આ મહિલાએ સતત ત્રણ મહિના પહેર્યા એકના એક કપડા, પરિણામ એવું મળ્યું કે…

જિન્સ, જેકેટ્સ, સ્વેટર જેવા કેટલાક પોશાક લોકો વારાફરતી પહેર્યા કરે છે. આત્યંતિક મજબૂરીની સ્થિતિમાં કોઈ પણ વ્યક્તિ 3 વખતથી વધુ વખત કપડાને રીપીટ કરતો નથી. પરંતુ શું તમે 3 મહિનાથી વધુ સતત 100 દિવસથી વધુ સમય માટે કોઈ પોશાક પહેરી શકો છો? બોસ્ટનની એક મહિલાએ સતત 100 દિવસ સુધી કાળો ડ્રેસ પહેરવાનો વિચિત્ર ફેશન રેકોર્ડ બનાવ્યો છે.

જ્યારે ફેશનના ક્ષેત્રમાં સતત બદલાવ આવે છે, અને બીજી બાજુ એક મહિલાએ નવી નવી ફેશનથી પોતાને દૂર રાખી છે. બોસ્ટનમાં રહેતી સારાહ રોબિન્સ-કોલે સતત 100 દિવસ સુધી આ જ બ્લેક ડ્રેસ પહેર્યો છે. આ કારણે, તેને ફેશનનો ખૂબ વિચિત્ર રેકોર્ડ બનાવ્યો છે.

ધ મિરરના અહેવાલ મુજબ, સારા રોબિન્સ-કોલે ગયા વર્ષે સપ્ટેમ્બરમાં 100 દિવસ ડ્રેસ ચેલેન્જ લીધો હતો અને સતત 3 મહિનાથી વધુ સમય માટે દરરોજ એક જ ડ્રેસ પહેર્યો હતો. આ બ્લેક ડ્રેસ મેરિનો ઉનમાંથી બનાવવામાં આવ્યો હતો.

ઓફિસ જવા સારાએ રોવેના સ્વીંગ ડ્રેસ પહેર્યો હતો. ચર્ચમાં પણ તે જ ડ્રેસ પહેરતો હતો. નાતાલના દિવસે પણ તેણે આ જ ડ્રેસ પહેર્યો હતો. તેણે આ ડ્રેસ સાથે રંગીન જેકેટ, સ્કાર્ફ અને સ્કર્ટની જોડી બનાવી.

100 દિવસ સુધી, તેણીએ તેની ડ્રેસિંગ શૈલી રોજ ઇન્સ્ટાગ્રામ પર લોકો સાથે શેર કરી અને તે પણ સમજાવ્યુ કે, તે આ ચેલેન્જ કેમ લીધો હતો. તેમણે કહ્યું કે, 100 દિવસ સુધી ફક્ત એક જ ડ્રેસ પહેરવો એ એક પાઠ છે, જેની આપણને જરૂરત છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ:  https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *