અમેરિકા: પ્રેમએ ઉંમરનો મોહતાજ નથી હોતા, તેનો પુરાવો અમેરિકાની આ લવ સ્ટોરી છે. જ્યાં 17 બાળકોની દાદી તેના કરતા 37 વર્ષ નાના છોકરા સાથે પ્રેમમાં પડી છે. આ દંપતીએ તેમની લવ સ્ટોરીની વચ્ચે કોઈને આવવા દીધા નહીં. બંનેએ સગાઈ કરી લીધી છે અને ટૂંક સમયમાં લગ્ન પણ કરશે.
ચેરિલ કહે છે કે, જ્યારે તે સોશિયલ મીડિયા પર તેના વીડિયો શેર કરે છે ત્યારે કેટલાક લોકો તેમના સંબંધોની મજાક ઉડાવે છે. જોકે ચેરીલ અને કુરાન લોકોની વાતો પર ધ્યાન આપતા નથી. તેઓ બંને એકબીજાને ખૂબ પ્રેમ કરે છે. અમેરિકાના 24 વર્ષીય કુરાન મેકકેઈન 2007 માં 15 વર્ષના ચેરીલ મેકગ્રેગોર સાથે તેમની પ્રેમ કહાની શરૂ થઈ હતી. શરૂઆતમાં, આ લોકો એકબીજાને પસંદ કરતા હતા. પરંતુ જ્યારે કુરાન યુવાન થયો ત્યારે આ લોકોએ રોમાન્સ કરવાનું શરૂ કર્યું હતું.
ચેરિલ ડાન્સની શોખીન છે, ચેરિલે એક વખત તેનો ડાન્સ વીડિયો શેર કર્યો હતો જેના પર ઘણી નેગેટિવ કોમેન્ટ્સ આવ્યા હતા. આ દરમિયાન કુરાને ચેરિલને ઘણી મદદ કરી, ત્યારબાદ બંનેએ સાથે મળીને ટિકટોક વીડિયો બનાવવાનું શરૂ કર્યું હતું. આ કારણે બંનેનો પ્રેમ વધુ ગાઢ બન્યો હતો. ટિકટોક પર તેના લગભગ 8,26,000 ફોલોઅર્સ છે.
ચેરિલ કહે છે કે, તેણીને વિશ્વાસ નહોતો કે તે કુરાનને ડેટ કરશે. પરંતુ કુરાનના સારા વલણથી તેની વિચારસરણી બદલાઈ ગઈ હતી. બંને એકસાથે ખૂબ ખુશ છે. આ દંપતી ખર્ચ ચલાવવા માટે એક પુખ્ત સાઈટ સાથે કામ કરે છે. ડેઇલી મેલમાં છપાયેલા સમાચાર અનુસાર, કુરાન અને ચેરિલ દાવો કરે છે કે તેમની સેક્સ લાઇફ ખૂબ સારી છે. તેઓ બંને એકબીજા સાથે ઘણો સમય વિતાવે છે. બંને વચ્ચેની કેમિસ્ટ્રી શાનદાર છે. કુરાન કહે છે કે, તેમની વચ્ચે ચોક્કસપણે વયનું અંતર છે, પરંતુ ચેરીલમાં ખૂબ જ જુવાન ભાવના છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.