હાલમાં, ઉત્તર પ્રદેશમાં બળાત્કાર બન્યો હોવાની ઘટના સામે આવી છે. અહીં ગેંગરેપ પીડિતાએ આરોપ લગાવ્યો છે કે, જ્યારે તે ગેંગરેપની ફરિયાદ નોંધાવવા માટે પોલીસ સ્ટેશન પહોંચી ત્યારે ઈન્સ્પેકટરે તેની સાથે બળાત્કાર ગુજાર્યો હતો. 5 ગુંડાઓએ પીડિતા સાથે મેદાનમાં ગેંગરેપ કર્યો હતો, ત્યારબાદ તે ન્યાયની માંગણી માટે પોલીસ સ્ટેશન પહોંચી હતી. તેની ફરિયાદ પોલીસ સ્ટેશનમાં નોંધાઈ ન હતી, પરંતુ તેની સાથે બળાત્કાર ગુજારવામાં આવ્યો હતો.
ઉત્તરપ્રદેશના શાહજહાંપુર જિલ્લામાં ગેંગરેપની ફરિયાદ નોંધાવવા આવેલી એક મહિલા પર એક ઈન્સ્પેક્ટરએ બળાત્કાર ગુજાર્યો હતો. પીડિતાના નિવેદન મુજબ, તે જ્યારે શાહજહાંપુરના મદનપુર જઇ રહી હતી ત્યારે કારમાં સવાર 5 લોકો ત્યાં આવ્યા હતા અને તેણીને ખેતરમાં લાવ્યા હતા અને તેની પર નિર્દયતાથી ગેંગરેપ કર્યો હતો.
શાહજહાંપુરના પોલીસ ઇન્સ્પેક્ટર દ્વારા સામુહિક બળાત્કારની મહિલા પર બળાત્કારનો આરોપ લગાવ્યા બાદ પોલીસ પ્રશાસનમાં ખળભળાટ મચી ગયો છે. ત્યારબાદ એડિશનલ ડીજીપી અવિનાશ ચંદ્રાએ આ કેસની તપાસના આદેશ આપ્યા હતા.
શાહજહાંપુર સી.ઓ.બ્રહ્મપાલસિંહે જણાવ્યું હતું કે, જલાલાબાદ વિસ્તારમાં રહેતી 35 વર્ષીય મહિલાએ ઇન્સ્પેક્ટર પર બળાત્કારનો આરોપ લગાવ્યો છે. 30 નવેમ્બરના રોજ ભોગ બનનાર મહિલા રિક્ષા દ્વારા મદનપુર જઈ રહી હતી. આ દરમિયાન, રિક્ષા ખરાબ થઈ ગઈ, પછી તે ચાલીને જવા માંડી. આ પછી કારમાં 5 લોકો ત્યાં આવ્યા હતા અને મહિલાને પકડી હતી. ત્યારબાદ, તેને ખેતરમાં લઈ જઈને તેની સાથે ગેંગરેપ કરવામાં આવ્યો હતો.
સીઓ બ્રહ્મપાલસિંહે જણાવ્યું હતું કે, પીડિત મહિલાએ દાવો કર્યો હતો કે જ્યારે તેની સાથે ગેંગરેપની ઘટનાની જાણ જલાલાબાદ પોલીસ મથકે પહોંચી ત્યારે ત્યાં હાજર ઇન્સ્પેક્ટર વિનોદ કુમાર તેને તેના રૂમમાં લઇ ગયો અને બળાત્કાર ગુજાર્યો.
શાહજહાંપુર સી.ઓ.બ્રહ્મપાલસિંહે જણાવ્યું હતું કે, સામુહિક દુષ્કર્મ પીડિતાએ અવિનાશચંદ્ર બરેલીના એડિશનલ એસપીને ફરિયાદ કરી હતી. ત્યારબાદ તેના આદેશ પર આ મામલે તપાસ શરૂ કરવામાં આવી હતી. અવિનાશચંદ્ર પોતે આ કેસની તપાસ કરી રહ્યા છે અને જો આક્ષેપો સાચા છે તો આરોપી ઈન્સ્પેક્ટર સામે કેસ દાખલ કરીને કડક કાર્યવાહી કરવામાં આવશે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ: https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle