આવે છે વધારે બિલ? PGVCLના ચીફ એન્જિનિયરએ જણાવ્યું મસમોટું કારણ

Smart Meter News: સમગ્ર ગુજરાતમાં સ્માર્ટ મીટર ને લઈ છેલ્લા એક અઠવાડિયાથી વિરોધ ઊભો થાય તે રીતે સોશિયલ મીડિયામાં સમાચારો આવી રહ્યા છે ઘણા લોકોની ફરિયાદ છે કે બિલ વધારે આવે છે.અમુક લોકોને એક જ દિવસમાં ₹2,000 જેવું બિલ આવ્યું છે. લોકોમાં વિરોધનો(Smart Meter News) વંટોળ ઊભો થતો જાય છે એટલે રાજકોટ પીજીવીસીએલ કચેરીએ પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવ્યું હતું.

ડિપોઝિટ પેટે 60 લાખ પરત કર્યા
સ્માર્ટ વીજમીટરમાં વધુ બિલ આવતું હોવાની ફરિયાદના જવાબમાં રાજકોટ પીજીવીસીએલે સ્માર્ટ ઢાંકપિછોડો કર્યો છે. પીજીવીસીએલના અધિકારીઓના જણાવ્યા મુજબ જૂના યુનિટનું વીજબિલ ભરપાઈ થયું ન હોય. તે સ્માર્ટ મીટરમાં ઉમેરાય છે અને તે બાકી બિલ સાથે સ્માર્ટ મીટરમાં જ્યારે બિલ આવે છે તેથી ગ્રાહકોને એવું લાગે છે કે, વીજબિલ વધારે આવે છે.

આ સમસ્યાનું નિરાકરણ કરવા માટે હવે તેઓ પહેલા વપરાયેલા- બાકી યુનિટનું વીજબિલ આપી દેશે. ત્યારબાદ સ્માર્ટ મીટર નાખશે.PGVCLએ અત્યાર સુધી સિક્યોરિટી ડિપોઝિટ પેટે 60 લાખ પરત કર્યા છે. આ ઉપરાંત એનર્જી ચાર્જીસ પર 2 ટકા ડિસ્કાઉન્ટ આપવાની પ્રપોઝલ મૂકવામાં આવી છે. લોકોમાં સ્માર્ટ મીટર અંગે ઉભી થયેલી દ્વિધા અંગે કહ્યું કે 40 દિવસ પહેલાનું બીલ એડ થવાથી ગ્રાહકને ચાર્જ વધુ લાગે છે.

23.66 લાખ મીટર નાખવનો લક્ષ્યાંક
રાજકોટ ડિવિઝનને પ્રાથમિક તબક્કે 23.66 લાખ મીટર નાખવનો લક્ષ્યાંક છે.અત્યાર સુધી 10 હજાર મીટર લગાવવામાં આવ્યા છે.જેમાંથી 5728 મીટર રહેણાક વપરાશ માટેના છે. તેમ પીજીવીસીએલના મુખ્ય ઈજનેર આર.જે.વાળાએ જણાવ્યું છે. વધુમાં તેના જણાવ્યાનુસાર રાજકોટ ડિવિઝનમાં સ્માર્ટ મીટરને લઇને અત્યાર સુધી 60 ફરિયાદ જ ચોપડે નોંધાઈ છે. જેમાં મોબાઈલમાં સ્માર્ટ મીટર ડાઉનલોડ કરવાની સમજણ ન હોય, તેમજ કોઈ ગેરસમજણ થતી હોય તેવા પ્રકારની વધારે નોંધાઈ છે.

એપ્લિકેશન ડાઉનલોડ કરવાની પ્રક્રિયા કુલ 6 તબક્કામાં થાય
સ્માર્ટ મીટર એપ્લિકેશન ડાઉનલોડ કરવાની પ્રક્રિયા કુલ 6 તબક્કામાં થાય છે. જેમાં પહેલીવાર મોબાઈલ એપ્લિકેશન ડાઉનલોડ કરતી વેળાએ ફર્સ્ટ ટાઈમ યુઝર રજિસ્ટ્રેશન કરવાનું રહેશે. આ ઉપરાંત મોબાઈલ નંબર નાખવાના રહે છે. પછીના તબક્કામાં યુઝરનેમ અને પાસવર્ડ વડે લોગીન કરવાનું રહે છે. આ લોગીન થયા બાદ મોબાઈલ નંબર સાથે ગ્રાહક નંબર લિંક કરવા માટે 24થી 48 કલાકની રાહ જોવી પડે છે. આ પછી ગ્રાહક નંબર નાખાવના રહે છે. આ બધી પ્રક્રિયા થયા બાદ બધી વિગત જોઈને રિચાર્જ કરી શકાય છે.

‘સ્માર્ટ મીટરના કોઈ ચાર્જીસ વસૂલ કરવામાં નહીં…’
સમગ્ર પત્રકાર પરિષદમાં એક વાત સામે આવી હતી કે પ્રીપેડ મીટર કોઈ કોન્ટ્રાક્ટરના હાથમાં આપવામાં આવ્યું છે અને તેના માણસોએ જ આ બધી વાત ગ્રાહકને સમજાવવાની હોય છે પરંતુ વધારે કમાવાની લાલચમાં તેઓ સમજાવતા નથી અને સીધું મીટર લગાવી દે છે અને ખાલી એપ ડાઉનલોડ કરાવી આપે છે તેવા સંજોગોમાં સમજણ વગરનું કાર્ય થાય છે એટલે પહેલા બિલમાં જુના ટેલીફના પૈસા પણ ચડાઈને આવે છે કે કપાય છે એટલે લોકોમાં અસંતોષની લાગણી જોવા મળે છે. આ સંદર્ભે વાળા સાહેબે કહ્યું હતું કે હવે અમારો સ્ટાફ પણ મીટર બદલાવવા સાથે જશે અને ગ્રાહકને સંપૂર્ણ રીતે સમજાવશે.